ગુજરાતના ધારાસભ્યોની દાદાગીરી: નોટિસ છતાં ક્વાર્ટર ખાલી ન કરતાં આજે તાળા તોડી કબજો લેવાયો

અગાઉ સમાચાર વહેતા થયા હતા કે પૂર્વ ધારાસભ્યોએ હજુ સરકારી ક્વાટર ખાલી કર્યા નથી. પરંતુ આજે સમાચાર મળી રહ્યા છે કે એક ધારાસભ્યનું તાળું તોડી ક્વાટરનો કબજો લેવામાં આવ્યો છે. ઠાસરાના ધારાસભ્ય કાંતિ પરમારને જાણ કરી તેનું તાળું તોડવામાં આવ્યું છે. 

 ગુજરાતના ધારાસભ્યોની દાદાગીરી: નોટિસ છતાં ક્વાર્ટર ખાલી ન કરતાં આજે તાળા તોડી કબજો લેવાયો

હિતલ પારેખ/ગાંધીનગર : રાજકારણ એવુ પાસું છે જેનો મોહ નેતાઓને છૂટતા છૂટતો નથી. તેમાં પણ પદ પરથી હટી ગયા બાદ આવાસ ખાલી કરવા ય કોઈ તૈયાર થતુ નથી. આવામાં મંત્રીઓ બાદ હવે ધારાસભ્યોનો બંગલાનો મોહ છૂટતો નથી. અગાઉ સમાચાર વહેતા થયા હતા કે પૂર્વ ધારાસભ્યોએ હજુ સરકારી ક્વાટર ખાલી કર્યા નથી. પરંતુ આજે સમાચાર મળી રહ્યા છે કે એક ધારાસભ્યનું તાળું તોડી ક્વાટરનો કબજો લેવામાં આવ્યો છે. ઠાસરાના ધારાસભ્ય કાંતિ પરમારને જાણ કરી તેનું તાળું તોડવામાં આવ્યું છે. 

વિધાનસભાની નોટિસ બાદ પણ 7 ધારાસભ્યોએ ક્વાટર ખાલી કર્યા  નથી. કાલોલના ધારાસભ્ય સુમન ચૌહાણ અને દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ક્વાટર ખાલી કર્યા નથી. મહુવાના ધારાસભ્ય રાઘવજી મકવાણા અને કપડવંજના ધારાસભ્ય કાળુંસિંહ ડાભી, આણંદના ધારાસભ્ય કાંતિ સોઢા પરમાર  અને ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ અને રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકીએ પણ પોતાનું ક્વાટર ખાલી કર્યું નથી.  

સરકારી પૈસે લહેર : 17 પૂર્વ ધારાસભ્યોનો સરકારી આવાસમાં અડિંગો, આખરે નોટિસ મોકલવી પડી
તાજેતરમાં જ આપણે જોયુ હતું કે, રૂપાણી સરકારના 16 મંત્રીઓને પદ તો ગયું પણ સરકારી બંગલાનો મોહ છૂટતો નથી. પરંતુ ધારાસભ્યો પણ ઓછા નથી. પૂર્વ ધારાસભ્યોએ સદસ્ય નિવાસમાં અડિંગો જમાવ્યો છે. સદસ્ય નિવાસમાં અનેક પૂર્વ ધારાસભ્ય આવાસ ખાલી કરી નથી રહ્યાં. જેને કારણે ચાલુ ધારાસભ્યો મકાન વિહાણો બન્યા છે. બજેટ સત્ર દરમિયાન ચાલુ ધારાસભ્યોને અન્ય સ્થળે મકાન શોધવા પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. આ કારણે પૂર્વ ધારાસભ્યોને મકાન ખાલી કરવા નોટિસ અપાઈ હતી. 

આ ધારાસભ્યો હવે પૂર્વ બની ગયા છે, છતાં તેઓ સરકારી આવાસ ખાલી કરવા ગલ્લાતલ્લા કરી રહ્યાં છે. આ પૂર્વ ધારાસભ્યો એમએલએ ક્વોટર્સમાંથી મકાન ખાલી કરી નથી રહ્યાં. હાલ પુરુષોત્તમ સોલંકી મંત્રી તરીકે છે. જોકે એમએલએ ક્વાટર્સ તેમના નામે ફરવાયું છે, છતાં તેઓ ધારાસભ્ય આવાસ ખાલી કરતા નથી. 

