Biparjoy Cyclone: વાવાઝોડાના કારણે ગુજરાતના દરિયાનો કલર બદલાયો! આ વિસ્તાર પર સૌથી મોટું જોખમ

Biparjoy Cyclone: ગુજરાતના દરિયાકાંઠે હજુ પણ ચક્રવાતી તોફાન 'બિપોરજોય'નો ખતરો મંડરાઈ રહ્યો છે. આગામી 48 કલાકમાં બિપરજોય વાવાઝોડું ગુજરાતના નજીક પહોંચશે ત્યારે તેનું ખતરનાક રૂપ ધારણ કરી શકે છે.

Biparjoy Cyclone: વાવાઝોડાના કારણે ગુજરાતના દરિયાનો કલર બદલાયો! આ વિસ્તાર પર સૌથી મોટું જોખમ

Biparjoy Cyclone: ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાત પર કાળ બનીને મંડરાઈ રહેલા સંભવિત વાવાઝોડા બિપોરજોય અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અરબી સમુદ્રમાં સક્રિય બનેલા બપોરજોયની ફરી દિશા બદલાઈ છે, હવે આ વાવાઝોડું ગુજરાતના દરિયા નજીકથી પસાર થાય તેવું અનુમાન છે. હવે બિપોરજોય પાકિસ્તાનથી જખૌની દિશા તરફ ફંટાયું છે. 

ગુજરાતના દરિયાકાંઠે હજુ પણ ચક્રવાતી તોફાન 'બિપોરજોય'નો ખતરો મંડરાઈ રહ્યો છે. આગામી 48 કલાકમાં બિપરજોય વાવાઝોડું ગુજરાતના નજીક પહોંચશે ત્યારે તેનું ખતરનાક રૂપ ધારણ કરી શકે છે. ગુજરાતમાં પણ વિવિધ ભાગોમાં બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી શકે છે, સંભવિત વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. બીજી બાજુ દ્વારકાના દરિયામાં વાવાઝોડાની અસર જોવા મળી છે. 

No description available.

દ્વારકાના દરિયામાં વાવાઝોડાની અસર
દ્વારકાના દરિયાના પાણીનો એકાએક કલર બદલાયો હોવાનું જાણવા મળી રહ્યું છે અને દરિયો તોફાની બન્યો છે. ગુજરાતના દરિયારાંઠે વાવાઝોડાની અસર વર્તાઈ હોય તેવું જણાઈ રહ્યું છે. બીજી બાજુ માંડવી બીચ પર પ્રવાસીઓની અવરજવર ઘટી ગઈ છે. પ્રવાસીઓથી ધમધમતો બીચ ખાલી જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાંથી ઉદ્ભવતા ચક્રવાત બિપોરજોયની અસર કચ્છમાં પણ વર્તાઈ છે.

4 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી 
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાને કારણે 10, 11 અને 12 જૂને પવન 80થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે. જ્યારે 13 જૂને પવન 120 કિમી પ્રતિ કલાકની ઝડપ પણ પકડી શકે છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી છે. તો રાજ્યમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની અસર પણ રહેશે. 

બિપોરજોય પોરબંદરથી 640 કિલોમીટર દૂર
દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ પોરબંદરથી આ વાવાઝોડું 640 કિલોમીટર દૂર છે. આ વાવાઝોડું ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. બિપોરજોય વધુ આક્રમક બનીને આગળ વધી રહ્યું છે. બંદરો પર હાલ ભયજનક 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બિપોરજોયને લઈને ગુજરાતના તમામ જિલ્લામાં વહીવટી તંત્ર એલર્ટ છે.

No description available.

વિવિધ બીચ કરાયા બંધ
અરબી સમુદ્રમાં ઉદભવેલું બિપરજોય વાવાઝોડુંની શક્યતાને પગલે માંડવી બીચને 9થી 12 તારીખ સુધી સદંતર બંધ કરાયો છે. વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખી 23 ગામને સ્થળાંતર કરવાની તૈયારી કરવામાં આવી છે. વાવાઝોડાને લઈ કંડલા પોર્ટ પ્રશાસન એલર્ટ થઈ ગયું છે. કંડલા પોર્ટ પર જહાજના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. અબડાસા, જખૌ સહિત કાંઠાળપટ્ટાના વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

ભાવનગરમાં વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ 
સંભવિત વાવાઝોડાને લઈને ભાવનગર તંત્ર પણ એલર્ટ બની ગયું છે. તમામ બોટોને બંદર પર પરત બોલાવી દેવામાં આવી છે. તેમજ ઘોઘા સહિતના બંદર પર હાલ દરિયો શાંત જોવા મળ્યો છે. વાવાઝોડાની સ્થિતિ સામે તંત્ર તૈયારી દર્શાવી છે. 

તિથલ બીચ 14 જૂન સુધી બંધ
વલસાડના તિથલ બીચ પર ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. સાવચેતીના ભાગરૂપે તિથલ બીચને 14 જૂન સુધી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. વલસાડના ત્રણ કિલો મીટર લાંબા તિથલ બીચ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી સહેલાણીઓને આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news