સુરતમાં ઈમારતનો સ્લેબ ધરાશાયી, 2 ના કાટમાળ નીચે દબાઈને મોત, હજુ કેટલાક ફસાયા

સુરતના કતારગામ વિસ્તારમાં કિરણ હોસ્પિટલ પાછળ જરીવાલા કમ્પાઉન્ડ પાસે સ્લેબ ધરાશાયી થતાં 5 લોકો કાટમાળ નીચે દબાયા હતા. 2 લોકોને ફાયર વિભાગે રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યા છે. તો 3 લોકો હજી પણ કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે. સ્લેબ ધરાશાયી થવાની ઘટના બાદ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. જોકે, આ ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા છે. 

સુરતમાં ઈમારતનો સ્લેબ ધરાશાયી, 2 ના કાટમાળ નીચે દબાઈને મોત, હજુ કેટલાક ફસાયા

ચેતન પટેલ/સુરત :સુરતના કતારગામ વિસ્તારમાં કિરણ હોસ્પિટલ પાછળ જરીવાલા કમ્પાઉન્ડ પાસે સ્લેબ ધરાશાયી થતાં 5 લોકો કાટમાળ નીચે દબાયા હતા. 2 લોકોને ફાયર વિભાગે રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યા છે. તો 3 લોકો હજી પણ કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે. સ્લેબ ધરાશાયી થવાની ઘટના બાદ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. જોકે, આ ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા છે. 

બિલ્ડીંગની ઉપર સ્લેબ લેવાની કામગીરી ચાલુ હતી, તે સમયે સ્લેબ ધારાશયી થયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગ દોડતુ થયુ હતું. તાત્કાલિક સ્લેબને હટાવીને ફસાયેલા લોકોને બહાર કાઢવાની રેસ્ક્યૂ કામગીરી શરૂ કરાઈ હતી. જોકે, કાટમાળમાં હજી કેટલા લોકો ફસાયા છે તેની હજી જાણ નથી. સ્લેબ તૂટી પડતા નીચે પાર્ક કરાયેલી ગાડીઓનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. લગભગ 40 થી વધુ બાઈક બિલ્ડીંગ નીચે પાર્ક કરાઈ હતી. જે કાટમાળ નીચે આખેઆખી દબાઈ ગઈ છે. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે, તો કાટમાળ નીચે દબાયેલા લોકોને કાઢવાની કામગીરી ચાલુ રહી છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) March 19, 2022

સ્થાનિક કોર્પોરેટે આ ઘટના વિશે માહિતી આપતા કહ્યુ કે, આ ઈમારત જર્જરિત હતી. બિલ્ડીંગ જૂની હોવાથી તેના રિનોવેશનનું કામ ચાલતુ હતું. બીજા માળની દિવાલ પાડવાનું કામ ચાલતુ હતું. આ બિલ્ડીંગની નીચે અનેક દુકાનો આવેલી છે. ચાની કીટલી હતી, તથા અન્ય દુકાનો પણ હતી. જેમના પર સ્લેબ તૂટી પડ્યો હતો. કાટમાળ નીચે પાંચથી છ જણા દટાયા હતા. જેમને ફાયર વિભાગ દ્વારા બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. હાલ સ્લેબને હટાવવા જેસીબી મશીનની મદદ લેવાઈ છે. મશીથી દિવાલનો કાટમાળ હટાવીને દબાયેલા માણસોને શોધવામાં આવી રહ્યાં છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news