સોનાની બુટ્ટી માટે વૃદ્ધાના કાન કાપી કરપીણ હત્યા, માથામાં હથિયારથી ફટકા મારી પતાવી દીધા!

કાંકરેજ તાલુકાના ડુંગરાસણ ગામમાં લૂંટના ઇરાદે હત્યાની ઘટના સામે આવી છે. ગામમાં એકલી રહેતી ગંગાબેન સુથાર નામની વૃદ્ધાના માથા પર હથિયારથી ફટકા મારી હત્યા કરી કાન કાપી સોનાની 5 રીંગની લૂંટ ચલાવી અજાણ્યા શખ્સ ફરાર થઈ ગયો હતો. 

સોનાની બુટ્ટી માટે વૃદ્ધાના કાન કાપી કરપીણ હત્યા, માથામાં હથિયારથી ફટકા મારી પતાવી દીધા!

અલકેશ રાવ/બનાસકાંઠા: કાંકરેજના ડુંગરાસણ ગામમાં એકલી રહેતી વૃદ્ધાના કાન કાપી સોનાની પાંચ વાળી લૂંટી માથા પર હથિયારથી ફટકા મારી હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે. જેને લઈને શિહોરી પોલીસે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કાંકરેજ તાલુકાના ડુંગરાસણ ગામમાં લૂંટના ઇરાદે હત્યાની ઘટના સામે આવી છે. ગામમાં એકલી રહેતી ગંગાબેન સુથાર નામની વૃદ્ધાના માથા પર હથિયારથી ફટકા મારી હત્યા કરી કાન કાપી સોનાની 5 રીંગની લૂંટ ચલાવી અજાણ્યા શખ્સ ફરાર થઈ ગયો હતો. 

ઘરમાં 54 વર્ષના વૃદ્ધા એકલા જ રહેતા હતા. પોલીસે આ મામલે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલાની વાત કરીએ તો 35 વર્ષ પહેલા ગંગાબેનના પતિ ગુજરી ગયા હતા અને તેમના ભાઈ સવાર સાંજ તેમને જમવાનું ટિફિન આપવા જતા હતા. 

વૃદ્ધાના ભાઈ વાઘાભાઈ સુથાર સવારના નિત્યક્રમ મુજબ સાડા આઠથી નવેક વાગ્યાના સમયે તેમની વૃદ્ધ બહેનના ઘરે આવ્યા ત્યારે ઘરની ઓસરીમાં ખાટલા ઉપર તેમની બેન સુતા હતા અને માથે ગાદલુ ઓઢેલું જોઈ તેને ઉંચુ કરતા લોહી લુહાણ હાલતમાં મૃત્યુ પામેલા હતા. 

તેમના માથાના ભાગે કોઇ હથિયારથી ફટકા મારી માથુ તેમજ કપાળનો ભાગ ફાડી નાખ્યો છે. અને તેઓના બન્ને કાન તોડી કાનમાં પહેરવાની સોનાની પાંચ વાળી(રીંગ) લૂંટી હતી. જેને લઈને તેમને શિહોરી પોલીસને જાણ કરી હતી જેને લઈને શિહોરી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વૃદ્ધાની લાશને પોસમોર્ટમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે. 

પરિવારજનોએ જણાવ્યું હતું કે, અમારા ફઇ અહીં એકલા રહેતા હતા તેમની હત્યા કરીને લૂંટ ચલાવાઇ છે. જ્યાકે ગામના સરપંચ વિક્રમજી ઠાકોરે જણાવ્યું હતું કે અમારા ગામમાં એકલા રહેતા વૃધાની હત્યા કરાઈ છે પોલીસ તાત્કાલિક આરોપીને પકડી પાડવાની માંગ કરી છે. 

ડુંગરાસણ ગામમાં હત્યાના બનાવને લઈને શોકનો માહોલ છવાયો છે. મૃતક વૃદ્ધાના પરિવારજનો તાત્કાલિક આરોપીને પકડીને કડક સજા કરવાની માંગ કરી રહ્યા છે ત્યારે શિહોરી પોલીસે લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધી હત્યારાને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news