છેતરપિંડી: અશ્વગંધાના બીજ ખાધા પછી તમારી પત્ની પણ કહેશે કે હવે બસ કરો...

છેતરપિંડી: અશ્વગંધાના બીજ ખાધા પછી તમારી પત્ની પણ કહેશે કે હવે બસ કરો...
  • પોતાનો સેક્સ પાવર વધારવાની સાથે સાથે તગડી કમાણીની લાલચે વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી
  • અગાઉ પણ આયુર્વેદિક પ્રોડક્ટ અને સેક્સ પાવર વધારવાની દવાના નામે છેતરપિંડીના અનેક કિસ્સા સામે આવ્યા

ઉદય રંજન/અમદાવાદ : અશ્વગંધાના બીજ વેચાણ કરી નફો રળી લેવાની લાલચ આપી છેતરપીંડી આચરતા એક શખ્સની સાયબર ક્રાઇમે ધરપકડ કરી લીધી છે. આરોપીએ પોતાની ગેંગ સાથે અમદાવાદના ઉદ્યોગપતિ પાસેથી 46.81 લાખની છેતરપિંડી આચરી હોવાની કબૂલાત કરી છે. જો કે આ ગેંગના અન્ય ફરાર નાઈઝિરિયન આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ ગેંગે અન્ય કેટલી જગ્યાએ આવા ગુના આચાર્ય છે તેની વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ સાયબર ક્રાઇમની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ અબ્દુલ કાદિર કચ્છી છે. મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે. જેની પાસેથી અલગ અલગ 06 મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે. આરોપીની મોડેસ ઓપરેન્ડી ઉપર નજર કરીએ તો અલગ અલગ મેઈલ આઈ.ડી અને વિદેશી મોબાઈલ નંબરોનો ઉપયોગ કરી ઔષધિ તથા અશ્વગંધના બીજ ખરીદવાના બહાને તથા પોતાની કંપનીને સપ્લાય કરવાથી મોટું વળતર મળશે તેવી લાલચ આપી અમદાવાદના એક બિલ્ડર પાસેથી 46.81 લાખની છેતરપિંડી આચરી છે. નોંધનીય છે કે, અશ્વગંધા સેક્સ પાવર વધારતું હોવાનું માનવામાં આવે છે. જેથી ઉદ્યોગપતિએ વ્યાપાર અને પોતાનો સેક્સ પાવર વધારવાની લાલચે આ લોભામણી લાલચમાં આવી ગયો હતો.


(ઝડપાયેલો આરોપી)

આરોપી અબ્દુલ કાદિરની ધરપકડ કરી પૂછપરછ કરતા સાંમેં આવ્યું છે કે, આ ગુનાના અન્ય આરોપીઓ કે જેઓ છેતરપિંડી કરી જે રૂપિયા આર.ટી.જી.એસ દ્વારા મેળવતા હતા, તે રૂપિયા આંગડિયા મારફતે પોતે મેળવી પોતાનો 10% ના હિસ્સો લઈને વધેલી રકમ મુખ્ય આરોપીને દિલ્હી સુધી પોહચડતો હોવાનું સાંમેં આવ્યું છે. આરોપીએ ફરિયાદીના મેઈલ આઈ.ડી પર એક મેઈલ મોકલ્યો અને અશ્વગંધાના બીજ વેચાણ કરવામાં માટે વેપારીને ભોળવ્યો હોવાની કેફિયત અબ્દુલ કાદિર નામના આરોપીએ કરી છે. 

આ ગુનામાં અન્ય 02 આરોપી નાઈઝિરિયન ફરાર છે. જેઓ ફાર્મા કંપનીના કર્મચારી હોવાની ઓળખાણ આપી દિલ્હી ખાતે ફરિયાદી સાથે મિટિંગ કરી હતી અને તે મિટિંગ બાદ વધુ 46 પેકેટનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, અગાઉ પણ મોંઘી ઔષધિ કે પછી આર્યુવેદીક તેલ મેળવવાના બહાને છેતરપિંડી કરતી નાઈઝિરિયન ગેંગો ઝડપાઇ છે,તેમ છતાં અમદાવાદના વધુ એક બિલ્ડર 2500 ડોલરમાં અશ્વગંધાના બીજ ખરીદી 6000 ડોલરમાં વેચી નફો લેવાનો લાલચમાં પોતાના 46 લાખ ગુમાવી બેઠા છે. 

ઉલ્લેખનિય છે કે સાયબર ક્રાઇમે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. સ્પામ ઇ-મેઈલ થકી લોભામણી લાલચો આપી છેતરપીંડી કરનારાઓથી સાવધ રહેવાની સલાહ પણ સાયબર ક્રાઇમે આપી છે. આ પ્રકારનાં કોઇ બમણા રૂપિયા કે અન્ય લોભામણી લાલચોથી દુર રહેવા માટે પણ જણાવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news