અમદાવાદમાં ભીષણ આગ: CM રૂપાણીએ મૃતકોના પરિવારને 4-4 લાખ રૂપિયાની સહાય કરી જાહેર

અમદાવાદના પિરાણા પીપલજ રોડ પર આવેલા નાનુકાકા એસ્ટેટમાં કપડાના ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી હતી. આ આગની ઘટનામાં 10 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે હજુ પણ 1 મિસિંગ હોવાનું જાણવા મળી રહ્યું છે

અમદાવાદમાં ભીષણ આગ: CM રૂપાણીએ મૃતકોના પરિવારને 4-4 લાખ રૂપિયાની સહાય કરી જાહેર

હિતલ પારેખ/ ગાંધીનગર: અમદાવાદના પિરાણા પીપલજ રોડ પર આવેલા નાનુકાકા એસ્ટેટમાં કપડાના ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી હતી. આ આગની ઘટનામાં 10 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે હજુ પણ 1 મિસિંગ હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે અમદાવાદ આગની ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને ચાર-ચાર લાખ રૂપિયાની સહાય આપવાની મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને ઘટનાની તપાસનો રિપોર્ટ સોંપવા બે અધિકારીઓની નિમણૂક કરાઈ છે.

9 લોકોના મોત નિપજ્યા, 2ની હાલત નાજુક
અમદાવાદના પિરાણા પિપલ રોડ પર આવેલ નાનુકાકા એસ્ટેટના કાપડના ગોડાઉનમાં 11 વાગ્યાની આસપાસ મોટો બ્લાસ્ટ થયો હતો. ગોડાઉનમા બ્લાસ્ટ થતા તેની છત ધરાશયી થઈ હતી. જેથી નીચે કામ કરી રહેલા મજૂરો પર છત પડી હતી. જો કે, બ્લાસ્ટ બાદ ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. કાટમાળમાં 20 જેટલા મજૂરો ફસાયા હોવાનું જાણાવવામાં આવી રહ્યું છે. આગને પગલે ફાયર વિભાગ તાત્કાલિક દોડતુ થયું હતું. ફાયર વિભાગ દ્વારા ફસાયેલા 18 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. તમામને સારવાર માટે એલજી હોસ્પિટલમા ખસેડાયા હતા. જેમાં 9 લોકોના મોત નિપજ્યા છે અને અન્ય 9 લોકો સારવાર હેઠળ છે. જેમાંથી 2ની હાલત નાજુક છે. ત્યારે અન્ય 2 ગુમ હોવાનું સામે આવ્યું છે.

— CMO Gujarat (@CMOGuj) November 4, 2020

મૃતક પરિવારોને ચાર-ચાર લાખ રૂપિયાની સહાય
ત્યારે અમદાવાદમાં થયેલી આગ દુર્ઘટનામાં જાન ગુમાવનારા કમનસીબ વ્યક્તિઓ પ્રત્યે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંવેદના વ્યક્ત કરતા મૃતક પરિવારોને ચાર-ચાર લાખ રૂપિયાની સહાયની ઘોષણા કરી છે. મુખ્યમંત્રી દ્વારા આ ઘટના અંગેનો રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરવા માટે તાત્કાલિક બે ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપાવામાં આવી છે. આ ઘટનાની તપાસ માટે શ્રમ રોજગારના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા અને જી.પી.સી.બી.ના ચેરમેન સંજીવકુમારની નિમણૂક કરી છે.

પીએમ મોદીએ કર્યું ટ્વીટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીરાણા પીપલજ રોડ પર બ્લાસ્ટ અંગે ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું. મૃતકોના પરિવાર અને ઈજાગ્રસ્તોને સંવેદના પાઠવી

— Narendra Modi (@narendramodi) November 4, 2020

ગૃહ મંત્રી અમિત શાહએ કર્યું ટ્વીટ
અમદાવાદમાં કપડાના ગોડાઉનમાં લાગેલી આગના સમાચાર અત્યંત દુ:ખદ છે. સ્થાનિક વહીવટ તંત્ર ઘટના સ્થળે તમામ શક્ય મદદ કરી રહી છે. હું આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને ઇજાગ્રસ્તોની સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.

— Amit Shah (@AmitShah) November 4, 2020

સીએમ રૂપાણીએ કર્યું ટ્વીટ
અમદાવાદ આગની દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતા લખ્યું કે, અધિકારીઓને જરૂરી કામગીરી કરવા સૂચના આપી. ઈજાગ્રસ્તોના જલદીથી સ્વસ્થ થવા અને મૃત્કના આત્માની શાંતી માટે હું પ્રાર્થના કરું છું. 

— Vijay Rupani (@vijayrupanibjp) November 4, 2020

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news