આ ધારાસભ્યો મકાન ખાલી નથી કરી રહ્યાં
1. બાબુ વાજા, માંગરોળ
2. સુમન ચૌહાણ, કાલોલ
3. સંતોકબેન આરેથીયા, રાપર
4. સુરેશ પટેલ, માણસા
5. દુષ્યંત પટેલ, ભરૂચ
6. વિક્રમ માંડમ, ખંભાળીયા
7. જગદીશ પટેલ, અમરાઇવાડી
8. ગ્યાસુદીન શેખ દરિયાપુર
9. કૌશિક પટેલ,નારાણપુરા
10. ચંદનજી ઠાકોર, સિદ્ધપુર
11. રાઘવજી મકવાણા, મહુવા
12. કાળુભાઇ ડાભી, કપડવંજ
13. કાંતિભાઈ સોઢા,આણંદ
14. અજીતસિંહ ચૌહાણ, બાલાસીનોર
15. અશ્વિન કોટવાલ, ખેડબ્રહ્મા
16. હર્ષદ રિબડીયા, વિસાવદર
17. પરસોતમ સોલંકી, ભાવનગર ગ્રામ્ય

રૂપાણી સરકાર ઘરભેગી થયે દોઢ વર્ષનો સમય થયો છતાં પણ ભાજપના 16  નેતાઓને સરકારના ખર્ચે જલસાબંધ રહેવાનો મોહ હજુ છૂટ્યો નથી. જેને પગલે ભૂપેન્દ્ર પટેલની જૂની સરકારના 7 મંત્રીઓેએ પણ ફરી બંગલાની માગણી કરી છે. રૂપાણી સરકાર એકાએક ઘરભેગી થઈ જતાં મંત્રીઓએ એ સમયે તો બંગલા ખાલી કર્યા નહોતા પણ હવે તો ફરી નવી સરકાર બની ગઈ છે અને નવી સરકારના 4 મંત્રીઓ સરકીટ હાઉસમાં રહી રહ્યાં છે. જેઓ ઉત્તરાયણ બાદ નવા ઘરમાં રહેવા જાય તેવી સંભાવના છે. નવી સરકારનું મંત્રી મંડળ નાનું હોવાથી જૂના પૂર્વ જોગીઓ બંગલાઓ ખાલી કરવાના મૂડમાં નથી. 

ગુજરાતમાં સરકાર બદલાતાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ ઉર્જા મંત્રી સૌરભ પટેલ અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગત વર્ષે ડિસેમ્બરમાં જ ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની રચના થયા બાદ સરકારી બંગલા ખાલી કરીને તેની ચાવી માર્ગ મકાન વિભાગને સોંપી છે. પરંતુ, રૂપાણી સરકારના ૧૬ જેટલા પૂર્વ મંત્રીઓએ હજી સુધી બંગલા ખાલી કર્યા નથી.

ગુજરાતના કરોડપતિ ધારાસભ્યો પ્રજા સામે મસમોટી વાતો કરે છે પણ એમના ઘરના ખિસ્સામાંથી કંઇ પણ કાઢવાનું આવે તો ચૂપ થઈ જાય છે. ગુજરાતમાં ગાંધીનગરમાં એમને ક્વાર્ટસ ફળવાયા છે. એ પદ ગયા બાદ પણ ખાલી ના કરતા અને પ્રજાના પૈસે તાગડધિન્ના કરતા આવા 25 પૂર્વ ધારાસભ્યોને નોટિસ ફટકારાઈ છે. વિધાનસભા સચિવાલયની કડક કાર્યવાહી શરૂ ક્વાટર્સ ખાલી નહીં કરનારા 15 પૂર્વ ધારાસભ્યોનો પગાર અટકાવી દેવાયો હતો. કોઈ પણ ચૂંટણી લડવા નો- ડ્યૂ સર્ટિ અનિવાર્ય છે અને આ ભાડું ચૂકવે  તો જ સર્ટિ મળે છે. બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે અને નવા ધારાસભ્યો માટે રહેવા માટે ક્વાટર્સ ફાળવી શકાતા નથી. સેક્ટર- 21 સ્થિત ધારાસભ્ય નિવાસ સંકૂલમાં ફાળવેલા ક્વાટર્સ ખાલી નહિ કરનારા ૧૫ જેટલા પૂર્વ ધારાસભ્યો સામે વિધાનસભા સચિવાલયે કાર્યવાહી શરૂ કરી છે. ૧૫મી વિધાનસભાની રચના પછી સવા મહિનામાં વારંવાર સૂચના પછી પણ ગત સપ્તાહના રવિવાર સુધીમાં ક્વાટર્સ ખાલી ન કરનારા ૧૫ જેટલા પૂર્વ ધારાસભ્યોના પગાર અટકાવી દેવાયો છે. હવે તેમની પાસેથી ભાડુ વસુલ્યા બાદ જ વિધાનસભા સચિવાલય નો-ડ્યુ સર્ટિફિકેટ આપશે.

૧૪મી વિધાનસભાનો ભંગ થયા બાદ માંગરોળના બાબુ વાજા, કાલોલના સુમન ચૌહાણ, રાપરના સંતોક અરેથિયા, માણસાના સુરેશ પટેલ, ભરૂચના દુષ્યંત પટેલ, ખંભાળિયાના વિક્રમ માડમ, અમરાઈવાડીના જગદિશ પટેલ, દરિયાપુરના ગ્યાસુદ્દિન શેખ, મહુવાના રાધવજી મકવાણા, કપડવંજના કાળુભાઈ ડાભી, આણંદના કાંતિ સોઢા પરમાર સહિતના પૂર્વ ધારાસભ્યોએ મકાન ખાલી કર્યા નહોતા. ૧૫ પૈકી ખેડબ્રહ્માના અશ્વિન કોટવાલ અને વિસાવદરના હર્ષદ રિબડીયાએ તો ચૂંટણી પૂર્વે જ ધારાસભ્યપદેથી રાજીનામુ આપ્યુ હતુ. જ્યારે નવી સરકારમાં મંત્રીપદ મળતા મંત્રી નિવાસમાં બંગલો મળ્યા બાદ પણ પરસોત્તમ સોલંકીએ ક્વાટર્સ ખાલી કર્યુ નહોતુ. જેના કારણે ૧૫મી વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોને ક્વાટર્સ મળ્યા નહોતા. આથી, વિધાનસભાએ આ કાર્યવાહી કરી છે. આમ હવે ધારાસભ્યોએ આ ક્વાર્ટસ ખાલી કરી દેવાની સાથે ચૂકવણા પણ કરી દેવા પડશે. 

વિધાનસભાના સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્યના ૨૫ જેટલા પૂર્વ ધારાસભ્યોએ સરકારી નિવાસસ્થાન ખાલી કર્યા નથી. તેઓ નો ડ્યુ સર્ટિફિકેટ રજૂ કરવામાં નિષ્ફળ ગયા છે તેથી વહીવટી તંત્ર દ્વારા તેમને નોટીસ આપવામાં આવી છે. આ નોટીસમાં પગાર અટકાવવાનો પણ આદેશ કરાયો છે. સત્તા ગઇ પણ સરકારી રાહતના નિવાસસ્થાન પર આ ધારાસભ્યોનો કબજો છે. આ સભ્યોમાં સત્તાધારી ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોનો પણ સમાવેશ થાય છે. આ પૂર્વ સભ્યોએ નિવાસસ્થાનનો કબજો છોડ્યો નથી, એટલું નહીં કેટલાક સભ્યોએ બાકી બીલો પણ ચૂકવ્યા નથી. 

વિધાનસભા સચિવાલય તરફથી ૧૫ ધારાસભ્યોને નોટીસ આપવામાં આવી છે. વર્તમાન સરકારના નિવાસસ્થાન વિહોણાં ધારાસભ્યો જ્યારે ગાંધીનગર આવે છે ત્યારે તેમને ફરજીયાત સરકીટ હાઉસમાં રહેવું પડે છે, કેમ કે તેમને ફાળવવાના થતાં નિવાસસ્થાનમાં પૂર્વ ધારાસભ્યોનો કબજો છે જે પાછો આપવામાં આવ્યો નથી. સરકારની વારંવારની છતાં આ પૂર્વ સભ્યો કબજો છોડતા નથી. જેથી ધારાસભ્યોના આર્થિક લાભ અટકાવવામાં આવ્યો છે. આમ નેતાઓ જાહેરમાં મસમોટી શીખામણો આપે છે પણ પોતે અમલ કરતા નથી એ આ બાબત સાબિત કરી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news