રોક શકો તો રોક લો..!! ડ્રાઇવર વગર ખેતરમાં દોડ્યું ટ્રેક્ટર; પાકનો કચ્ચરઘાણ નીકળ્યો! VIDEO વાયરલ

ઇડરના ચોરીવાડમાં ત્રણ દિવસ પહેલા 7 ફેબ્રુઆરીના રોજ ગામના ખેત મજૂર ખેતરમાં પડી રહેલ ટ્રેક્ટર ચાલુ કરી નીકળ્યો હતો. દરમિયાન થોડે આગળ જતાં જ ટ્રેક્ટર પલટી મારી ગયું હતું અને ચાલક રોડ પર પટકાયા બાદ ટ્રેક્ટર પલટી ખાઈને રોડ સાઈડના ખેતરમાં પડ્યું હતું

રોક શકો તો રોક લો..!! ડ્રાઇવર વગર ખેતરમાં દોડ્યું ટ્રેક્ટર; પાકનો કચ્ચરઘાણ નીકળ્યો! VIDEO વાયરલ

ઝી બ્યૂરો/સાબરકાંઠા: સાબરકાંઠાના ઈડરના ચોરીવાડ ગામે ડ્રાઈવર વગર ટ્રેક્ટર ખેતરમાં ફર્યું છે. ડ્રાઈવર ટ્રેક્ટર પરથી પડી જતાં આ ઘટના બની હતી. 2 દિવસ પહેલાનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. 
સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના ચોરીવાડ ગામમાં ત્રણ દિવસ પહેલા ખેતરમાં ચાલક વગર ખેતરમાં દોડતું ટ્રેક્ટરનું દ્રશ્ય સ્થાનિકોએ કેમેરામાં કેદ કર્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ હવે સહુ‌ કોઈ આ કેવી‌ રીતે ‌થયુ‌ તેની ચર્ચા ‌કરવાની‌ સાથે સાથે રમૂજી મિમ્સ પણ બનાવી રહ્યા છે.                                

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ઇડરના ચોરીવાડમાં ત્રણ દિવસ પહેલા 7 ફેબ્રુઆરીના રોજ ગામના ખેત મજૂર ખેતરમાં પડી રહેલ ટ્રેક્ટર ચાલુ કરી નીકળ્યો હતો. દરમિયાન થોડે આગળ જતાં જ ટ્રેક્ટર પલટી મારી ગયું હતું અને ચાલક રોડ પર પટકાયા બાદ ટ્રેક્ટર પલટી ખાઈને રોડ સાઈડના ખેતરમાં પડ્યું હતું અને પછી ચાલક વગર જ કેપ્સીકમ મરચાના વાવેતરવાળા ખેતરમાં 25 મિનીટ ફર્યું હતું. 

ખેડૂતો તેમજ અન્ય લોકો દ્વારા ટ્રેક્ટરને રોકવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો એ એક તબક્કે ટ્રેક્ટર વીજ ડીપીને ટકરાયા બાદ ફરીથી ખેતરમાં ફરતું હતું. ટ્રેક્ટરને ચાલક વગર જ ફરતું જોઇને આસપાસના લોકોએ આ દ્રશ્યને કેમરામાં કેદ કર્યું હતું. આ વીડિયો વાઈરલ થયા બાદ લોકો પણ અચંબિત થઈ ગયા હતા. અંતે આ ચાલક વગર ખેતરમાં દોડતા ટ્રેક્ટરને સાહસિક ખેડૂતે ઉપર ચઢીને, ટ્રેક્ટર બંધ કરી રોક્યું હતું અને ત્યારબાદ ખેતરના માલિકને જાણ કરી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news