બોરસદમાં હિંસા ભડકી : ટોળાને વિખેરવા પોલીસે ટીયર ગેસના 50 સેલ છોડ્યા

Riots In Gujarat : આણંદના બોરસદમાં શહીદ સર્કલ પાસે મોડી રાત્રે જૂથ અથડામણ, એક પોલીસકર્મી સહિત 4 વ્યક્તિ ઈજાગ્રસ્ત, ટોળાને વિખેરવા પોલીસે ટીયર ગેસના 50 સેલ છોડ્યા, રબર બુલેટથી ફાયરિંગ

બોરસદમાં હિંસા ભડકી : ટોળાને વિખેરવા પોલીસે ટીયર ગેસના 50 સેલ છોડ્યા

બુરહાન પઠાણ/આણંદ :આણંદના બોરસદમાં શનિવારે રાત્રે બે કોમ વચ્ચે વચ્ચે મામલો તંગ બન્યો હતો. બે કોમના ટોળાઓ સામ સામે આવી ગયા હતા. પરંતુ મામલો વધુ બીચકે તે પહેલાં જ પોલીસે ટોળાઓને વિખેરી નાંખ્યા હતા. હાલ સમગ્ર બોરસદ શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. સમગ્ર શહેરમાં પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ હાથ ધરાયું છે. 

શનિવારે રાત્રે બોરસદના શહીદ સર્કલ પાસે બે કોમના ટોળાઓ સામ સામે આવ્યા હતા. હનુમાન મંદિર અને અહેમદશા પાર્ટી પ્લૉટ પાસે સાફ સફાઈ બાબતે માથાકુટ થઈ હતી. જેમાં હનુમાન મંદિર પાસે એક યુવકને માર મારવામા આવ્યો. બે યુવકોને કોલેજ રોડ પર આંતરી હુમલો કરવામાં આવ્યો હતો. જેના બાદ મામલો બગડ્યો હતો. આ બાદ બે કોમના ટોળાઓ વચ્ચે સામ સામે આવતા ભારે પથ્થરમારો થયો હતો. આ સમાચારથી પોલીસ દોડતી થઈ હતી. પોલીસે આવીને તોફાનીઓને વિખેરવા 20 થી વધુ ટીયરગેસના સેલ છોડ્યા હતા. તો મામલો થાળે પાડવા 30 થી વધુ રબર બુલેટથી ફાયરિંગ કર્યુ હતું. પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મામલો થાળે પાડ્યો હતો. આ ઘટનામાં એક પોલીસ કર્મચારી સહિત ચાર લોકો ઘાયલ થયા હતા. જોકે, પોલીસના આવ્યા બાદ પરિસ્થિતિ નિયંત્રણમાં આવી હતી. 

જૂથ અથડામણથી SP સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. જૂથ અથડામણ બાદ સમગ્ર શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી હતી. સમગ્ર બોરસદ શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. સમગ્ર શહેરમાં પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ હાથ ધરાયુ છે. 

No description available.

આ ઘટના બાદ રેન્જ આઈજીપી વીર ચંદ્રશેખર બોરસદ પહોંચ્યા હતા. રેન્જ આઇજીએ ઘટના સ્થળની તેમજ શહેરના સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત કરી હતી. બોરસદમાં શાંતિ જાળવી રાખવા માટે આઈજીએ સ્થાનિક અધિકારીઓને સૂચના આપી છે. 

પોલીસે વાહનોની તોડફોડ કર્યાનો આક્ષેપ
આણંદના બોરસદમાં પોલીસ દ્વારા વાહનોની તોડફોડ કરાઈ હતી. પોલીસ દ્વારા વાહનોના કાચ તોડતો વીડિયો વાયરલ થયો છે. જેમા દેખાય છે કે, રક્ષક પોલીસ જ ભક્ષક બની છે. પોલીસે અસામાજિક તત્વોની જેમ તોડફોડ કરી હતી. મામલો થાળે પાડવાના બદલે પોલીસે જાતે તોડફોડ કરી હતી. પોલીસ દ્વારા તોડફોડ કરવામાં આવતા લોકોમાં રોષ પ્રવર્તી ઉઠ્યો છે. તોડફોડ કરનાર પોલીસ કર્મી વિરુદ્ધ પગલાં ભરાશે ખરા તેવુ સ્થાનિકો પૂછે છે?
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news