રાજકોટમાં કોરોનાની ગંભીર સ્થિતિ વચ્ચે ચાલી રહ્યા છે કોચિંગ ક્લાસીસ
રાજકોટ (Rajkot) માં કોરોનાની ગંભીર સ્થિતિ વચ્ચે કોચિંગ ક્લાસીસ (Coaching Class) ચાલતા હોવાનું આવ્યું સામે છે. ICE એકેડમીમાં ક્લાસ શરૂ હોવાનો ઘટસ્ફોટ થયો છે.
Trending Photos
ગૌરવ દવે, રાજકોટ: રાજ્ય (Gujarat) માં સતત ફેલાઇ રહેલા કોરોના સંક્રમણ (Coronavirus) ને સ્થિતિ વધુ વિસ્ફોટક બની જાય છે. તંત્ર દ્વારા કોરોના પર કાબૂ મેળવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટ (Rajkot) માં કોરોનાની ગંભીર સ્થિતિ વચ્ચે કોચિંગ ક્લાસીસ (Coaching Class) ચાલતા હોવાનું આવ્યું સામે છે. ICE એકેડમીમાં ક્લાસ શરૂ હોવાનો ઘટસ્ફોટ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ (Rajkot) ના 150 ફૂટ રિંગરોડ પર આવેલા નાણાવટી ચોકના એક કોમ્પલેક્સમાં 100 થી વધારે બોલાવીને કોચિંગ ચલાવવામાં આવતા હોવાની પોલીસ (Police) ને માહિતી પ્રાપ્ત થઇ હતી. જેના આધારે આજે પોલીસની એક ટીમ ચેકિંગ માટે પહોંચી હતી. જ્યાં ICE એકેડમીમાં ક્લાસ ચાલી રહ્યા હતા, 100 થી વધુ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા.
પોલીસ (Police) તપાસમાં જાણવા મળ્યું હતું કે કોચિંગ ક્લાસ (Coaching Class) ના વિદ્યાર્થીઓને બેગ કે ચોપડા વિના આવવા માટે કહેવામાં આવ્યું હતું. તથા કોઇને જાણ ન થાય તે માટે બાઇક દૂર પાર્ક કરવા માટે કહેવામાં આવ્યું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી કલાસિસને બંધ કરાવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે 8 મહાનગરોમાં શૈક્ષણિક કાર્ય તથા ટ્યૂશન ક્લાસીસ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો ત્યારે રાજકોટમાં આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને બોલાવી ક્લાસ ચલાવવામાં આવી રહ્યા હોવાથી અનેક વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ ફેલાવાની દહેશત જોવા મળી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે