ભવ્ય વિજય બાદ વિજય રૂપાણીએ કહ્યું, ‘2022ની ચૂંટણીનું આ ટ્રેલર છે’
Trending Photos
- તમામ બેઠકો પર જીતની આશા પ્રબળ બની જતા જ પ્રમુખ સી આર પાટીલ મુખ્યમંત્રી રૂપાણીને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. બંને એક જ ગાડીમા કમલમ ખાતે પહોંચ્યા હતા.
ઝી મીડિયા/બ્યૂરો :મતગણતરીના ચાર કલાક પૂરા થઈ ગયા છે, ત્યારે પેટાચૂંટણી (byelection) ના પરિણામનું ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. અબાડાસા, ધારી, ડાંગ, ગઢડા, લીંબડી, કરજણ, કપરાડા જેવી સાત બેઠકો પર ભાજપ સારી એવી લીડથી આગળ નીકળી ગયું છે. માત્ર એક મોરબી બેઠક પર રસાકસીભર્યો માહોલ છે. જેમાં પણ ભાજપના બ્રિજેશ મેરજા 17 રાઉન્ડના અંતે આગળ આવી ગયા છે. ત્યારે દિવાળી પહેલા ભાજપની ઝોળીમાં મોટી સફળતા આવી છે. પેટાચૂંટણીમાં બાજપ મહાબલી સાબિત થયુ છે. તો ભાજપના કાર્યાલય કમલમ ખાતે વિજયોત્સવ ઉજવવામાં આવ્યો છે. મતદારોએ ભાજપને મોટી દિવાળી ગિફ્ટ આપી છે. પેટાચૂંટણીમાં ભાજનો ઢોલ વાગ્યો છે તેવો મતદારોએ સ્પષ્ટ બહુમતી સાથે જણાવી દીધું છે.
સીઆર પાટીલ ભાજપના પ્રમુખ બન્યા બાદની આ તેઓની પ્રથમ ચૂંટણી છે. ત્યારે તેમના માટે આ જીત બહુ જ મહત્વની બની રહી છે. કમલમ ખાતે મોટી સંખ્યામા કાર્યકર્તાઓ પહોંચી ગયા છે, અને ઢોલનગારાના તાલે જશ્ન મનાવી રહ્યા છે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ ખુશીમાં સામેલ થવા પહોંચી ગયા હતા. તમામ બેઠકો પર જીતની આશા પ્રબળ બની જતા જ પ્રમુખ સી આર પાટીલ મુખ્યમંત્રી રૂપાણીને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. બંને એક જ ગાડીમા કમલમ ખાતે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાર્ટીના પ્રમુખનું મોઢું મીઠું કરાવ્યું હતું. તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ પહોંચ્યા હતા.
2022ની ચૂંટણીનું આ ટ્રેલર છે
વિજય બાદ સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું કે, સમગ્ર દેશમાં મતગણતરી નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયા છીએ. સમગ્ર જગ્યાએ એનડીએ આગળ છે. સર્વત્ર ભાજપનો વિજય થયો છે. ગુજરાતમાં આઠેય આઠ બેઠક પર ભાજપ જીતની દિશામાં આગળ વધી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નેતૃત્વમાં ચાલતી દિલ્હીની સરકાર તેમના કરેલા કામો એક મજબૂત નેતૃત્વ ભાજપ પાસે જ છે, જેમાં લોકોએ ભરોસો રાખ્યો છે. મતદારો અને ગુજરાતની જનતાનો આ વિજય છે. ગુજરાતમાં પણ ભાજપ સરકારે જે પ્રજાલક્ષી કામો કર્યા છે લોકોએ પ્રતિસાદ આપ્યો છે. કચ્છની દક્ષિણ ગુજરાતની આદિવાસીની સીટો સૌરાષ્ટ્રની સીટો હતી. દરેક સમાજમાં કેટલાક મુસ્લિમ વિસ્તાર હતો, આદિવાસી પ્રભાવિત વિસ્તાર હતો, ત્યાં પણ અમને મત મલ્યા છે. ડાંગના ઈતિહાસમાં પહેલીવાર આટલી સરસાઈ મળી છે. ત્યાં લોકોએ ભરી ભરીને મત આપ્યા છે. કોંગ્રેસનો સંપૂર્ણ રકાસ થયો છે, પ્રજામાં કોંગ્રેસ ખલાસ થઈ ગઈ છે. આ ચૂંટણી 2022ની ચૂંટણીનું ટ્રેલર છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂટણી, 2022ની ચૂંટણીમાં દિશાનિર્દેશન કરનારું આ પરિણામ છે. ભાજપે કોંગ્રેસની કમર પર છેલ્લો ખીલો ઠોક્યો છે. પ્રજાની અપેક્ષાઓ ક્યાંય ઓછી ન થાય તેની અમે ચિંતા કરીશું. કોરોનાકાળમાં આ ચૂંટણી યોજાઈ તેમાં લોકોએ અનેક વાતો કરી. પરંતુ મતદાન પણ ભારે થયું અને લીડ પણ સારી મળી. આ વિજય જનતાનો વિજય છે. તેમની લાગણી અને ઈચ્છાઓને પૂરી કરીશું તેની ખાતરી આપીએ છીએ. હવે ભાજપના 111 ધારાસભ્ય બન્યા છે. એક મજબૂત સરકાર તરીકે અને વિશેષ આગળ વધીશું.
ભવ્ય જીત થઈ છે - સીઆર પાટીલ
સીઆર પાટીલે જીત બાદ કહ્યું કે, જીત તો થઈ છે, પણ ભવ્ય જીત થઈ છે. કાર્યકર્તાઓનો આભાર માનું છું. લોકો વચ્ચે જવામાં કોંગ્રેસના કાર્યર્તાઓની હિંમત નથી. એટલે હારની બેસ્યા બેસ્યા ટ્વીટ કરી રહ્યા છે. વિજય રૂપાણીએ લોકોના મન જીત્યા, જીત માટે એક વાતાવરણ તેના માટે નિર્માણ થયું છે. કોંગ્રેસના ધારાસભ્યોને લેવાના મુદ્દા ઉપર સી આર પાટીલે કહ્યું કે, પેટા ચૂંટણીની વાત હતી, એ પૂરી થઈ છે. 2022માં ભાજપ પાસે સારા ઉમેદવારો હશે.
સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપના કાર્યકર્તાઓને બદરીનાથમાં અકસ્માત નડ્યો હતો, અને તેમના મોત નિપજ્યા હતા. ત્યારે સીએમ રૂપાણીએ તેઓને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે