ગુજરાતી જમાઈ! માધુરી અને ડિમ્પલને તો કિસ સીનમાં નાની અપાવી દીધી હતી યાદ, 3 હિરોઈનો સાથે હતું અફેર

Madhuri Dixit Kissing Scene: ડિમ્પલ કાપડિયાએ તેની કારકિર્દીમાં હિન્દી સિનેમાને ઘણી હિટ ફિલ્મો આપી છે. પરંતુ શું તમે જાણો છો કે એકવાર તેની સાથે સેટ પર એક વિચિત્ર ઘટના બની હતી. જેણે અભિનેત્રીના હોશ ઉડાવી દીધા હતા.

ગુજરાતી જમાઈ! માધુરી અને ડિમ્પલને તો કિસ સીનમાં નાની અપાવી દીધી હતી યાદ, 3 હિરોઈનો સાથે હતું અફેર

Vinod Khanna Kissing Scene With Madhuri Dixit Dimple Kapadia: આપણે અહીં વાત કરી રહ્યાં છીએ વિનોદ ખન્નાની. વિનાદ ખન્નાની કરિયરની જેમ જ તેમનું અંગત જીવન રોલર કોસ્ટર જેવું ચડાવઉતારથી ભરપૂર હતું. વિનોદના જન્મ પછી તેનો પરિવાર ભાગલા તથા ભારત શિફ્ટ થઈ ગયો હતો. વિનોદ ખન્ના હિરો બન્યા એ પછી તેનું નામ પરવીન બાબી, ઝીનત અમાન તેમજ અમૃતા સિંહ જેવી હિરોઇનો સાથે જોડાયું હતું પણ તેના જીવનની સૌથી પહેલી મહિલા હતી ગીતાંજલી.

વિનોદ ખન્નાનું સાસરિયું ગુજરાતી છે અને તેમનાં સાસુ જાણીતાં બિઝનેસવુમન હતાં. વિનોદ ખન્નાએ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાના અભિનયથી બધાનું દિલ જીતી લીધું છે અને તમને જણાવી દઈએ કે, તેમના ફિલ્મી કરિયર દરમિયાન તેમણે હિન્દી સિનેમાને ઘણી હિટ ફિલ્મો પણ આપી છે. આ સાથે તેણે ઘણી જાણીતી અભિનેત્રીઓ સાથે પણ કામ કર્યું છે.

તમને જણાવી દઈએ કે ભલે વિનોદ ખન્નાની પહેલી ફિલ્મ વિલનની હતી પણ તેમની મોટાભાગની ફિલ્મો સુપરહિટ રહી હતી. આમ છતાં વિનોદ ખન્ના સાથે રોમેન્ટિક સીન કરતાં હીરોઈનો ફફડી જતી હતી. આમાં ડિમ્પલ કાપડિયા અને માધુરીનો નંબર પહેલો હતો. જાણકારી માટે તમને જણાવી દઈએ કે ડિમ્પલ કાપડિયા અને વિનોદ ખન્ના બંને એક ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા હતા. આ ફિલ્મ મહેશ ભટ્ટની 'પ્રેમ ધર્મ' હતી. એટલું જ નહીં આ ફિલ્મમાં વિનોદ ખન્ના અને ડિમ્પલ કાપડિયાને બેડ સીન કરવાનો હતો.  જ્યાં બંનેએ એકબીજાને ચુંબન કરવાનું હતું અને બાદમાં એક્ટરે ડિમ્પલ કાપડિયાને ગળે લગાડવાનો સીન હતો પરંતુ આ સીન શરૂ થતાં જ વિનોદ ખન્નાએ ડિમ્પલ કાપડિયાને કિસ કરવાનું શરૂ કરી દીધું હતું.

માધુરી અને ડિમ્પલના હોઠ કરડી લીધા
પરંતુ આ સીન પૂરો થતાં જ મહેશ ભટ્ટે પણ કટ કટની બુમ પાડી હતી.  પરંતુ વિનોદ ખન્ના ઓછા અંતરને કારણે કટ સાંભળી શક્યા ન હતા અને ડિમ્પલને સતત કિસ કરી રહ્યાં હતા. જેના પર અભિનેત્રી પણ ખૂબ જ નર્વસ થઈ ગઈ હતી.  માધુરી સાથે વિનોદ ખન્નાનો સીન પણ જબરદસ્ત ચર્ચામાં રહ્યો હતો.  વિનોદ ખન્ના (Vinod Khanna) એક્ટ્રેસના કિસ કરતાં બેકાબૂ (Vinod Khanna Madhuri Dixit lip lock scene) થઇ ગયા હતા અને તેણે માધુરીના હોઠ કરડી લીધાં હતાં. ખરેખર માધુરી દીક્ષિતે ફિલ્મ 'દયાવાન'માં 'આજ ફિર તુમ પે પ્યાર આયા હૈ' સોન્ગમાં વિનોદ ખન્ના સાથે ઇન્ટીમેટ સીન આપ્યા હતા. આ દરમિયાન એક્ટરે તેના હોઠ કરડી લીધાં હતાં. આજ સુધી આ સીનને બોલિવૂડના હોટ કિસિંગ સીનમાંથી એક ગણવામાં આવે છે. 

વિનોદ ખન્નાએ બે લગ્ન કર્યા છે. તેણે પહેલાં લગ્ન તેની કોલેજ ફ્રેન્ડ ગીતાંજલી સાથે અને બીજા લગ્ન કવિતા દફ્તરી સાથે કર્યા હતા. વિનોદ ખન્ના અને ગીતાંજલીના લગ્ન પછી એક જ વર્ષમાં દીકરા રાહુલનો અને પછી દીકરા અક્ષયનો જન્મ થયો હતો. એ સમયે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શશિ કપૂર પછી વિનોદ ખન્નાની ગણતરી ફેમિલી મેન તરીકે થતી હતી અને તેમણે વર્ષો સુધી રવિવારે શૂટિંગ ન કરવાનો નિર્ણય પાળ્યો હતો.

એક ઈન્ટરવ્યુમાં વિનોદ ખન્નાએ જણાવ્યું હતું કે તેમના પરિવારમાં તેમની માતા અને બહેન સહિત ઘણા લોકો એક વર્ષમાં જ ગુજરી ગયા હતા અને વિનોદ ખન્ના પોતાના પ્રિયજનોના આ રીતે જતા રહેવાના દુઃખમાં ખરાબ રીતે ભાંગી પડ્યા હતા અને તેમને લાગવા માંડ્યું હતું કે તેઓ એક દિવસ મરી જશે. આ તે સમય હતો જ્યારે તેણે નક્કી કર્યું કે તે ઓશો પાસે જશે.

પરિવારના મોત બાદ ઓશો તરફ આકર્ષાયા
જોકે પછી વિનોદ ખન્નાએ રજનીશના પ્રભાવમાં આવીને બોલિવૂડને કાયમ માટે અલવિદા કરી દીધી હતી જેના પગલે તેના અને ગીતાંજલિના સંબંધો વણસી ગયા હતા અને તેમણે ડિવોર્સ લઈ લીધા હતા. ગીતાંજલી સાથેના લગ્ન બાદ તે બે દીકરાઓ રાહુલ અને અક્ષયનો પિતા બન્યો હતો જ્યારે બીજા લગ્ન પછી તેને સંતાનમાં દીકરો સાક્ષી અને દીકરી શ્રદ્ધા થયા હતા. ઓનલાઈન મીડિયા અહેવાલો અનુસાર, વિનોદ ખન્ના અકસ્માતમાં તેમના પિતરાઈ અને માતાના મૃત્યુ બાદ ઓશો પ્રત્યે આકર્ષાયા હતા.

વિનોદ ખન્ના આધ્યાત્મિક માર્ગદર્શન મેળવવા માંગતા હતા. તે સમયે વિનોદ ખન્ના ‘શત્રુતા’ નામની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. વિનોદ ખન્નાની પહેલી પત્ની ગીતાંજલી સાથે બહુ ઓછા લોકો જાણે છે. વિનોદ ખન્નાના રજનીશ તરફના ઝુકાવને કારણે ગીતાંજલી અને વિનોદના લગ્ન ડિવોર્સમાં પરિણમ્યા હતા. વિનોદ ખન્નાએ આ ઇન્ટવ્યૂમાં કહ્યું છે કે ‘મારી અને ગીતાંજલીની મુલાકાત કોલેજમાં થઈ હતી. મારા પિતાએ મારું એડમિશન કોમર્સ કોલેજમાં કરાવ્યું જેથી હું મારો ફેમિલી બિઝનેસ સંભાળી શકું.

મારી ઘણી ગર્લફ્રેન્ડ હતી
મારી કોલેજ લાઇફ બહુ રંગીન હતી.  મેં થિયેટરમાં બહુ મજા કરી હતી અને મારી ઘણી ગર્લફ્રેન્ડ હતી. અહીં મારી મુલાકાત ગીતાંજલી સાથે થઈ હતી. તે ટોચની મોડેલ હતી. અમે ડેટિંગ ચાલુ કર્યું. મારા પિતા મારા બોલિવૂડમાં કામ કરવાના વિરોધમાં હતા પણ મારી માતાની સમજાવટ પછી મને બે વર્ષ સુધી બોલિવૂડમાં કામ કરવાની પરવાનગી મળી. સુનીલ દત્તે પછી મને ‘મન કા મિત’ ઓફર કરી હતી. આ ફિલ્મ રિલીઝ થઈ પછી મારા કામના બહુ વખાણ થયા હતા અને એક જ અઠવાડિયામાં 15 ફિલ્મો સાઇન કરી લીધી હતી. સફળતાની સાથે જ મેં અને ગીતાંજલીએ લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો હતો.’

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news