એક લાખથી વધુ વડોદરાવાસીઓને ઝટકો! સિટી બસની મુસાફરી મોંઘી બનશે, અરે...મીનીમમ ભાડું જ આટલું બધું!

વડોદરામાં રોજ એક લાખથી પણ વધુ નાગરિકો સિટી બસ સેવાનો ઉપયોગ કરે છે. શહેરના વિવિધ રૂટ પર અંદાજિત 130 જેટલી સિટી બસો ચાલે છે. ત્યારે કોર્પોરેશનના શાસકો અને અધિકારીઓના કારણે સિટી બસ ચલાવતાં કોન્ટ્રાક્ટરે 1 એપ્રિલથી સિટી બસનું મીનીમમ ભાડું 5 રૂપિયાના બદલે 7 રૂપિયા કરવાનું નક્કી કર્યું છે.

એક લાખથી વધુ વડોદરાવાસીઓને ઝટકો! સિટી બસની મુસાફરી મોંઘી બનશે, અરે...મીનીમમ ભાડું જ આટલું બધું!

રવિ અગ્રવાલ/વડોદરા: લોકસભાની ચૂંટણી ટાણે વડોદરામાં સિટી બસની મુસાફરી મોંઘી થવાની છે. કોર્પોરેશનના શાસકો અને અધિકારીઓના કારણે સિટી બસ ચલાવતાં કોન્ટ્રાક્ટરે 1 એપ્રિલથી સિટી બસનું મીનીમમ ભાડું 5 રૂપિયાના બદલે 7 રૂપિયા કરવાનું નક્કી કર્યું છે. ત્યારે કેમ સિટી બસનું ભાડું વધારવામાં આવશે? તે જાણવું જરૂરી છે.

વડોદરામાં રોજ એક લાખથી પણ વધુ નાગરિકો સિટી બસ સેવાનો ઉપયોગ કરે છે. શહેરના વિવિધ રૂટ પર અંદાજિત 130 જેટલી સિટી બસો ચાલે છે. છેલ્લા ઘણા સમયથી સિટી બસનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો હોવા છતાં કોર્પોરેશનના અધિકારી શાસકો છેલ્લા બે વર્ષથી કોન્ટ્રાકટરને એકસટેન્શન આપ્યા કરે છે. 

સિટી બસના કોન્ટ્રાક્ટરે ગઈકાલે સ્માર્ટ સિટી વડોદરાના સીઈઓ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એચ જે પ્રજાપતિ, પાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીને પત્ર લખી 1 એપ્રિલથી સિટી બસના ટિકિટના મીનીમમ ભાડામાં પ્રતિ 2 કિલોમીટરના 5 રૂપિયાના બદલે 7 રૂપિયા કરવામાં આવશે તેવી જાણ કરી છે.

બીજા સ્ટેજમાં દર બે કિલોમીટરએ 1 રૂપિયા વધારવામાં આવશે. જેથી સિટી બસમાં મુસાફરી કરતા નાગરિકોને હવે ટિકિટના વધુ રૂપિયા ચૂકવવા પડશે. ત્યારે સિટી બસમાં મુસાફરી કરતા નાગરિકોએ બસના ટિકિટના ભાડામાં વધારો કરવાના નિર્ણયને ખોટો ગણાવ્યો છે. નાગરિકોએ કહ્યું સિટી બસમાં ટિકિટના ભાડા વધવાના બદલે ઘટવા જોઈએ.

સિટી બસના કોન્ટ્રાક્ટરે અધિકારી અને શાસકોને લખેલા પત્રમાં પેન્ડિંગ બિલના ચુકવણા ન થયા હોવાનો તેમજ અન્ય પડતર પ્રશોનોનું નિરાકરણ ન આવ્યા હોવાથી ભાડું વધારી રહ્યા હોવાનું કારણ દર્શાવ્યું છે. જેને લઈ પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે કોન્ટ્રાક્ટરે ભાડું વધારવા માટે અમને ઈ-મેઈલ કરીને જાણકારી આપી છે. કોન્ટ્રાકટર ભાડું વધારી શકે છે. કોન્ટ્રાકટરને સમયસર બિલના નાણાં ચૂકવાય છે એટલે આક્ષેપો ખોટા છે.

મહત્વની વાત છે કે સિટી બસ કોન્ટ્રાકટર અને પાલિકા વચ્ચેના વિવાદના કારણે નાગરિકોને લોકસભા ચૂંટણી સમયે સિટી બસની મોંઘી મુસાફરી કરવાનો વારો આવશે. ત્યારે કોર્પોરેશનના શાસકોએ દરમિયાનગીરી કરી નાગરિકોના હિતમાં યોગ્ય નિર્ણય લેવાય તે પ્રકારે કામગીરી કરવી જોઈએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news