પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઘટાડો! ચૂંટણી પહેલાં સરકારના નિર્ણયથી ફાવી ગયું ગુજરાત

Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. ખાસ કરીને લોકસભાની ચૂંટણી પહેલાં સરકારના આ નિર્ણયથી લોકોમાં ભારે ખુશીની લાગણી જોવા મળી રહી છે. લોકોને આશા છેકે, કમસેકમ ચૂંટણી સુધી તો હવે આ ધટાડા સાથે નો જ ભાવ રહેશે. જાણો ભાવમાં ગુજરાતમાં કેટલો ઘટાડો થયો.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઘટાડો! ચૂંટણી પહેલાં સરકારના નિર્ણયથી ફાવી ગયું ગુજરાત

Petrol Diesel Price 28 March 2024: લોકસભાની ચૂંટણીઓ પહેલાં સરકારે આપી સૌથી મોટી ખુશખબર. દેશભરના કરોડો લોકોને સીધી અસર કરશે આ ખબર. જીહાં તમારા પાકીટને અને તમારા માસિક બજેટને મળશે બહુ મોટી રાહત. દેશભરમાં સરકારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કર્યો મોટો ઘટાડો. ખાસ કરીને ગુજરાતીઓને થશે મોટો લાભ. જાણો ગુજરાતમાં કેટલો થયો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો....

લોકસભા ચૂંટણી પહેલાં સરકારનો માસ્ટર સ્ટ્રોકઃ
લોકસભાની ચૂંટણીઓની જાહેરાત થઈ ચુકી છે. ઉમેદવારો પણ પોતપોતાના પ્રચારમાં લાગી ગયા છે. એવામાં પ્રજાને લુભાવવા માટે સરકાર પણ જે બાબતે હજુ પણ તેના હાથમાં છે તેમાં રિયાયત કરીને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરતી રહે છે. એનું એક ઉદાહરણ છે પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો. એવું અમે નથી કહી રહ્યાં પણ રાજકીય વર્તુળોથી લઈને સામાન્ય પ્રજામાં પણ આ વાત ચર્ચાય છે. ખૈર જે પણ હોય હાલ તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાથી કરોડો લોકોને મોટી રાહત મળશે. દેશભરમાં આજે એટલે કે 28મી માર્ચે પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો જાહેર કરવામાં આવી છે. જાણી લે તમારા શહેરમાં કેટલી છે આજે પેટ્રોલ-ડીઝલની કિંમત...

ક્યારે જાહેર થાય છે પેટ્રોલ-ડિઝલના નવા ભાવઃ
ઉલ્લેખનીય છેકે, સરકારી તેલ કંપનીઓ દ્વારા દરરોજ સવારે 6 વાગ્યે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના દર અપડેટ કરવામાં આવે છે. જે મુજબ આજે દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. તે જ સમયે કેટલાક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. જ્યારે કેટલાક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલ પણ સસ્તું થયું છે. આવી સ્થિતિમાં તેલ ભરવા માટે ઘરેથી નીકળતા પહેલા તમારે પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ તપાસવા આવશ્યક છે. અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આજે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલ કયા દરે વેચાઈ રહ્યું છે.

એસએમએસ દ્વારા જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવ-
જો તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક છો તો તમારે RSP સાથે સિટી કોડ લખીને 9224992249 નંબર પર મોકલવો પડશે. જો તમે BPCLના ગ્રાહક છો, તો તમે RSP લખીને 9223112222 નંબર પર મોકલીને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત વિશે માહિતી મેળવી શકો છો. બીજી તરફ જો તમે એચપીસીએલના ગ્રાહક છો, તો તમે HP પ્રાઇસ ટાઇપ કરીને અને 9222201122 નંબર પર મોકલીને પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણી શકો છો.

મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ-
દિલ્હીમાં પેટ્રોલની કિંમત 94.72 રૂપિયા અને ડીઝલની કિંમત 87.62 રૂપિયા પ્રતિ લિટર છે.
મુંબઈમાં પેટ્રોલની કિંમત 104.21 રૂપિયા અને ડીઝલની કિંમત 92.15 રૂપિયા પ્રતિ લિટર છે.
કોલકાતામાં પેટ્રોલની કિંમત 103.94 રૂપિયા અને ડીઝલની કિંમત 90.76 રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 100.75 રૂપિયા અને ડીઝલની કિંમત 92.34 રૂપિયા પ્રતિ લીટર છે.

જાણો અન્ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવઃ
નોઈડાઃ પેટ્રોલ રૂ. 94.81 પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 87.94 પ્રતિ લીટર
ગુરુગ્રામઃ પેટ્રોલ 95.18 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 88.03 રૂપિયા પ્રતિ લીટર
બેંગલુરુઃ પેટ્રોલ રૂ. 99.82 પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 85.92 પ્રતિ લીટર
ચંડીગઢઃ પેટ્રોલ રૂ. 94.22 પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 82.38 પ્રતિ લીટર.
હૈદરાબાદઃ પેટ્રોલ રૂ. 107.39 પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 95.63 પ્રતિ લીટર
જયપુરઃ પેટ્રોલ રૂ. 104.86 પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 90.34 પ્રતિ લીટર
પટનાઃ પેટ્રોલ રૂ. 105.16 પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 92.03 પ્રતિ લીટર
લખનઉઃ પેટ્રોલ રૂ. 94.63 પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 87.74 પ્રતિ લીટર

આ રાજ્યોમાં સસ્તું થયું પેટ્રોલ અને ડીઝલ-
રાજ્ય સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવની વાત કરીએ તો આજે બિહારમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થયું છે. અહીં પેટ્રોલની કિંમત 14 પૈસા ઘટીને 107.17 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 13 પૈસા ઘટીને 93.89 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. આ સિવાય યુપીમાં પેટ્રોલની કિંમત 3 પૈસા ઘટીને 94.49 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 4 પૈસા ઘટીને 87.55 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. બીજી તરફ આંધ્રપ્રદેશ, આસામ, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, પુડુચેરી, પંજાબ, રાજસ્થાન અને તમિલનાડુમાં પણ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. ગુજરાતમાં આજે પેટ્રોલનો ભાવ ઘટીને 94.28 પ્રતિ લીટર થઈ ગયો છે. છેલ્લાં બે દિવસથી આ ભાવ 95 રૂપિયાની આસપાસ હતો, જેમાં મોટો ઘટાડો થયો છે. આ આંકડા અમદાવાદ શહેરના છે. જ્યારે ગુજરાતના બીજા શહેરોમાં પણ એવી જ સ્થિતિ છે. જ્યારે ડીઝલનો ભાવ આજે 89.95 થઈ ગયો છે. જે અગાઉ છેલ્લાં કેટલાંય દિવસોથી 90 રૂપિયાથી વધારે હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news