કોલસેન્ટર માફિયાનો ROYAL ઠાઠ, પોતાનુ પર્સનલ થિયેટર, મોંઘી બ્રાન્ડનો લાખોનો દારૂ અને...

  શહેરના એક સમયે બોગસ કોલસેન્ટર ચલાવતા નીરવ રાયચુરાને ઝોન 7 ડીસીપી પ્રમુખ પ્રેમસુખ ડેલુએ આનંદનગર રોડ ખાતેની ઓફીસ પરથી દારૂ પાર્ટી કરતો ઝડપી લીધો હતો. પોલીસ પુછપરછમાં નીરવનું ચાંગોદર ખાતે આવેલા રિવેરા ગ્રીન બંગ્લોઝમાં મકાન હોવાનું જણાવ્યું હતું. જેથી ગ્રામ્ય પોલીસે ઘરે દરોડા પાડતા એક વૈભવી દારૂનો બાર મળી આવ્યો હતો. જેમાં વિદેશની અલગ અલગ બ્રાન્ડ ભરેલી પાંચ બોટલ અને 10 ખાલી બોટલ મળી આવી હતી. પોલીસે ઘરના કમ્પાઉન્ડમાંથી રેન્જ રોવર કારમાંથી એક મોંઘી બ્રાન્ડની દારૂની બોટલ પણ મળી આવી હતી.

કોલસેન્ટર માફિયાનો ROYAL ઠાઠ, પોતાનુ પર્સનલ થિયેટર, મોંઘી બ્રાન્ડનો લાખોનો દારૂ અને...

ઉદય રંજન/અમદાવાદ :  શહેરના એક સમયે બોગસ કોલસેન્ટર ચલાવતા નીરવ રાયચુરાને ઝોન 7 ડીસીપી પ્રમુખ પ્રેમસુખ ડેલુએ આનંદનગર રોડ ખાતેની ઓફીસ પરથી દારૂ પાર્ટી કરતો ઝડપી લીધો હતો. પોલીસ પુછપરછમાં નીરવનું ચાંગોદર ખાતે આવેલા રિવેરા ગ્રીન બંગ્લોઝમાં મકાન હોવાનું જણાવ્યું હતું. જેથી ગ્રામ્ય પોલીસે ઘરે દરોડા પાડતા એક વૈભવી દારૂનો બાર મળી આવ્યો હતો. જેમાં વિદેશની અલગ અલગ બ્રાન્ડ ભરેલી પાંચ બોટલ અને 10 ખાલી બોટલ મળી આવી હતી. પોલીસે ઘરના કમ્પાઉન્ડમાંથી રેન્જ રોવર કારમાંથી એક મોંઘી બ્રાન્ડની દારૂની બોટલ પણ મળી આવી હતી.


(ગન, છરી, ચપ્પુ અને લાખોની કિંમતની જ્વેલરી સાથે ઝડપાયો)

પોલીસને ઘરના કમ્પાઉન્ડમાંથી રેન્જ રોવર કારમાંથી મોંઘી બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી હતી. ઘરમાંથી હથિયાર પણ મળી આવ્યા હતા. જો કે તેનું લાયસન્સ હોવાનું સામે આવ્યું છે. નિરવ રાયચુરા ઝડપાયા બાદ ગ્રામ્ય પોલીસે ચાંગોદર ખાતેના તેના ઘરે દરોડા પાડ્યા હતા. જો કે અગાઉથી જ માહિતી હોવાના કારણે તેની પત્ની ફરાર થઇ ગઇ હતી. જેના કારણે હાલ પોલીસ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. 


(અમેરિકનને ઠગીને કરોડપતિ થનારાને પોતાનું પર્સનલ થિયેટર)

ડીસીપી પ્રમુખ પ્રેમસુખ ડેલુએ ગ્રામ્ય એસપી વીરેન્દ્રસિંહને માહિતી આપી કે ચાંદોગરમાં આવેલી ગોકુલધામ સોસાયટીમાં નીરવ રાયચુરાનું ઘર આવેલું છે. જ્યાં દરોડા પડે તે અગાઉ જ તેની પત્ની ફરાર થઇ ગઇ હતી. રૂમમાં ખુબ જ મોંઘો દારૂ અને દારૂ પીવા માટેનો બાર પણ મળી આવ્યો હતો. ઉદ્યોગપતિઓને પણ શરમાવે તેવા વિશાળ સોફા, એસી અને હોમ થિયેટર જેવી અનેક સુવિધાઓ મળી આવી હતી. આ ઉપરાંત વિદેશી દારૂઓની અનેક બોટલો પણ કબ્જે કરવામાં આવી છે.


(પોતાના બેસવા માટે રજવાડી ખુરશી અને તે પણ પોતાના બ્રાન્ડિંગ સાથે)

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news