જાણીતા કટાર લેખક અને પદ્મશ્રી નગીનદાસ સંઘવીનું નિધન
જાણીતા કટાર લેખક નગીનદાસ સંઘવીનું આજે નિધન થયું છે. સુરતની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. કટાર લેખક નગીનદાસ સંઘવીને 26 જાન્યુઆરી 2020માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Trending Photos
સુરત: જાણીતા કટાર લેખક નગીનદાસ સંઘવીનું આજે નિધન થયું છે. સુરતની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. કટાર લેખક નગીનદાસ સંઘવીને 26 જાન્યુઆરી 2020માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પદ્મશ્રી અને કટાર લેખક નગીનદાસ સંઘવીનું આજે 100 વર્ષની ઉંમરે નિધન થયું છે. શ્વાસની તકલીફ થતા તેમને આજે સુરતની હોસ્પિટલમંસ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું બપોરે છેલ્લો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, મોટા ભાગનું જીવન મુંબઇ ખાતે પસાર કરનાર 100 વર્ષના નગીનદાસ સંઘવી છેલ્લા મહિનાઓથી સુરતમાં દીકરીના ઘરે રહેતા હતાં.
સીએમ રૂપાણીએ વ્યક્ત કર્યો શોક
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ વરિષ્ઠ કટાર લેખક સમીક્ષક અને વિશ્લેષક તથા વિવેચક પદ્મશ્રી નગીનદાસ સંઘવીના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. મુખ્યમંત્રી પાઠવેલા શોક સંદેશમાં સદગત નગીનદાસ સંઘવીને એક સચોટ અને પ્રખર વિવેચક સમીક્ષક ગણાવતા કહ્યું છે કે, સમાજ જીવન અને દેશ દુનિયાની સાંપ્રત સમસ્યાઓ અને સ્થિતિનું નીર ક્ષિર વિવેક સાથે નિરૂપણ કરવાની તેમની સહજ લેખની એ લાખો વાચકોના દિલમાં અમિટ છબિ ઊભી કરી છે. તેમના નિધનથી ગુજરાતના સાહિત્યિક અને પત્રકારિતા જગતને ના પુરાય એવી ખોટ પડી છે. એમ જણાવતાં મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થના આત્માની પરમ શાંતિની પ્રાર્થના કરી છે.
આ પણ વાંચો:- સુરત : કોન્સ્ટેબલ સુનિતા યાદવ સાથેના વિવાદ બાદ મંત્રીપુત્ર પ્રકાશ કાનાણી સામે ગુનો નોંધાયો
શિક્ષણ મંત્રીએ વ્યક્ત કર્યો શોક
પ્રખર રાજકીય સમીક્ષક વયોવૃદ્ધ કોલમિસ્ટ અને વિદ્વાન નગીનદાસ સંઘવીના અવસાન બદલ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ઊંડા શોક અને દુઃખની લાગણી વ્યક્ત કરી છે. ચુડાસમાએ જણાવ્યું છે કે, ગુજરાતી પત્રકારત્વના ઈતિહાસમાં સ્વર્ગસ્થ નગીનદાસ સંઘવીનું પ્રદાન ક્યારેય ભૂલી નહીં શકાય. આટલી વયોવૃદ્ધ ઉંમરે પણ તેઓ સતત જીવનની અંતિમ ક્ષણ સુધી લખતા જ રહ્યા તે કોઈ સામાન્ય વાત નથી.
રાજકીય પ્રવાહોની તલસ્પર્શી છણાવટ અને સાચા અર્થમાં અને તડ અને ફડ કરનારા નગીનદાસ સંઘવી પત્રકારત્વ ક્ષેત્રે તેમની યશસ્વી સેવાઓ માટે હંમેશા ચિરસ્મરણીય રહેશે. પરમ કૃપાળુ પરમાત્મા તેમના અવસાન બદલ તેમના પરિવારજનો પર આવી પડેલી આપત્તિને સહન કરવાની શક્તિ આપે તેવી અભ્યર્થના પણ ચુડાસમાએ વ્યક્ત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે