સુરત: બેંકો સાથે છેતરપિંડી કરનારાઓ પર CBIની લાલ આંખ, 48 સ્થળે દરોડા

બેંકો સાથે છેતરપિંડી કરનારાઓ સામે સીબીઆઈએ ગઈકાલથી મેગા કાર્યવાહી શરુ કરી છે, ગઈકાલે સીબીઆઈએ દેશના 12 રાજ્યો અને સંઘ પ્રદેશોના 48 સ્થળો પર દોરોડા પાડ્યા હતા. સીબીઆઈએ સુરત સહિત 48 સ્થળો પર તપાસ કરી હતી. સીબીઆઈએ બેંક સાથેનાં છેતરપિંડીના 14 કેસ નોંધ્યા છે. મહત્વનું છે કે બેંકો સાથે કરવામાં આવી 5739 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. સુરતમાં પણ સીબીઆઈએ દરોડા પાડ્યા હતાં. 
 

સુરત: બેંકો સાથે છેતરપિંડી કરનારાઓ પર CBIની લાલ આંખ, 48 સ્થળે દરોડા

તેજશ મોદી/સુરત: બેંકો સાથે છેતરપિંડી કરનારાઓ સામે સીબીઆઈએ ગઈકાલથી મેગા કાર્યવાહી શરુ કરી છે, ગઈકાલે સીબીઆઈએ દેશના 12 રાજ્યો અને સંઘ પ્રદેશોના 48 સ્થળો પર દોરોડા પાડ્યા હતા. સીબીઆઈએ સુરત સહિત 48 સ્થળો પર તપાસ કરી હતી. સીબીઆઈએ બેંક સાથેનાં છેતરપિંડીના 14 કેસ નોંધ્યા છે. મહત્વનું છે કે બેંકો સાથે કરવામાં આવી 5739 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. સુરતમાં પણ સીબીઆઈએ દરોડા પાડ્યા હતાં. 

બેંક ઓફ બરોડા સાથે કરોડની છેતરપીંડીની ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સચિન ખાતે આવેલી બેંક ઓફ બરોડામાં ખાતુ ધરાવતા જલ્પા એન્ટપ્રાઇઝના સંચાલકોએ એર જેટ વિવિંગ મશીન ખરીદવા પ્રોપર્ટી સામે 15 કરોડની લોન લીધી હતી. કંપનીના ડિરેકટર સંજય પટેલ અને સંગીતા પટેલ દ્વારા ચાઈનાથી મશીનની ખરીદી કર્યા બાદ બેંકની સ્થળ વિઝિટ કરવામાં આવી હતી, જોકે 190 મશીનોની જગ્યાએ ઓછા મશીનો મળી આવ્યા હતાં, આવી બીજી વખત પણ બન્યું જેથી બેંકના અધિકારીઓએ તપાસ કરતા ડિરેક્ટરોનો ભાંડો ફૂટ્યો હતો.

રાજ્યસભાની ચૂંટણી: કોંગ્રેસના તમામ ધારાસભ્યોનો કાફલો બસમાં આબુ જવા રવાના

વધુમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જે મશીનો બેંકને બતાવામાં આવ્યા હતા તે અન્ય કોઈના હતા જેના ઉપર અન્ય બેન્કમાંથી લૉન લેવામાં આવી હતી આમ એક જ મશીન પર બીજી વખત લોન મેળવી હતી. ભાંડો ફૂટતા ઓફિસ બંધ કરી ડાયરેક્ટરો ફરાર થયા હતાં, બેંકે ડિરેક્ટરોની મોર્ગેજ કરેલી પ્રોપર્ટી વેચી 7 કરોડ રૂપિયા મેળવ્યા હતા. જોકે અન્ય બાકી રૂપિયાનું નુકસાન જતા બેંકના રિપોર્ટને આધારે CBIએ વર્ષ 2017નાં એપ્રિલ મહિનામાં એફઆઈઆર નોંધી હતી. 

સીબીઆઈએ કંપની-ડાયરેક્ટરો વિરુદ્ધ 28 કરોડની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી હતી, જેમાં બેંકના અજાણ્યા કર્મચારીનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે કૌભાંડ આચાર્યા બાદ ભાગી ગયા હતા. જે સ્થળે તેમને ઓફીસ અને ઘરે હતું તે તેઓએ ખાલી કરી નાખ્યું હતું. સીબીઆઈ સુરતમાં કેટલાક સ્થળો પર તપાસ કરી હતી, જોકે ક્યાં આ તપાસ કરવામાં આવી હતી, તે અંગે હજુ કોઈ પણ માહિતી સીબીઆઈ દ્વારા આપવામાં આવી નથી.
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news