મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વન મહોત્સવની શરૂઆત કરીને જન્મ દિવસની ઉજવણી કરી

કોમનમેન તરીકેની છાપ ધરાવતા રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ૬૫માં જન્મદિવસના અવસરે દિવસની શરૂઆત પર્યાવરણના જતન માટે 71મા વન મહોત્સવના શુભારંભથી કરી હતી. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ટેલિફોનિક શુભેચ્છાઓ પાઠવીને મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતની વિકાસયાત્રા વધુ વેગવાન બને એવા આશિષ પાઠવ્યા હતા. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ મુખ્યમંત્રીવિજય રૂપાણી સાથે ટેલીફોનીક વાતચીત કરીને ૬૫મા જન્મદિનની શુભકામનાઓ આપી હતી. રાષ્ટ્રપતિશ્રીએ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાત વિકાસની જે નવી ઉંચાઈઓ પાર કરી રહ્યું છે તે માટે પણ અભિનંદન પાઠવ્યા હતા અને તેઓના લાંબા આયુષ્યની કામનાઓ વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વન મહોત્સવની શરૂઆત કરીને જન્મ દિવસની ઉજવણી કરી

અમદાવાદ : કોમનમેન તરીકેની છાપ ધરાવતા રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ૬૫માં જન્મદિવસના અવસરે દિવસની શરૂઆત પર્યાવરણના જતન માટે 71મા વન મહોત્સવના શુભારંભથી કરી હતી. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ટેલિફોનિક શુભેચ્છાઓ પાઠવીને મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતની વિકાસયાત્રા વધુ વેગવાન બને એવા આશિષ પાઠવ્યા હતા. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ મુખ્યમંત્રીવિજય રૂપાણી સાથે ટેલીફોનીક વાતચીત કરીને ૬૫મા જન્મદિનની શુભકામનાઓ આપી હતી. રાષ્ટ્રપતિશ્રીએ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાત વિકાસની જે નવી ઉંચાઈઓ પાર કરી રહ્યું છે તે માટે પણ અભિનંદન પાઠવ્યા હતા અને તેઓના લાંબા આયુષ્યની કામનાઓ વ્યક્ત કરી હતી.

દેશના વડાપ્રધાનનરેન્દ્રભાઇ મોદીએ પણ મુખ્યમંત્રીવિજય રૂપાણીને તેમના જન્મ દિવસે શુભેચ્છાઓ પાઠવી, જન્મ દિવસના અભિનંદન આપ્યા હતા. વડાપ્રધાનશ્રીએ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાત રાજ્યની વિકાસ યાત્રા ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે તે માટે પણ અભિનંદન આપીને વિજય રૂપાણીના દીર્ઘાયુ અને સ્વાસ્થ્યપ્રદ જીવનની કામના કરી હતી.

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ગૃહ મંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી ટેલિફોનિક શુભકામનાઓ પાઠવી તેમનુ આરોગ્ય નિરોગીમય રહે અને એમના નેતૃત્વમાં રાજયની વિકાસયાત્રા અવિરત રાખે એવી શુભકામનાઓ પાઠવી હતી.ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ પણ મુખ્યમંત્રીવિજય રૂપાણી સાથે ટેલીફોનીક વાતચીત કરીને જન્મદિનની શુભકામનાઓ આપી હતી અને તેમનું આરોગ્ય નિરોગી રહે, રાજયના નાગરિકોને જનહિતકારી લાભો અવિરત પણે આપતા રહે એવા શુભાશિષ પાઠવ્યા હતા.

BAPS સંસ્થાના વડા પૂજ્ય મહંત સ્વામીએ પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીને જન્મ દિન નિમિતે ટેલિફોન કરીને શુભ આશિષ પાઠવ્યા હતા. પૂજ્ય મહંત સ્વામી એ ભગવાન સ્વામી નારાયણની અવિરત કૃપા-આશિષ વિજય  રૂપાણી પર વરસતા રહે, ગુજરાત મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં વધુ ને વધુ ઉન્નતિ કરે તેવી વાંછના પણ કરી હતી.

રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રી મંડળના સભ્યો, વિવિધ સમાજના અગ્રણીઓ, વિવિધ સમાજસેવી સંસ્થાઓના પ્રતિનિધિઓ, સામાજિક કાર્યક્રરો સહિત અનેક પદાધિકારીઓ અને નાગરિકોએ મુખ્યમંત્રીસાથે ટેલીફોનિક વાત કરી શુભેચ્છાઓ આપીને ગુજરાત એમના નેતૃત્વમાં વધુ પ્રગતિ કરે એવા આશીર્વાદ પાઠવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news