અમદાવાદની આ રૂપાળી મહિલા ડોક્ટર પર લાગ્યો હોસ્પિટલમાંથી મહત્વના ડેટા ચોરીનો આરોપ

અમદાવાદની આ રૂપાળી મહિલા ડોક્ટર પર લાગ્યો હોસ્પિટલમાંથી મહત્વના ડેટા ચોરીનો આરોપ
  • અમદાવાદના તબીબી આલમમાં ચકચાર જગાવે તેવો કિસ્સો સામે આવ્યો છે.
  • ડો.હેત દેસાઈએ ડો.સુનિતા પટેલ પર હોસ્પિટલના ડેટા ચોરવાનો આરોપ લગાવ્યો

ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદનાં આનંદનગર વિસ્તારમાં એક ડોક્ટરે અન્ય મહિલા તબીબ સામે પોતાની કંપની સાથેની છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે. પોતાનાં જ રિસર્ચ સેન્ટરમાં સીઇઓ તરીકે ફરજ બજાવતા મહિલા તબીબે ફરિયાદી તબીબનાં મહત્વનાં ડેટા ચોરીને પોતાની જ અલગ કંપની બનાવી ધંધામાં ઉપયોગ લીધી હોવાની ફરિયાદ આનંદનગર પોલીસ મથકે નોંધાવી છે.

અમદાવાદનાં આનંદનગર રોડ પર આવેલા ટાઇટેનિયમ સિટી સેન્ટરમાં આવેલા વાવ ગૃપનાં ડૉ. હેત દેસાઇએ પોતાની ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પેલ્વીક ફ્લોર રીસર્ચ, રીહેબ એન્ડ એજ્યુકેશન નામની કંપનીમાં સીઈઓ તરીકે ફરજ બજાવતા ડૉ. સુનિતા પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. તેઓએ પ્રોપર્ટીનાં ડેટા, સોશિયલ મીડિયા એકાઉન્ટસ, લોગો, ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, ફિઝીકલ એડ્રેસ વગેરે વસ્તુઓનો ખોટો ઉપયોગ પોતાના અંગત હિત માટે કર્યો હોવાની ફરિયાદ આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

આ રિસર્ચ સેન્ટરમાં ખાસ મહિલાઓને પ્રસૃતિ પછી શરીરને કઇ રેતી સાચવવું, શું શું ધ્યાન રાખવું, કઈ કઈ કસરત કરવી તે બાબતની ટ્રેનિંગ આપવામાં આવતી હતી. આ સંસ્થામાં 2018 થી સીઇઓ તરીકે કામ કરતા મહિલા તબીબ ડૉ. સુનિતા પટેલની નિમણૂંક થઇ. છેલ્લાં 10 મહિનાથી મહિલા તબીબે વી કેર વુમન નામનુ પોતાના સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવી અનેક ફિઝીયોથેરાપિસ્ટ તબીબોને વેબિનારનાં માધ્યમથી તાલીમ આપી. સ્ત્રી સ્વાસ્થ્ય માટે ડૉ હેત દેસાઇએ તૈયાર કરેલો અભ્યાસક્રમ પણ આ તબીબ લઇ જઇ પોતાનાં અંગત લાભ અને આર્થિક લાભ માટે ફરિયાદીની તમામ માહિતીઓ લઇને ઉપયોગ કર્યો હતો. ત્યારે ડો.હેત દેસાઈએ આનંદનગર પોલીસ સ્ટેશને આ અંગે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આનંદનગર પોલીસે આ સમગ્ર મામલે મહિલા તબીબ સામે છેતરપીંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ત્યારે પોલીસની પકડમાં મહિલા તબીબ આવ્યા પછી જ આંકડો સામે આવશે કે આ મહિલા તબીબે અન્ય તબીબના ડેટાનો ઉપયોગ કરીને કેટલા રૂપિયાનો લાભ મેળવ્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news