VIDEO : જબરદસ્ત છે 'ભારત'નું ટીઝર, 1.26 મિનિટમાં જ સલમાન જીતી લેશે દિલ

ફિલ્મની ટીમ છેલ્લું શૂટિંગ શેડ્યુલ પુરુ કરવામાં લાગેલી છે

VIDEO : જબરદસ્ત છે 'ભારત'નું ટીઝર, 1.26 મિનિટમાં જ સલમાન જીતી લેશે દિલ

નવી દિલ્હી : બોલિવૂડના દબંગ ગણાતા સલમાન ખાનના ચાહકો તેની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આજે આ ફિલ્મનું ટીઝર લોન્ચ કરવામાંઆવ્યું છે. સલમાનની આગામી 'ભારત' ઇદ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મનું 1.26 મિનિટનું ટીઝર દર્શકોને બહુ પસંદ પડ્યું છે. 

ફિલ્મ અલી અબ્બાસ ઝફરે ડિરેક્ટ કરી છે. તેમાં સલમાનની સાથે કેટરિના કૈફ, દિશા પટ્ટણી અને નોરા ફતેહી મહત્વના કિરદારમાં છે. કોમેડિયન સુનિલ ગ્રોવર પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં દેખાશે. ફિલ્મમાં સ્વતંત્રતા પહેલાનું ભારત દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મમાં સલમાન જુદા જુદા અવતારમાં જોવા મળે છે. આ વર્ષે ઈદના રોજ ફિલ્મ રીલીઝ થવાની છે. ચાહકોને સલમાન એક નવા જ અંદાજમાં જોવા મળશે. 

મળતી માહિતી પ્રમાણે 'ભારત'ની ટીમ ફિલ્મનું છેલ્લું શેડ્યુલ પુરું કરવામાં લાગેલી છે. હાલમાં જ ફિલ્મના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરે ટ્વિટ કરીને આ વાત દર્શકો સાથે શેયર કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news