બોટાદના સ્વામિનારાયણ મંદિર કુંડલધામને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન, જાણો કાર્યક્રમમાં શું સિદ્ધિ નોંધાવી?

બરવાળા તાલુકામાં આવેલ કુંડલધામ મંદિરને ગિનિસ બુકમાં સ્થાન મળ્યું છે. 18 ડિસેમ્બર 2021 ના રોજ "કુંડલધામમાં સ્વામિનારાયણનું અક્ષરધામ"ના નામ સાથે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્વામિનારાયણ ભગવાનના અનેક રૂપ સાથેની 7070 મૂર્તિઓનું એક જગ્યા પર આયોજન કરાયું હતું.

બોટાદના સ્વામિનારાયણ મંદિર કુંડલધામને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન, જાણો કાર્યક્રમમાં શું સિદ્ધિ નોંધાવી?

ઝી ન્યૂઝ/બોટાદ: બરવાળા તાલુકામાં આવેલા કુંડલધામના મંદિરે ગિનિસ બુકમાં સ્થાન મેળવ્યું છે. 18 ડિસેમ્બરે યોજાયેલા કાર્યક્રમને લઈ મંદિરને ગિનિસ બુકમાં સ્થાન મળ્યું છે. આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ ભગવાનના અનેક રૂપ સાથેની 7070 મૂર્તિઓનું એક જગ્યા પર આયોજન કરાયું હતું. ભગવાનની 7070 મૂર્તિઓની મુખ્ય વિશેષતા અને દરેક મૂર્તિમાં વસ્ત્રો અલગ અલગ પ્રકારના હતા. એક સાથે આટલી મૂર્તિઓનું કલેક્શન થતા મંદિરને ગિનિસબુકમાં સ્થાન મળ્યું છે. મુંબઈમાં કુંડલધામના સંતોને આ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે બરવાળા તાલુકામાં આવેલ કુંડલધામ મંદિરને ગિનિસ બુકમાં સ્થાન મળ્યું છે. 18 ડિસેમ્બર 2021 ના રોજ "કુંડલધામમાં સ્વામિનારાયણનું અક્ષરધામ"ના નામ સાથે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્વામિનારાયણ ભગવાનના અનેક રૂપ સાથેની 7070 મૂર્તિઓનું એક જગ્યા પર આયોજન કરાયું હતું.

No description available.

સ્વામિનારાયણ ભગવાનની 7070 મૂર્તિઓની મુખ્ય વિશેષતા તે હતી કે દરેક મૂર્તિમાં વસ્ત્રો અને હાર અલગ અલગ પ્રકારના હતા. 7070 મૂર્તિઓમાં સ્વામિનારાયણ ભગવાનના બાલ્ય અવસ્થાથી લઈ તમામ રૂપના પણ દર્શન જોવા મળતા હતા. એક સાથે આટલી મૂર્તિઓનું કલેક્શનને લઈ કુંડલધામને ગિનિસ બુકમાં સ્થાન મળ્યું છે. મુંબઈ ખાતે કુંડલધામના સંતોને ગિનિસ બુકનું સર્ટિ આપવામાં આવ્યું છે. 

સ્વામી જ્ઞાનજીવનદાસજીની પ્રેરણાથી નિર્મિત ભગવાનની લાખો મૂર્તિઓ વિશ્વભરના ઘરોમાં બિરાજમાન છે. ભગવાનની આ સુંદર મૂર્તિઓને જોઈને લોકોએ મૂર્તિઓને હ્રદયમાં વસાવે જેથી દરેક વ્યક્તિનું મન મંદિર બની જાય, તેવો સ્વામીજીનો હેતુ છે. આ વિશ્વ વિક્રમ કાર્યક્રમ સાથે સ્વામિનારાયણ સંપ્રદાય, હિંદુ પરંપરા અને ભારતીય સંસ્કૃતિની સુવાસ સમગ્ર વિશ્વમાં પ્રસરી શકે તે માટે કાર્ય સિદ્ધ કરવામાં આવ્યું છે.

આ પહેલા ગિનિસ બુક ઓફના 2 રેકોર્ડ, લીમકા બુક ઓફના 2 રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફના 3 રેકોર્ડ, એશિયા  બુક ઓફના 4 રેકોર્ડના એવોર્ડ મળી ચુક્યા છે. આ એવોર્ડમાં વધુ એક કલગીનો ઉમેરો થયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news