હવે કોઈનું કઈ નક્કી નથી! ગુજરાતીઓ પર છે મોટી ઘાત, છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકથી 7ના મોત

Heart Attack Death In Gujarat : ગુજરાતમાં ગરબા વખતે હૃદયની સમસ્યાના કેસમાં વધારો થયો છે. રાજ્યમાં સરેરાશ 84 કેસ નોંધાઈ રહ્યાં છે. છેલ્લાં 2 દિવસમાં 21 થી વધારે લોકોના હાર્ટ અટેકથી મૃત્યુ થયા છે. તેમાં વધુ ચાર લોકોના મોતનો આંકડો ઉમેરાયો છે. 

હવે કોઈનું કઈ નક્કી નથી! ગુજરાતીઓ પર છે મોટી ઘાત, છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકથી 7ના મોત

ઝી બ્યુરો/અમદાવાદ: હૃદય રોગના હુમલાથી ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 5થી વધુ લોકોના મૃત્યુ થયા છે. ચોંકાવનારી વાત એ છે કે રાજકોટમાં જ છેલ્લા 12 કલાકમાં 3 લોકોના હ્રદય બંધ થઈ ગયા છે. જી હાં રાજકોટમાં શિક્ષક સહિત 3 લોકોનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. જેતપુરના ખજુરી ગુંદાળામાં રહેતા 22 વર્ષીય કિશન મનુભાઇ મકવાણા નામનો યુવક રાત્રે સુઈ ગયા પછી જાગ્યો જ નહીં. યુવકને હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા પરંતુ તબીબે મૃત જાહેર કર્યો. તો રાજકોટ માર્કેટયાર્ડમાં હરાજી દરમિયાન શાકભાજીના વેપારીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું. હાર્ટ એટેક આવતા યુવક ઢળી પડ્યાની ઘટના CCTVમાં કેદ થઈ.

તો સુરતના માંડવીમાં મુકેશ ગામિત નામના યુવકને ગરબા રમતી વખતે અચાનક છાતીમાં દુખાવો થતા ઢળી પડ્યો હતો. સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. અમદાવાદ શહેર કોંગ્રેસના સોશિયલ મીડિયા વિભાગના મંત્રી 36 વર્ષીય વિશાલ સોલંકીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.

હાર્ટ એટેકથી એક મહિનામાં 25 લોકોના મૃત્યુ
ગુજરાતમાં એક મહિનામાં હાર્ટ એટેકથી 25 લોકોના મૃત્યુ થયા છે. હાર્ટ એટેક વધતાં લોકોની ચિંતા વધી ગઈ છે. ત્યારે વડોદરાના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડૉ.દર્શન બેંકરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, બાળકોમાં હ્યદય રોગ માટે મોબાઈલ અને બાહ્ય ખોરાક જવાબદાર છે. લોકોએ બહારનું ભોજન ટાળવું જોઈએ અને મોડી રાત્રે ખોરાક ન લેવો જોઈએ, ઠંડા પીણા સદંતર બંધ કરી દેવા જોઈએ. સાથે જ હરિફાઈના જમાનામાં લોકો કેપિસીટી કરતા વધુ કામ કરે છે. માનસિક તણાવના લીધે પણ હૃદય રોગના કિસ્સા વધે છે. જેથી બાળકોને શિક્ષણ માટે વધારે દબાણ ન કરવું જોઈએ. 

ઉલ્લેખનીય છે કે, હાર્ટએટેક હવે ગુજરાતના યુવકોનો કાતિલ બની રહ્યો છે. ગુજરાતમાં હવે રોજ હાર્ટએટેકના કિસ્સા વધી રહ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે, જુવાનિયા તેનો શિકાર બની રહ્યાં છે. ગુજરાતમાં ગરબા વખતે હૃદયની સમસ્યાના કેસમાં વધારો થયો છે. રાજ્યમાં સરેરાશ 84 કેસ નોંધાઈ રહ્યાં છે. છેલ્લાં 2 દિવસમાં 21 થી વધારે લોકોના હાર્ટ અટેકથી મૃત્યુ થયા છે. તેમાં વધુ ચાર લોકોના મોતનો આંકડો ઉમેરાયો છે. 

છેલ્લા 12 કલાકમાં હાર્ટ એટેકના કારણે સૌરાષ્ટ્રમાં એક શિક્ષક સહિત ત્રણના મોત થયા છે. તો સુરતમાં ગરબા રમતા રમતા એક યુવકનું મોત થયું છે. જેતપુરમાં માર્કેટ યાર્ડમાં મજૂરી કામ કરતા કરતા 24 વર્ષીય યુવક ઢળી પડ્યો હતો. તો રાજકોટમાં 7 વર્ષથી પથારીવશ 40 વર્ષીય શખ્સને હાર્ટએટેક આવ્યો હતો. તો એક શિક્ષકને પણ હાર્ટએટેક આવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news