મુખ્યમંત્રી બનવાની રેસમાં જાતિવાદ કેમ આવ્યો, જનતા નક્કી કરશે કે સમાજ?

ગુજરાતમાં મુખ્યમંત્રી બદલવાથી લઈ મંત્રીમંડળના ફેરબદલની પણ ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે આ ચર્ચામાં નવો મમરો મૂકાયો છે. ગુજરાતના કેટલાક સમાજ પોતાની જ્ઞાતિના મુખ્યમંત્રી (CM candidate) બનાવાય તેવી માંગ ઉઠી છે. પાટીદારો, રાજપૂત, આદિવાસી, બ્રહ્મ સમાજ, કોળી અને ઠાકોર સમાજ અત્યાર સુધી પોતાના સમાજના નેતાઓને મુખ્યમંત્રી તરીકે સ્થાન આપવામાં આવે તેવી માંગણી ઉઠી છે. ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી બનવાની રેસમાં જાતિવાદ (casteism) ભળ્યું છે. 

મુખ્યમંત્રી બનવાની રેસમાં જાતિવાદ કેમ આવ્યો, જનતા નક્કી કરશે કે સમાજ?

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં મુખ્યમંત્રી બદલવાથી લઈ મંત્રીમંડળના ફેરબદલની પણ ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે આ ચર્ચામાં નવો મમરો મૂકાયો છે. ગુજરાતના કેટલાક સમાજ પોતાની જ્ઞાતિના મુખ્યમંત્રી (CM candidate) બનાવાય તેવી માંગ ઉઠી છે. પાટીદારો, રાજપૂત, આદિવાસી, બ્રહ્મ સમાજ, કોળી અને ઠાકોર સમાજ અત્યાર સુધી પોતાના સમાજના નેતાઓને મુખ્યમંત્રી તરીકે સ્થાન આપવામાં આવે તેવી માંગણી ઉઠી છે. ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી બનવાની રેસમાં જાતિવાદ (casteism) ભળ્યું છે. 

લોકશાહીમાં આ માંગણી કેટલી યોગ્ય
મારી જ જાતિનો સીએમ હોવો જોઈએ તેવી માંગણી લોકશાહીમાં કેટલી યોગ્ય. નરેશ પટેલની માંગ બાદ દરેક જાતિ અમારો સીએમની માંગ કરી રહ્યાં છે. પરંતુ સવાલ એ છે કે, સીએમ કોઈ જાતિનો હોવો જોઈએ કે, પછી એવો વ્યક્તિ જે રાજ્ય ચલાવવા માટે સક્ષમ હોય. ત્યારે સીએમ પદ માટે જાતિવાદ લાવવું એ કેટલું યોગ્ય. લોકશાહીમાં જનતા નક્કી કરે, એ કોઈ જાતિનો ચહેરો નથી. 

પાટીદારોની માંગ
સૌથી પહેલા ગુજરાતના લેઉવા અને કડવા પાટીદારો (patidar) એ એક થઈને પોતાના સમાજમાંથી મુખ્યમંત્રી આવે તેવી માંગ કરી છે. તેના બાદ રાજપૂત સમાજે પણ આવી જ માંગ કરી છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પાટીદાર સમાજમાંથી નવા મુખ્યમંત્રી આવે તેવી લાગણી વ્યક્ત કરી છે. 

રાજપૂત સમાજની માંગ 
તો રાજપૂત કરણી સેના (karni sena) ના અધ્યક્ષ જે. પી. જાડેજાએ કહ્યુ કે, આગામી સમયમાં ક્ષત્રિય સમાજ (rajput) ના મુખ્યમંત્રી બનાવવા માંગ કરાઈ છે. શંકરસિંહ વાઘેલા, પ્રદીપસિંહ જાડેજા, શક્તિસિંહ ગોહિલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આઇ.કે. જાડેજા જેવા નેતાઓમાંથી કોઈને મુખ્યમંત્રી બનાવવામાં આવે. ક્ષત્રિય સમાજનો પણ ગુજરાતના વિકાસમાં સિંહ ફાળો છે. 

કોળી અને ઠાકોર સમાજની માંગ
રાજકોટમાં કોળી અને ઠાકોર સમાજના આગેવાનોની પણ બેઠક મળી હતી. જેમાં કોળી અને ઠાકોર સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવાની માંગ કરાઈ હતી. અલ્પેશ ઠાકોર, હીરા સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી, મહેન્દ્ર મૂંઝપરા, દેવજી ફતેપરા, વિમલ ચુડાસમા, રાજેશ ચુડાસમા, કુંવરજી બાવળીયા સહિતના નેતાઓએ કોળી અને ઠાકોર સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવા માંગ કરી છે. મંત્રી મંડળ કે સંગઠનમાં પોતાના સમાજમાંથી નેતાની પસંદગી થતી ન હોવાની બેઠકમાં ચર્ચા કરાઈ હતી. આમ, કોળી અને ઠાકોર સમાજનું સંગઠન મજબૂત કરવા બંધ બારણે બેઠક યોજવામાં આવી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news