ચાંદીપુરા વાયરસ શું ગુજરાતમાં કોરોના જેવા દહા'ડા દેખાડશે? રાજકોટમાં 5ના મોત, 5 શંકાસ્પદ
રાજકોટ જિલ્લાના જેતપુરના તત્કાલ ચોકડી નજીક વાડી વિસ્તારમાં એમપીથી મજૂરી અર્થ આવેલ પરિવારના કાળું ચંપુલાલ નામના 8 વર્ષીય બાળકનું શંકાસ્પદ મોત થતા જેતપુર આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે...
Trending Photos
નરેશ ભાલિયા/રાજકોટ: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે રાજકોટમાં ચાંદીપુરા વાયરસના 5 શંકાસ્પદ કેસો સામે આવ્યા છે અને 5 બાળકોના મૃત્યુ થયા છે. સાથે શંકાસ્પદ કેસોના સેમ્પલ લઈને પુણે અર્થ લેબોરેટરીમાં મોકલાયા છે.
રાજકોટ જિલ્લાના જેતપુરના તત્કાલ ચોકડી નજીક વાડી વિસ્તારમાં એમપીથી મજૂરી અર્થ આવેલ પરિવારના કાળું ચંપુલાલ નામના 8 વર્ષીય બાળકનું શંકાસ્પદ મોત થતા જેતપુર આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે અને વાડી વિસ્તારમાં જ્યાં એમપિનો પરિવાર વસવાટ કરતો હતો ત્યાં સ્થળ ઉપર દવા નો છંટકાવ અને સર્વની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
માખીનો ઉપદ્રવ સાથે લક્ષણો ન ફેલાય તે માટે પણ કામગીરી કરવામાં આવી હતી. સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સ્વચ્છતા, સાથે કાચા પાકા મકાનો હોય તો ત્યાં તિરાડ પણ પુરી દેવી જોઈએ જેથી કરીને માખીઓ ત્યાં ઈંડા ન મૂકે અને અન્ય કોઈને કરડે નહિ તેવી પણ સૂચના આપી હતી. સાથે એમપીના પરિવારના 8 વર્ષીય બાળકના સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ બાળકના મોતનું સાચું કારણ આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે