સુરતવાસીઓ મફતમાં ફરો આખું શહેર! આ રીતે ટિકિટ લો અને એક મહિના સુધી બસમાં ફ્રી ટિકિટ

શહેરી બસ સેવાને લોકપ્રિય બનાવવા માટે સુરત પાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી સુરતવાસીઓ સુરત સિટીલિંકની એપ્લિકેશનથી ટીકીટ બુક કરાવશે તો પણ 100 ટકા રાહત મળશે.

સુરતવાસીઓ મફતમાં ફરો આખું શહેર! આ રીતે ટિકિટ લો અને એક મહિના સુધી બસમાં ફ્રી ટિકિટ

ઝી ન્યૂઝ/સુરત: આજથી સુરતવાસીઓ માટે એક મહિનો બસ સેવા ફ્રી કરાઈ છે. સાંભળીને આશ્ચર્ય થયુંને... પરંતુ આ વાત એકદમ હકીકત છે. સુરત મની કાર્ડનો ઉપયોગ કરનાર લોકો માટે એક મહિનો ફ્રી બસ સેવા જાહેર કરવામાં આવી છે. ડિજિટલ કેસલેસ ટ્રાન્જેકશનને પ્રાધાન્ય આપવા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. મનીકાર્ડ તથા સિટિલિંક એપ મારફતે ટિકિટ બુક કરાવનારને 100 ટકા રાહત મળશે, એટલે કે મની કાર્ડથી ટેપ કરીને મુસાફરી કરનારે એકપણ રૂપિયો ચૂકવવો નહીં પડે.

શહેરી બસ સેવાને લોકપ્રિય બનાવવા માટે સુરત પાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી સુરતવાસીઓ સુરત સિટીલિંકની એપ્લિકેશનથી ટીકીટ બુક કરાવશે તો પણ 100 ટકા રાહત મળશે. સુમન પ્રવાસ ટીકીટ યોજના સફળ રહ્યા બાદ સુરત પાલિકા દ્વારા એક નવો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. દરરોજ 11 હજારથી વધુ લોકો મની કાર્ડનો ઉપયોગ કરે છે. પાલિકાના BRTSના 13 અને સિટીબસના 45 રૂટ પર આ સેવાનો લાભ મળશે. રોજ પાંચ લાખથી વધુ લોકો બસ સેવાનો લાભ લે તેવો આશય છે.

મહત્વનું છે રોજના 11 હજારથી વધુ લોકો મની કાર્ડનો ઉપયોગ કરે છે. પાલિકાના BRTSના 13 અને સિટીબસના 45 રૂટ પર આ સેવાનો લાભ મળશે.

આ સેવા શરૂ કરવાનો ખાસ ધ્યેય એ છે કે લોકો આના દ્વારા વધુ ને વધુ સીટી બસ અને બીઆરટીએસ બસનો ઉપયોગ કરે. તમને જણાવી દઇએ કે, પાલિકાની જાહેર પરિવહન સેવામાં મુસાફરોની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે. સમગ્ર દેશમાં સુરત એક માત્ર એવું શહેર છે જ્યાં એક ટિકિટથી સિટીબસ અને BRTSમાં મુસાફરી કરી શકાય છે. ત્યારે અહીં BRTSના 13 રૂટ તેમજ સિટીબસના 45 રૂટ ઉપર અંદાજે દૈનિક 2.30 લાખ લોકો મુસાફરી કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news