B. Sc પ્રવેશ પ્રક્રિયા સંદર્ભે સર્જાયો વિવાદ, કટઓફ પદ્ધતિ દૂર કરવા માંગ
યુનિવર્સીટીમાં ઓનલાઈન પ્રવેશ મેળવ્યો હોય અને ત્યારબાદ અન્ય કોઈ ક્ષેત્રમાં અભ્યાસ માટે જતા રહ્યા હોય તેવા વિદ્યાર્થીઓના નામ પ્રવેશમાંથી દૂર કરવા.
Trending Photos
અતુલ તિવારી, અમદાવાદ: ગુજરાત યુનિવર્સીટી સંલગ્ન સાયન્સની કોલેજોમાં પ્રથમ વર્ષ B. Sc. માટે ચાલી રહેલી પ્રવેશ પ્રક્રિયા સંદર્ભે વિવાદ સર્જાયો છે. પ્રવેશ માટે કટઓફ સહિતની કેટલીક વિસંગતતાને લઈ સાયન્સ કોલેજના અધ્યાપક પ્રતિનિધિઓએ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાને રજૂઆત કરી હતી. જો કે તેઓ યુનીવર્સીટીમાં હાજર ના હોવાથી પ્રવેશ સમિતિને આવેદન આપવામાં આવ્યું હતું.
છેલ્લા કેટલાક સમયથી ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી રહી છે તેમજ પ્રવેશ માટે કટઓફ પદ્ધતિને કારણે સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં સતત વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહ્યાનો આક્ષેપ કોલેજના અધ્યાપક પ્રતિનિધિઓ તરફથી જ કરવામાં આવ્યો. B.Sc.ના અભ્યાસક્રમમાં હાલ પ્રવેશ માટે કટઓફ પદ્ધતિને દૂર કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. આ સિવાય પ્રવેશ સંદર્ભે અન્ય વિસંગતતાની વાત કરીએ તો...
- યુનિવર્સીટીમાં ઓનલાઈન પ્રવેશ મેળવ્યો હોય અને ત્યારબાદ અન્ય કોઈ ક્ષેત્રમાં અભ્યાસ માટે જતા રહ્યા હોય તેવા વિદ્યાર્થીઓના નામ પ્રવેશમાંથી દૂર કરવા.
- ગ્રાન્ટેડ કોલેજમાં જો કોઈ સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં પ્રવેશ મેળવી ચુકેલો વિદ્યાર્થી અભ્યાસ કરવા માગે તો તેની છૂટ આપવી.
- મોટાભાગની સરકારી કોલેજોમાં વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટી રહી છે જેને લઈ પ્રવેશ પ્રક્રિયામાં પારદર્શકતા લાવવામાં આવે.
- પ્રવેશ પ્રક્રિયા માટે એન્જીનીયરીંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિનો ઉપયોગ ગુજરાત યુનીવર્સીટી કરે જેથી કોઈ એક અભ્યાસમાં પ્રવેશ બાદ જો વિદ્યાર્થી બીજા કોઈ અભ્યાસક્રમમાં પ્રવેશ લે તો તેનો પ્રથમ અભ્યાસમાંથી પ્રવેશ ઓટોમેટિક રદ્દ થઈ જાય અને એની બેઠક સમયસર અન્યને ફાળવણી કરી શકાય.
- સેલ્ફ ફાયનાન્સ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતો કોઈ વિદ્યાર્થી સરકારી કોલેજમાં બીજા વર્ષે પ્રવેશ લેવા માંગતો હોય તો NOC ની જરૂરિયાત ના રહે તો પરિપત્ર કરવામાં આવે.
- હાલ સાયન્સ કોલેજોમાં કેટલોક જરૂરી સ્ટાફ ઓછો છે તે ભરવામાં આવે જેથી સ્ટાફમાં અછતની અસર વિદ્યાર્થીઓના અભ્યાસ પર ના પડે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે