કેબિનેટની બેઠક: સરકારી કર્મચારીઓ અને ખેડૂતોને મળી શકે છે ખુશખબરી

મુખ્યમંત્રી સરકારી કર્મચારીઓનાં ડીએમાં વધારો કરવા અંગે મહત્વનો નિર્ણય લઇ શકે છે ઉપરાંત ખેડૂતોનાં વળતર અંગે પણ મહત્વનો નિર્ણય લેવાઇ શકે છે

કેબિનેટની બેઠક: સરકારી કર્મચારીઓ અને ખેડૂતોને મળી શકે છે ખુશખબરી

ગાંધીનગર : આવતી કાલે વહેલી સવારે 10 વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં મંત્રીમંડળની કેબિનેટ સ્તરની બેઠક યોજાવા જઇ રહી છે. ત્યારે આ કેબિનેટમાં ઘણા મહત્વનાં નિર્ણયો લેવામાં આવી શકે છે. કેબિનેટમાં ગણા મહત્વનાં અને નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવે તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ એસટીના ફિક્સ પગારદારોનાં પગારમાં વધારો કરીને દિવાળીની ભેટ ગુજરાત સરકાર આપી ચુકી છે. ત્યારે હવે નીતિ વિષયક મુદ્દાઓની સમીક્ષા કરીને ગુજરાત સરકારનાં કર્મચારીઓને પણ દિવાળી ભેટ મળે તેવી શક્યતા છે. 

કેન્દ્ર સરકાર દ્વારા પોતાના કર્મચારીઓનાં ડીએમાં વધારો કરીને ભેટ આપવામાં આવી હતી. જો કે હવે રાજ્ય સરકાર પણ કેન્દ્રના ધોરણ અનુસાર ડીએમાં વધારો કરીને પોતાના કર્મચારીઓનાં પગારમાં વધારો કરી શકે છે. વિજય રૂપાણી વિદેશ પ્રવાસેથી પરત ફર્યા બાદ કેબિનેટ સ્તરની આ પહેલી બેઠક હશે. જેમાં અતિવૃષ્ટી, સરકારી કર્મચારીઓના પગાર વધારા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ખેડૂતો હાલ અતિવૃષ્ટીના કારણે પરેશાન છે ત્યારે વળતર અંગે પણ આ બેઠકમાં મહત્વનાં નિર્ણયો લેવાય તેવી શક્યતા છે. 

આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતની મુલાકાતે છે. ઉપરાંત રણોત્સવની તૈયારીઓ સહિતના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉઝબેકિસ્તાનનાં પ્રવાસેથી મુખ્યમંત્રી રૂપાણી પરત ફર્યા છે. ત્યારે કેટલીક મહત્વની ચર્ચા અને ઉદ્યોગલક્ષી નિર્ણયો અંગે પણ ચર્ચા થાય તેવી શક્યતાઓ છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news