સાવધાન! સાબરમતી નદીમાં પાણી છોડાયું: વાસણા બેરેજના દરવાજા ખોલાયા, જાહેર કરાયું ઍલર્ટ
સાબરમતી નદી પર બનેલ વાસાણા બેરેજના નીચાણવાળા વિસ્તારો માટે એક એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલ 5844 ક્યૂસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે વાસણા બેરેજના 3 ગેટ ખોલવામાં આવ્યા છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: હાલ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થતાં અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેને લઈને રાજ્યના જળાશયોમાં પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. બીજી બાજુ ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા અમદાવાદની સાબરમતી નદીમાં પાણીનું સ્તર વધ્યું છે. જેના કારણે વાસણા બેરેજમાં ત્રણ દરવાજા ખોલાયા છે. સાબરમતીમાં હાલ પાણીની પુષ્કળ આવક થઇ રહી છે. જેને લીધે વાસણા બેરેજમાંથી પણ સાબરમતી નદીમાં પાણી છોડવાની ફરજ પડી હતી.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, સાબરમતી નદી પર બનેલ વાસાણા બેરેજના નીચાણવાળા વિસ્તારો માટે એક એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલ 5844 ક્યૂસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે વાસણા બેરેજના 3 ગેટ ખોલવામાં આવ્યા છે.
9 જિલ્લામાં એલર્ટ
બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમને કારણે હવામાન વિભાગે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઇને એલર્ટ આપ્યું છે. દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. નવસારી, ડાંગ, તાપીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉપરાંત સુરત અને નર્મદા, દાદરા અને નગર-હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદમાં હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગની આગામી પ્રમાણે 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. નર્મદા, સુરત, તાપી, વલસાડ, સુરત, ડાંગ, નવસારી, દાદરાનગર, દમણમાં અતિભારે વરસાદ પડશે. ત્યાં જ વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને દાહોદમાં પણ સારો એવો વરસાદ પડવાની આગાહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે