AHMEDABAD માં દશેરાના દિવસે બ્રેઇનડેડ વ્યક્તિએ 5 લોકોને નવજીવન આપ્યું
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ : અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દશેરાનો પવિત્ર પર્વ આજે એતિહાસિક બન્યો. કેમકે આજના દિવસે નડિયાદના બ્રેન ડેડ વ્યક્તિનાં 5 અંગોનું દાન કરવામાં આવ્યું. અને સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમને 9 દિવસના ટૂંકાગાળામાં ત્રીજું હ્યદયદાન મેળવી મોટી સફળતા હાંસલ કરી.
ફોટોમાં પરિવાર સાથે ખુશખુશાલ દેખાતા અરુણભાઈ હસમુખભાઈ પ્રજાપતિના અંગોનું દાન દશેરાએ કરવામાં આવ્યું. બ્રેઇનડેડ થયેલા 52 વર્ષીય અરુણ પ્રજાપતિ એ આજે ઘણા લોકોની મહામૂલી જિંદગી બચાવવા પ્રેરણા આપતા અંગદાન કર્યું. મહત્વનું છે કે દેશમાં અત્યાર સુધી માત્ર 5 વખત હાથનું અંગદાન સફળ કરી પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે.જેમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત હાથના અંગનું અંગદાન કરવામાં આવ્યું. હાલ આ અંગને 22 વર્ષીય મુંબઈના યુવાનમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.જે મુંબઈની ગ્લોબલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ થકી અંગદાનની અવારનવાર બનતી ઘટનાઓ માનવતાની અનેરી સુવાસ ફેલાવી રહી છે. ત્યારે આવી જ અંગદાન થી અનેક જીવન બચાવવાની અંગે લોકોમાં પ્રેરણા લાવવાની સિવિલ હોસ્પિટલ સાક્ષી બની. મહત્વનું છે કે બ્રેન ડેડ અરુણ પ્રજાપતિના અંગોને હાલમાં કાઢી ગ્રીન કોરિડોર દ્વારા પ્રત્યારોપણ માટે મુંબઈ લઇ જવાયો. અને આ અંગોને સિવિલ હોસ્પિટલની ટીમે 6 મિનિટમાં એરપોર્ટ ખાતે પહોચાડયા હતા. 52 વર્ષીય અરુણ પ્રજાપતિ બ્રેઈનડેડ થતા તેમના સ્વજનોએ અંગોનું દાન કરીને દિવંગતોને અમરત્વ આપ્યું છે.
અરુણભાઈના મળેલા અંગોના દાનમાં હ્યદય મેળવવામાં પણ સફળતા મળી હતી. ત્યારે અમદાવાદ એરપોર્ટ થી અરુણ પ્રજાપતિનું હ્યદય એમજી હોસ્પિટલ ચેન્નઈમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.બાદમાં હદય અને ફેફસા ગ્રીન કોરિડોર મારફતે ચેન્નઈમાં પ્રત્યારોપણ થયા ત્યારે અમદાવાદની જ. કિડની IKDમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.
સિવિલ હોસ્પિટલને રિતરાઈવલ સેન્ટર તરીકે મંજૂરી મલયને 300 દિવસ પૂર્ણ થયા છે.આ 300 દિવસોમાં 14 બ્રેન્ડેડ દર્દીઓના દાન મેળવ્યા છે. 9 દિવસના ટૂંકાગાળામાં ત્રીજુ હ્યદયદાન મેળવવામાં સફળતા મળી છે. ત્યાર સુધી કુલ 50 અંગોનું દાન થયું છે.જેમાં 14 લીવર, 25 કિડની, 4 સ્વાદુપિંડ, 3 હદય, 2 હાથ અને 2 ફેફસાનો સમાવેશ થાય છે.સાથે 32આંખોનું પણ દાન થયું છે. આ અંગદાનમાં 38થી વધારે લોકોને નવ જીવન મળ્યું છે.અત્યાર સુધીમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં SOTTO ની ટીમ દ્વારા 9 મહિનામાં 14 બ્રેન્ડેડ અંગદાન મેળવીને જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન બક્ષ્યું છે. છેલ્લા 9 મહિનામાં કોરોનાની વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ સિવિલ હોસ્પિટલમાં 13 અંગદાનમાં સફળતા મળી છે. જેના થકી જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં સુધાર આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે