બનાસકાંઠામાં કોઈ જિલ્લો કે તાલુકો અલગ કરવાની કોઈ વાત નથી: સીએમ રૂપાણી

પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે આજે પાલનપુર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી આવી પહોંચ્યા હતા. 70માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી બે દિવસ બનાસકાંઠામાં મુખ્યમંત્રી રોકાશે.

બનાસકાંઠામાં કોઈ જિલ્લો કે તાલુકો અલગ કરવાની કોઈ વાત નથી: સીએમ રૂપાણી

અલકેશ રાવ, પાલનપુર: આગામી 26મી જાન્યુઆરીના રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી બનાસકાંઠાના પાલનપુર ખાતે યોજાનાર હોઇ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી પાલનપુર આવી પહોંચ્યા હતા જ્યાં તેવોએ બાઈક રેલીને પ્રસ્થાન કરાવી યુવા સંમેલનને સંબોધ્યું હતું.

પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે આજે પાલનપુર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી આવી પહોંચ્યા હતા. 70માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી બે દિવસ બનાસકાંઠામાં મુખ્યમંત્રી રોકાશે. જયારે આજે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે યુવા બાઇક રેલીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં 500થી પણ વધુ બાઇક ચાલકો જોડાયા હતા. ત્યાર બાદ વિદ્યા મંદિર ખાતે યુવા સમેલનનું આયોજન કરાયું હતું. જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યુવાનોને સંબોધયા હતા અને વિશિષ્ટ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર યુવાનોને સન્માન પત્ર આપી સન્માનિત કર્યા હતા.

જ્યારે બનાસકાંઠામાં છેલ્લા ઘણા સમયથી સોશ્યલ મીડિયામાં અલગ જિલ્લો અને તાલુકાની વાતો વહેતી થઈ હતી. જે મામલે તમામ અટકળો પર પૂર્ણ વિરામ મૂક્યું હતું અને આ મામલે કોઈજ અલગ જિલ્લો કે તાલુકો બનવાનો ના હોવાનું રૂપાણીએ જણાવ્યું હતું અને તમામ અટકળો ઉપર અંત મુક્યો હતો. મુખ્યમંત્રી સાથે કેન્દ્રીય રાજયમંત્રી હરિભાઈ ચૌધરી, રાજ્ય મંત્રી પરબતભાઇ પટેલ તેમજ બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news