કોરોના: ટોસિલિઝુમેબ ઈન્જેકશન મામલે જીજ્ઞેશ મેવાણીના આક્ષેપોને સિવિલના OSD ડૉ.પ્રભાકરે ફગાવ્યાં
ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી (Jignesh Mevani )એ ટોસિલિઝુમેબ ઈન્જેકશન ( toxilizumab injection) મામલે કરેલા આક્ષેપ મામલે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઓફિસ ઓન સ્પેશિયલ ડ્યૂટી ડૉક્ટર એમ.પ્રભાકરે જવાબ આપ્યો છે. તેમણે મેવાણીના તમામ આક્ષેપો ફગાવ્યાં છે.
Trending Photos
અતુલ તિવારી, અમદાવાદ: ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી (Jignesh Mevani )એ ટોસિલિઝુમેબ ઈન્જેકશન ( toxilizumab injection) મામલે કરેલા આક્ષેપ મામલે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઓફિસ ઓન સ્પેશિયલ ડ્યૂટી ડૉક્ટર એમ.પ્રભાકરે જવાબ આપ્યો છે. તેમણે મેવાણીના તમામ આક્ષેપો ફગાવ્યાં છે.
અમદાવાદ સિવિલના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી એમ. પ્રભાકરે જીજ્ઞેશ મેવાણીના આક્ષેપો ફગાવ્યાં અને કહ્યું કે અત્યાર સુધી નીતિ નિયમ મુજબ જરૂર જણાય તેવા કોરોના (Corona) ના દર્દીઓને ટોસિલિઝુમેબ ઈન્જેકશન આપી રહ્યા છીએ. અત્યાર સુધીમાં 21 કોરોનાના દર્દીઓને સારવાર દરમિયાન ટોસિલિઝુમેબ ઈન્જેકશન આપવામાં આવ્યા હોવાનો તેમણે દાવો કર્યો. દર્દીઓ પાસેથી ખાનગી મેડિકલ સ્ટોર ખાતેથી ઈન્જેકશન ન મંગાવવામાં આવતું હોવાનું પણ તેમણે જણાવ્યું.
તેમણે જરૂરી હોય તેવા દર્દીઓને વિનામૂલ્યે ગુજરાત સરકાર તરફથી ટોસિલિઝુમેબ ઈન્જેકશન આપવામાં આવતા હોવાનો પણ દાવો કર્યો. તેમના જણાવ્યાં મુજબ GMSCL તરફથી જરૂરિયાત મુજબ ઇન્જેક્શનનો જથ્થો પૂરો પાડવામાં આવે છે.
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે જીજ્ઞેશ મેવાણીએ આક્ષેપ કર્યો હતો કે, ઈન્જેકશન હોવા છતાં દર્દીઓને આપવામાં આવતા નથી, દર્દીઓને ખાનગી હોસ્પિટલમાંથી ઈન્જેકશન લાવવા માટે કહેવામાં આવે છે, હાલમાં ઈન્જેકશન સરકાર પાસે ન હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે