ઓનલાઈન શિક્ષણ: હાઈકોર્ટે રદ કર્યો ફી માફી અંગેનો પરિપત્ર, જાણો શું કહ્યું રાજ્ય શિક્ષણમંત્રીએ?
ઓનલાઈન શિક્ષણને લઈને ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજી પર આજે સુનાવણી થઈ. ખાનગી શાળાઓ દ્વારા ફી ઉઘરાવવા સામે સરકારે મૂકેલા પ્રતિબંધને ખાનગી શાળા સંચાલકોએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેમાં હાઈકોર્ટે રાજ્ય સરકારના ઓનલાઈન શિક્ષણ અંગેના જીઆરમાં ફી માફીનો મુદ્દો અયોગ્ય ઠેરવ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે શાળા સંચાલકો અને વાલીઓ સાથે બેસીને સરકાર ફી નક્કી કરે. આ ઉપરાંત હાઈકોર્ટે શિક્ષણકાર્ય ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટના નિર્ણય બાદ હવે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ નિવેદન આપ્યું છે.
Trending Photos
સુરત: ઓનલાઈન શિક્ષણને લઈને ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજી પર આજે સુનાવણી થઈ. ખાનગી શાળાઓ દ્વારા ફી ઉઘરાવવા સામે સરકારે મૂકેલા પ્રતિબંધને ખાનગી શાળા સંચાલકોએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેમાં હાઈકોર્ટે રાજ્ય સરકારના ઓનલાઈન શિક્ષણ અંગેના જીઆરમાં ફી માફીનો મુદ્દો અયોગ્ય ઠેરવ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે શાળા સંચાલકો અને વાલીઓ સાથે બેસીને સરકાર ફી નક્કી કરે. આ ઉપરાંત હાઈકોર્ટે શિક્ષણકાર્ય ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટના નિર્ણય બાદ હવે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ નિવેદન આપ્યું છે.
સુરતમાં પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે ફી સંદર્ભે થયેલી ત્રણ પીઆઈએલ સંદર્ભે નામદાર હાઈકોર્ટે ગુજરાત સરકારને પોતાનો અભિપ્રાય રજુ કરવા માટે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે બે બાબતે અભિપ્રાય મંગાયો હતો, એક ઓનલાઈન શિક્ષણ અને બીજો હતો ફી. રાજ્ય સરકારે ઓલાઈન અંગે કરેલી કામગીરી ઉપરાંત કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનો અમલ...આ બધી વિગતો વિસ્તૃત રીતે હાઈકોર્ટમાં જણાવી હતી. ફી અંગે પણ અમે જીઆર કરીને અમારો અભિપ્રાય કોર્ટમાં રજુ કર્યો હતો.
વધુ વિગતો માટે જુઓ VIDEO
શિક્ષણમંત્રીએ કહ્યું કે કોર્ટે અમારો ફી અંગેનો જીઆર રદ કર્યો છે. પણ સાથે એમ પણ કહ્યું છે કે શાળામાં શિક્ષણકાર્ય ચાલુ જ રહેવું જોઈએ. નજીકના સમયમાં કોર્ટનો બાકી રહેલો વિસ્તૃત ચુકાદો આવ્યા બાદ આ ચુકાદામાં આ અંગે કેવી રીતે આગળ વધવું તેની માર્ગદર્શિકા હશે. જે કઈ કોર્ટે કહ્યું હશે તેનું સંપૂર્ણપણે રાજ્ય સરકાર અમલ કરશે.
આ સાથે તેમણે એક મહત્વની વાત એ કરી કે ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે નહીં. અહીં જ ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે 13મી એપ્રિલે જ્યારે સંચાલકો સાથે સમજૂતિ થઈ તે મુજબ સપ્ટેમ્બર સુધી સંચાલકોએ વાલીઓ ઉપર ફી ભરવા માટે દબાણ ન કરવું એ સમજૂતિ તો ચાલુ જ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે