માત્ર રજા માટે રણભૂમિ બની સુરતની પિપોદરા GIDC! પોલીસ પણ જીવ બચાવવા ભાગતી જોવા મળી!
સુરતના માંગરોળમાં આવેલી પિપોદરા GIDCના છે. રજાને લઈ કારીગર અને કંપની માલિક વચ્ચે થયેલી માથાકુટે એવું રૌદ્ર સ્વરૂપ લીધું કે પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા માટે ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા. થોડા સમય માટે તો આખો વિસ્તાર રણભૂમિમાં ફેરવાઈ ગયો હતો.
Trending Photos
સંદીપ વસાવા/સુરત: સુરતના પિપોદરા GIDCમાં કામદારો અને માલિક વચ્ચે રજાને લઈ માથાકુટ થઈ. આ માથાકુટ એટેલી ઉગ્ર બની ગઈ કે, પોલીસે ટિયર ગેસ સેલ છોડવા પડ્યા. કામદારોએ પથ્થરમારો કર્યો. પોલીસના વાહનો તુટી ગયા. એક સમયે તો પોલીસે ઘટનાસ્થળ છોડીને ભાગવું પડ્યું. આખરે સુરતના માંગરોળમાં આવેલી પિપોદરા GIDC કેમ બની રણભૂમિ? કામદારોના ગુસ્સાનું શું હતું કારણ?
હાહાકાર મચાવી દે તેવા દ્રશ્યો સુરત શહેરમાં જોવા મળ્યા હતા. સુરતના માંગરોળમાં આવેલી પિપોદરા GIDCના છે. રજાને લઈ કારીગર અને કંપની માલિક વચ્ચે થયેલી માથાકુટે એવું રૌદ્ર સ્વરૂપ લીધું કે પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા માટે ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા. થોડા સમય માટે તો આખો વિસ્તાર રણભૂમિમાં ફેરવાઈ ગયો હતો. ચારેબાજુ બુમાબુમ અને હોહાનો અવાજ સંભળાઈ રહ્યો હતો.
હવે આ સમગ્ર ઘટનાએ ઉગ્ર સ્વરૂપ લીધું તેનું કારણ આ CCTV છે. જુઓ કેવી રીતે એક બે વ્યક્તિ એક કામદારને લાકડીથી ઢોર માર મારી રહ્યા છે. તેનો વાંક માત્ર એટલો જ હતો કે તેણે રજાની માંગ કરી હતી. સપ્તાહમાં પાળી બદલાય ત્યારે એક દિવસ રજા આપવાની માંગ કરી હતી. પરંતુ માલિકે રજા તો ન આપી ઉપરથી ઢોર માર માર્યો. અને તેના જ કારણે સાથી કર્મચારીઓ રોષે ભરાઈ ગયા. માલિકે પોલીસ બોલાવી પરંતુ કર્મચારીએ એવા રોષે ભરાયા કે પોલીસને પણ દોડાવી દોડાવીને માર માર્યો. પોલીસ વાહનોમાં તોડફોડ કરી.
રણભૂમિ બની ગયેલી પિપોદરા GIDCમાં સમગ્ર જિલ્લાનો પોલીસ કાફલો ખડી દેવાયો હતો. પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયરગેસના છેલ છોડ્યા. જિલ્લા પોલીસ વડા પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. બેકાબૂ બનેલા ટોળાને કાબૂમાં કરી લેવાયું હતું. અને તોફાનીઓને ઝડપી જેલમાં ધકેલી દેવાયા હતા.
આ ઘટના બાદ હાલ વિસ્તારમાં શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે આરોપીને ઝડપી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોવાનું રહેશે કે આગળ શું વધુ કાર્યવાહી હાથ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે