જાહેરમાં થૂંકનારા ચેતી જજો! હવે આ શહેરમાં પણ કાર્યવાહી શરૂ, 7 દિવસમાં આટલા વાહનચાલકોને નોટિસ
હેરમાં કચરો ફેંકતા તો કેટલાક લોકો વાહનો પરથી જાહેરમાં થુંકતા ગંદકી ફેલાવી રહ્યા છે. આ ન્યુસન્સ ડામવા માટે મ્યુનિ.એ જાહેરમાં થૂંકનારને દંડ કરવા માટે પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સાત દિવસમાં 88 વાહનચાલકોને ઇ-મેમો આપી દેવાયા છે.
Trending Photos
ચેતન પટેલ/સુરત: સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સુરત મ્યુનિ. અગ્રેસર રહેવા માટે દોડી રહી છે. પરંતુ જાહેરમાં કચરો ફેંકતા તો કેટલાક લોકો વાહનો પરથી જાહેરમાં થુંકતા ગંદકી ફેલાવી રહ્યા છે. આ ન્યુસન્સ ડામવા માટે મ્યુનિ.એ જાહેરમાં થૂંકનારને દંડ કરવા માટે પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સાત દિવસમાં 88 વાહનચાલકોને ઇ-મેમો આપી દેવાયા છે. દંડ વસુલ કરાયો નથી પણ દિવાળી બાદ જાહેરમાં થૂંકનારા પાસે દંડની વસુલાત શરૂ કરાશે.
મ્યુનિ.ના પાયલોટ પ્રોજેક્ટમાં સાત દિવસમાં જ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી 88 વાહન ચાલકો જાહેરમાં થુંકતા સીસીટીવી કેમેરામાં ઝડપાયા છે. આ તમામ 88 લોકોને ઈ મેમો આપી દેવામાં આવ્યા છે પરંતુ દંડની રકમ વસુલવામાં નથી આવી.મ્યુનિ.ના 2500 સીસીટીવી અને 750 પોલીસના સીસીટીવી કેમેરા એમ કુલ 3250 કેમેરાનો ઉપયોગ કરીને જાહેરમાં કચરો ફેંકનારા તથા રખડતા ઢોરનું મોનીટરીંગ કરવામાં આવે છે. પરંતુ હવે પાયલોટ પ્રોજેક્ટ પૂરો થતાં દિવાળી બાદ આ કેમેરાથી જાહેરમાં થુંકતા લોકોને ઝડપી પાડવામાં આવશે.
હાલ આરટીઓ સાથે સંકલન કર્યું છે. જે વાહન ચાલક થુકે છે તેની નંબર પ્લેટના આધારે તેમના ઘરે ઈ મેમો મોકલવામા આવશે.પહેલી વાર જાહેરમાં થુંકતા ઝડપાય તો 100 રુપિયા અને બીજી વાર થુંકતા ઝડપાય તો 250 રૂપિયાનો દંડ વસુલવામાં આવશે . અને જો ત્રીજી વાર પકડાશે તો પોલીસ કેસ કરવા સુધીની કાર્યવાહી કરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે