ભરૂચમાંથી ઝડપાયું કેમિકલ ચોરીનુંં કૌભાંડ, 1 કરોડનો મુદ્દામાલ જપ્ત
એલ.સી.બી પોલીસે બાતમી આધારે દરોડા પાડી 1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 4 ઈસમો ની અટકાયત કરી હતી.
Trending Photos
ભરૂચ: ભરૂચ એલ.સી.બી. પોલીસે ગતરોજ અંકલેશ્વરના ખરોડ નજીક સર્વોત્તમ હોટલ નજીક ટેન્કરમાંથી સ્ટાયરીન મોનોમર નામનું કેમિકલ ચોરી કૌભાંડ ઝડપી પાડ્યું હતું. એલ.સી.બી પોલીસે બાતમી આધારે દરોડા પાડી 1. કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે 4 ઈસમોની અટકાયત કરી છે. જ્યારે કેમિકલ ચોરીના મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે 2 ટેન્કર, 1 મારૂતીવાન અને રોકડ તેમજ મોબાઈલ અને ટેન્કરમાં રહેલ કેમિકલ મળી કુલ 1.01.65.840 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેમિકલ હજીરા સુરતથી દહેજ ખાતે આવેલા ઇનિયોસ સ્ટાયરોક્યુશન લિમિટેડ કંપની જવાનું હતું. જે દરમ્યાન આ આરોપીઓ નેશનલ હાઇવે પર આવેલ હોટલોના પાર્કિંગમાં અથવા રોડ ઉપર જ ટેન્કરો રોકી અને કેમિકલની ચોરી કરતા હતા.
અંકલેશ્વરના ખરોડ નજીક સર્વોત્તમ હોટલ નજીક ટેન્કરમાંથી સ્ટાયરીન મોનોમર નામનું કેમિકલ ચોરી કૌભાંડ ઝડપી પાડ્યું હતું. એલ.સી.બી પોલીસે બાતમી આધારે દરોડા પાડી 1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 4 ઈસમો ની અટકાયત કરી હતી. મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કર્યો હતો. 2 ટેન્કર, 1 મારૂતિવાન અને રોકડ તેમજ મોબાઈલ અને ટેન્કરમાં રહેલ કેમિકલ મળી કુલ 1,01,65,840 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત હતો. હજીરા સુરતથી દહેજ ખાતે આવેલ ઇનિયોસ સ્ટાયરોક્યુશન લિમિટેડ કંપની જવાનું હતું.
અંકલેશ્વર ખાતે એલસીબી પી.એસ.આઈ વાય જી ગઢવી તેમજ સ્ટાફના સભ્યો સાથે જિલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમા થી તેમજ એલ.સી.બી પી.આઈ.સુનિલ તરડેના માર્ગદર્શન હેઠળ વણઉકેલ્યા ગુનાના ડિટેક્શન માટે પેટ્રોલિગમાં હતા. તે દરમિયાન બાતમી આધારે ખરોડ નજીક સર્વોત્તમ હોટલ ખાતે દરોડા પાડતા 2 ટેન્કરમાંથી મારૂતીવાન આડમાં મૂકી ટેન્કરના વાલ્વ ખાલી કેમિકલ ચોરીનું કૌભાંડ રંગેહાથો ઝડપી પાડ્યું હતું.
પોલીસે સ્થળ પરથી 3 ઈસમોની અટકાયત કરી પૂછપરછ કરતા હજીરા સુરત થી દહેજ ખાતે આવેલ ઇનિયોસ સ્ટાયરોક્યુશન લિમિટેડ કંપની જવાનું હતું. જે કેમિકલ પ્રકાશ મારવાડી નામના મુખ્ય સૂત્રધાર સાથે સાંઠગાંઠ કરી ચોરી કરવામાં આવી રહ્યું હોવાની કબૂલાત કરી હતી. પોલીસે પ્રકાશ મારવાડીને વોન્ટેડ જાહેર કરી 1. કરોડ ઉપરાંતનો મુદ્દમાલ જપ્ત કરી તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવી વધુ તપાસ આરંભી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાનો નેશનલ હાઇવે ગોલ્ડન કોરિડોર કહેવાય છે, તેમજ જીલ્લામાં કેમિકલ ઉદ્યોગો પણ મોટા પ્રમાણમા આવેલ હોવાથી ઘણી વાર ભૂતકાળમાં પણ રોડના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. વર્ષોથી હાઇવે પર ચાલતી હોટલોના પાર્કિંગમાં ચાલતા કેમિકલ ચોરીના કૌભાંડોમાં હાલ તો પોલીસે ગુનો નોંધી ફરાર હીષ્ટ્રી શીટર આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે