ગુજરાતમાં આફતના સંકેત! કચ્છમાં ધરા ધ્રૂજી, વાગડ ફોલ્ટ લાઈન સક્રીય થઈ હોવાનું અનુમાન

મળતી વિગતો મુજબ રિક્ટર સ્કેલ પર 3.1ની તીવ્રતા નોંધાઈ છે. ભચાઉથી 22 કિલોમિટર દૂર કેન્દ્રબિંદુ નોંધાયુ છે. જોકે આ આંચકાથી હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. 

ગુજરાતમાં આફતના સંકેત! કચ્છમાં ધરા ધ્રૂજી, વાગડ ફોલ્ટ લાઈન સક્રીય થઈ હોવાનું અનુમાન

ઝી બ્યુરો/ભૂજ: રાજ્યમાં છેલ્લાં કેટલાંક દિવસોથી ભૂકંપના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આંચકા અનુભવાઈ રહ્યા છે. કચ્છમાં આજે સાંજના 6.22 કલાકે 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભચાઉથી 22 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. વિશેષજ્ઞો વાગડ ફોલ્ટ લાઈન સક્રીય થયું હોવાનું અનુમાન લગાવી રહ્યા છે. કચ્છમાં સાંજે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો પોતપોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા.

મહત્વનું છે કે, તાજેતરમાં કચ્છ અને અમરેલીમાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. ત્યારે આજે કચ્છમાં ફરી એકવાર ધરતીકંપ આવ્યો હતો. ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. મળતી વિગતો મુજબ રિક્ટર સ્કેલ પર 3.1ની તીવ્રતા નોંધાઈ છે. ભચાઉથી 22 કિલોમિટર દૂર કેન્દ્રબિંદુ નોંધાયુ છે. જોકે આ આંચકાથી હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. 

થોડા દિવસ અગાઉ પણ ભૂકંપ આવ્યો હતો
અગાઉ 27 ફેબ્રુઆરીએ 10 વાગ્યા આસપાસ કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.8 નોંધાઈ હતા. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ લખપતથી 62 કિલોમીટર દૂર નોંધાયું હતું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news