BREAKING NEWS: ગુજકેટ-2024ની પરીક્ષાની તારીખમાં મોટો ફેરફાર, જાણો શું છે નવી તારીખ?

હવે 31 માર્ચના રોજ ગુજકેટની પરીક્ષા લેવાશે. અગાઉ 2 એપ્રિલના રોજ પરીક્ષા લેવા જાહેરાત કરાઈ હતી. પરંતુ બોર્ડની પરીક્ષા હોવાના કારણે તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

BREAKING NEWS: ગુજકેટ-2024ની પરીક્ષાની તારીખમાં મોટો ફેરફાર, જાણો શું છે નવી તારીખ?

Gujarat News: ગુજકેટ પરીક્ષાને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગુજકેટ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જી હા... હવે 31 માર્ચના રોજ ગુજકેટની પરીક્ષા લેવાશે. અગાઉ 2 એપ્રિલના રોજ પરીક્ષા લેવા જાહેરાત કરાઈ હતી. પરંતુ બોર્ડની પરીક્ષા હોવાના કારણે તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

No description available.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે, ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની ડિગ્રી એન્જિનીયરીંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટ-2024ની પરીક્ષા તા.02/04/2024 ને મંગળવારના રોજ યોજવામાં આવનાર હતી.

ઉક્ત તારીખે CBSE બોર્ડની પરીક્ષા હોવાથી ગુજકેટ-2024ની પરીક્ષા તા.02/04/2024 ના બદલે તા.31/03/2024 ને રવિવારના રોજ યોજવામાં આવશે. જેની શાળાના આચાર્યઓ તથા વાલીઓ, વિદ્યાર્થીઓ તથા સંબંધિત તમામે નોંધ લેવી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news