આવા દા'હાડા કોઈને ના બતાવે ભગવાન! કેમિકલ કાંડમાં બોટાદના પરિવારની દુનિયા તહેસ-નહેસ કરી

બોટાદ જિલ્લાના બરવાળામાં થયેલ કેમિકલ કાંડમાં 41 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે અનેક પરિવારો નિરાધાર થયા છે. તો અમુક પરિવારે પોતાના મોભી ગુમાવ્યા છે. ત્યારે રાણપુર તાલુકામા પણ કેટલાક લોકોના જીવ ગયા છે.

આવા દા'હાડા કોઈને ના બતાવે ભગવાન! કેમિકલ કાંડમાં બોટાદના પરિવારની દુનિયા તહેસ-નહેસ કરી

યશ કંસારા/અમદાવાદ: કોઈ વ્હાલાસોયાને એક ખરોચ પણ આવે કે સામાન્ય તાવ પણ આવે તો સૌ કોઈ ચિંતામાં મુકાય છે. પણ વિચાર કરો એવા ઘરની જે ઘરે દિકરો અને ભાઈ બંને ગુમાવ્યા હોય. તે ઘરમાં કેવી પરિસ્થિતિ હશે. 

બોટાદ જિલ્લાના બરવાળામાં થયેલ કેમિકલ કાંડમાં 41 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે અનેક પરિવારો નિરાધાર થયા છે. તો અમુક પરિવારે પોતાના મોભી ગુમાવ્યા છે. ત્યારે રાણપુર તાલુકામા પણ કેટલાક લોકોના જીવ ગયા છે. ત્યારે, રાણપુર તાલુકાના વેજળકા ગામે બળવંત સિનધવ નામના ૩૦ વર્ષના યુવાનનું મોત નીપજ્યું છે. આ યુવાનના પરીવારમાં ત્રણ બહેનો છે. અને એક દિકરો માતા પિતા સાથે રહેતો હતો. દરમિયાન ઝેરી કેમિકલ પીવાથી આ યુવાનને સારવારમાં લઈ ગયા ત્યારે તેની તબીયત સારી હતી. પરંતુ સારવાર દરમિયાન મોત થયું હતું.

અત્યારસુધી બોટાદમાં થયેલા ઝેરી કેમિકલ કાંડે કેટલાક કેટલા પરિવારોને તહેસ-નહેસ કરી નાખ્યા છે. ત્યારે, રાણપરના એક પરિવારતો સાવ નોંધારો બન્યો છે. ઘરમાં એક યુવકની મૃત્યુથી પરિવાર શોકમાં છે. માતા-પિતા પોતા ગઢપણનો સહારો ગુમાવ્યો છે. તો બહેનોએ રક્ષાબંધન પર રક્ષા કરવાનું વચન આપનાર ભાઈ ગુમાવ્યો છે.  

દુનિયા માટે તો આ પરિવારે એક યુવક જ ગુમાવ્યો છે. અને સરકારી ચોપડે તો આ મોત એક આંકડો જ ગણાશે. પણ આ પરિવારે તો પોતાની દુનિયા ગુમાવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news