હારીજ નગરપાલિકાની સભામાં ગંભીર આક્ષેપોથી રાજકારણ ગરમાયું, નીતિ નિયમો સરે આમ ભંગ
ભાજપ શાસિત હારીજ નગરપાલિકામાં આજે પ્રથમ સામાન્ય સભા મળી હતી, પરંતુ 23 સભ્યોમાંથી મોટાભાગની મહિલા સદસ્યના પતિ, સસરા અને પુત્રોની હાજરીમાં સભામાં કામોની ચર્ચા થઈ
Trending Photos
પ્રેમલ ત્રિવેદી/ પાટણ: ભાજપ શાસિત હારીજ નગરપાલિકામાં આજે પ્રથમ સામાન્ય સભા મળી હતી, પરંતુ 23 સભ્યોમાંથી મોટાભાગની મહિલા સદસ્યના પતિ, સસરા અને પુત્રોની હાજરીમાં સભામાં કામોની ચર્ચા થઈ. બળવાખોર ભાજપના સદસ્ય એ ગંભીર આરોપ લગાવ્યો હતો કે, મહિલા પ્રમુખ નહિ તેમના પતિ અને પુત્રો દ્વારા વહીવટ કરાય છે. ભયના વાતાવરણથી કોઈ કોર્પોરેટ ખુલીને બોલી શકતા નથી. તેવા ગંભીર આક્ષેપો લગાવતાં રાજકારણ ગરમાયુતો સામે ચીફ ઓફિસરની હાજરીમાં નીતિ નિયમો સરે આમ ભંગ થતો હોવા છતાં ચુપી સાધી હતી.
આ પણ વાંચો:- ‘જ્યાં 20 વોટ નથી મળતા ત્યાં પણ કામ કરીએ છીએ’ AMCની સભામાં અમિત શાહના વિવાદિત નિવેદનથી હોબાળો
હારીજ નગરપાલિકાની બીજી ટર્મમાં ભાજપ શાસિત નગરપાલિકામાં પ્રથમ સામાન્ય સભામાં મહિલા પ્રમુખના પતિ અને મહિલા સદસ્યોના પતિઓ ચીફ ઓફિસરની રૂબરૂમાં સામાન્ય સભામાં હાજર રહ્યા અને 2 કરોડની ગ્રાન્ટ માટે ચર્ચા કરાઈ હતી. તો બળવાખોર ભાજપના સદસ્ય એ આરોપ લગાવ્યો કે મહિલા પ્રમુખ નહિ તેમના પતિ અને પુત્રો દ્વારા ભયના વાતાવરણથી કોઈ કોર્પોરેટ ખુલીને બોલી શકતા નથી અને તમામ વહીવટ પતિ દેવો દ્વારા કરવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો.
આ અંગે ચીફ ઓફિસરને પૂછતા તેમણે મ્યુનિસિપલ એક્ટની કલમ 51 મુજબ પ્રમુખની સત્તા છે કે કોને હાજર રાખવાને કોને નહીં. તેમ જ ચીફ ઓફિસરની હાજરી હોવા છતાં તેઓ મૂક પ્રેક્ષક બનીને સામાન્ય સભાની કાર્યવાહીમાં ભાગ લીધો હતો. જો કે, મીડિયાના પ્રશ્નોના તેઓ યોગ્ય જવાબ આપી શક્યા નહતા અને ચુપ સાધી દિધી હતી. હારીજ પાલીકાની સામાન્ય સભામાં યુડીપીની ગ્રાન્ટમાં કામો અંગે ચર્ચા કરાઇ હતી તો ગામના રોડ, રસ્તા, ભૂગર્ભ ગટરના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ અંગે પણ ચર્ચા થઈ હોવાનું જણાવ્યું હતું.
પરંતુ પાલીકાની સભામાં મહિલા સદસ્યના બદલે તેમના પતિ અને ખુદ પ્રમુખના પતિ પણ સભામાં હાજર રહે, જે મામલે પ્રમુખે તેમની સત્તા હૉવાનું જણાવતા આશ્ચર્ય ઉભું થવા પામ્યું હતું. હારીજ નગરપાલિકાની બીજી ટર્મની આજે પ્રથમ સામાન્ય સભા મળી હતી પરંતુ આ સામાન્ય સભામાં લોકશાહી અને કોરોનાની ગાઈડ લાઇનના નીતિનિયમોનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો. પાલિકાના સભાખંડમાં સામાન્ય સભાની શરૂઆત થઈ ત્યારે ચીફ ઓફિસર અને મહિલા પ્રમુખના પતિએ મીડિયાકર્મીઓને કવરેજ કરવા ના પાડ્યા બાદ સભા શરૂ થઈ હતી.
સભામાં 23 સભ્યોમાંથી મોટાભાગના સભ્યોના પતિ અને તેના પુત્રો દ્વારા કામો તેમજ ગ્રાન્ટની ચર્ચા થઈ હતી છે. આશ્ચર્ય પમાડે તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. હારીજ નગરપાલિકામાં આશ્ચર્ય જોવા મળ્યું હતું કે પ્રજાના કામો માટેના એજન્ડાનો અભાવ તેમજ જે ગ્રાન્ટ વાપરવાની છે તે પહેલા કારોબારી સમિતિમાં રજૂ થાય. તેમાં ચર્ચા થાય. પછી જ સામાન્ય સભામાં મુકાય પણ અહીં કારોબારીની રચના થઇ નથી. તો સાથે સાથે પાલિકાની એકપણ સમિતિની રચના થઈ નથી. ત્યારે કયા નીતિ નિયમો સાથે પ્રજાના પરસેવાના કરવેરાનો વહીવટ કરવામાં આવશે તેવા સવાલો ઉઠે છે. હારીજ પાલિકાની વર્ષોજૂની જર્જરીત પાણી ટાંકી તોડી ઉતારી લેવા માટે ટેન્ડર પ્રક્રિયામાં પણ ભ્રષ્ટચાર થયાનાં આક્ષેપ સભ્ય પ્રફુલભાઈ પરમાર કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે