બ્રેકિંગ ન્યૂઝ : મોરબી બ્રિજ હોનારતમાં જયસુખ પટેલને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી

Supreme Court on Morbi Bridge Collapse : ગુજરાતના મોરબી પુલ હોનારતમાં આરોપી જયસુખ પટેલની જામીન અરજી સાંભળવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કરી દીધો... સાથે જ કહ્યું કે...

બ્રેકિંગ ન્યૂઝ : મોરબી બ્રિજ હોનારતમાં જયસુખ પટેલને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી

Morbi Bridge Collapsed :  મોરબી ઝુલતો પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલને મોટો ઝટકો લાગ્યો છે. ઓરેવાના માલિક જયસુખભાઈ પટેલને સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત ન મળી. જયસુખ પટેલે જામીન માટે કરેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી છે. સાથે જ સુપ્રીમ કોર્ટે ટકોર કરતા કહ્યું કે, ગુજરાત હાઇકોર્ટમાં પેન્ડિંગ રહેલી અરજી માટે રાહ જુઓ.

સુપ્રીમ કોર્ટે અરજી સાંભળવાનો ઈન્કાર કર્યો
ગુજરાતના મોરબી પુલ હોનારતમાં આરોપી જયસુખ પટેલની જામીન અરજી સાંભળવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કરી દીધો. કોર્ટે કહ્યું કે, હાલ નીચલી અલદાત કે હાઈકોર્ટમાંથી જામીન મેળવવાના પ્રયાસો કરો. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 30 ઓક્ટોબરના રોજ થયેલી દુર્ઘટનામાં કુલ 135 લોકોના મોત થયા હતા. ઓરેવા કંપની પાસે આ પુલનો વહીવટ હતો. જયસુખ પટેલ ઓરેવા કંપનીના એમડી છે. 

શું બન્યુ હતું 
મોરબીમાં ગત તા. ૩૦/૧૦/૨૦૨૨ ના રોજ ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને ૧૩૫ લોકોના મોત થયા હતા અને આ બનાવ સંદર્ભે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી અને તે ફરિયાદ આધારે પોલીસે જે તે સમયે મેન્ટેનન્સ અને મેનેજમેન્ટનું કામ કરનાર એજન્સીના કુલ મળીને નવ કર્મચારીઓની ધરપકડ કરી હતી. ઝૂલતા બ્રિજના સમારકામ અને સંભાળવાની સમગ્ર જવાબદારી ઓરેવા કંપની પર હતી. ઓરેવા કંપનીની બેદરકારીથી બ્રિજ તૂટ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો.

શું છે ઓરેવા અને કોણ છે જયસુખ પટેલ?
અજંતા ઓરેવા ગ્રુપ ઓફ કંપનીઝના MD જયસુખ પટેલ ઘડિયાળ, કેલ્ક્યુલેટર, હોમ એપ્લાયન્સીસ તથા એલઈડી બલ્બના ઉદ્યોગમાં જાણીતું નામ છે. તેમની કંપનીની ઘડિયાળો એક સમયે ભારતભરમાં ધૂમ મચાવતી હતી. બાદમાં તેમણે વારંવાર ચીનની મુલાકાત લઈને સીએફએલ અને એલઈડી લેમ્પના બિઝનેસમાં ઝંપલાવ્યું હતું. ફિલિપ્સ કંપની સામે તેમણે ખૂબ સસ્તા દામે 1 વર્ષની ગેરન્ટી આપતા બલ્બ શરુ કર્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news