બ્રેકિંગ સમાચાર : જેલમાં બંધ જયસુખ પટેલની તબિયત લથડી

મોરબી દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. જેલમાં બંધ જયસુખ પટેલની તબિયત લથડી હતી. જેથી તેમને  સારવાર અર્થે લઈ તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. જયસુખ પટેલને ગભરામણ અને છાતીમાં દુખાવો થતા સારવાર માટે લઈ જવાયા હતા. જયસુખ પટેલને ન્યુરો સર્જન પાસે લઈ જવા તબીબોએ સૂચવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, જયસુખ પટેલે જામીન માટે મોરબીની કોર્ટમાં અરજી કરી છે. જામની અરજી પર કોર્ટના ઓર્ડર પહેલાં જયસુખ પટેલની તબિયત લથડી હતી. 

બ્રેકિંગ સમાચાર : જેલમાં બંધ જયસુખ પટેલની તબિયત લથડી

Morbi News : મોરબી દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. જેલમાં બંધ જયસુખ પટેલની તબિયત લથડી હતી. જેથી તેમને  સારવાર અર્થે લઈ તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. જયસુખ પટેલને ગભરામણ અને છાતીમાં દુખાવો થતા સારવાર માટે લઈ જવાયા હતા. જયસુખ પટેલને ન્યુરો સર્જન પાસે લઈ જવા તબીબોએ સૂચવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, જયસુખ પટેલે જામીન માટે મોરબીની કોર્ટમાં અરજી કરી છે. જામની અરજી પર કોર્ટના ઓર્ડર પહેલાં જયસુખ પટેલની તબિયત લથડી હતી. 

મોરબીની જેલમાં બંધ જયસુખભાઇ પટેલને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. રેગ્યુલર જામીનની અરજીના ઓર્ડરની રાહ જોવાઈ રહી છે ત્યાં જેલમાં જયસુખ પટેલની તબિયત લથડી હતી. ગભરામણ અને છાતીમાં દુખાવો થતાં જયસુખ પટેલને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતું જયસુખભાઇને ન્યૂરો સર્જનને બતાવવા માટે મોરબી સિવિલના ડોક્ટરોએ સલાહ આપી હતી. 

મોરબીના ઝુલતા પુલ દુર્ઘટનામાં ઓરેવા કંપનીના જયસુખ પટેલ દ્વારા જામીન માટે મોરબીની ડિસ્ટ્રીકટ કોર્ટમાં અરજી કરાઈ છે. ગત 28 માર્ચના રોજ જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામા આવી હતી. આજે મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા જામીન અરજી પર ઓર્ડર કરી શકે છે. 

મોરબીના ઝુલતા પુલ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા અને તેના માટે હાઇકોર્ટમાં કરવામાં આવેલ સૂઓમોટો અને પિટિશનની સુનાવણીઓ ચાલી રહી છે. ગત સુનાવણીમાં મૃતકો અને ઇજાગ્રસ્તોને જે વળતર આપવા માટેનું કહેવામા આવ્યું છે તેની સામે ૭.૩૧ કરોડ કોર્ટમાં જમા કરવામાં આવ્યા છે અને આ સપ્તાહના અંત સુધીમાં બાકીના ૭.૩૧ કરોડ રૂપિયા પણ જમા કરવી દેવામાં આવશે તેવું આજે મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આરોપી જયસુખભાઈ પટેલની રેગ્યુલર જમીન અરજીની સુનાવણીમાં તેના વકીલ દ્વારા કરવામાં આવ્યું છે. 

ગત સુનાવણીમાં સરકારી વકીલે કહ્યું હતું કે, આ કેસમાં પકડાયેલા કુલ ૧૦ પૈકીનાં નવ આરોપીઓની અગાઉ જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં તેઓએ જયસુખભાઇ પટેલની સૂચના મુજબ કામ કર્યું હોવાનું કયું હતું અને તે તમામ આરોપીના જામીનની અરજીને રદ્દ કરવામાં આવેલ છે ત્યારે મુખ્ય આરોપી જયસુખભાઇ પટેલને જામીન આપી શકાઈ નથી. જો તેને જામીન આપવામાં આવે તો બાકીના આરોપીને પણ જામીન મળી જશે અને કેસને નુકશાન થાય તેવી શક્યતા છે.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news