બોટાદઃ પાટીદાર નેતા દિલીપ સાબવા ભાજપમાં જોડાયા, સીઆર પાટીલે ખેસ પહેરાવી કર્યું સ્વાગત
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ બોટાદના પ્રવાસે હતા. તેમની હાજરીમાં પાટીદાર નેતા દિલીપ સાબવા ભાજપમાં જોડાયા છે.
Trending Photos
રઘુવીર મકવાણા, બોટાદઃ રાજ્યમાં ચૂંટણીની મોસમ ચાલી રહી છે. આગામી 3 નવેમ્બરના રોજ 8 વિધાનસભાની સીટો પર પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે તો અન્ય પાર્ટીના કાર્યકર્તાઓ તથા આગેવાનોને પોતાની પાર્ટીમાં પણ સામેલ કરી રહ્યાં છે. આ સિલસિલામાં પાટીદાર નેતા દિલીપ સાબવાએ કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે.
દિલીપ સાબવા ભાજપમાં જોડાયા
આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ બોટાદના પ્રવાસે હતા. તેમની હાજરીમાં પાટીદાર નેતા દિલીપ સાબવા ભાજપમાં જોડાયા છે. તેમની સાથે સૌરાષ્ટ્ર અને સુરતના આગેવાનો પણ ભાજપમાં જોડાયા હતા.
લાજપોર જેલમાં બંધ નારાયણ સાંઈની બેરેક પાસેથી મળ્યો મોબાઇલ, પોલીસે શરૂ કરી તપાસ
દિલીપ સાબવાની સાથે ભાવનગર જિલ્લા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પ્રદેશ પ્રતિનિધિ નાનુંભાઈ ડાખરા પણ ભાજપમાં જોડાયા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષે કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં સામેલ કર્યા હતા.
રાજ્યમાં ચૂંટણી પ્રચાર જોરમાં
ગુજરાતમાં આગામી 3 નવેમ્બરે વિધાનસભાની 8 સીટો પર પેટાચૂંટણી માટે મતદાન થવાનું છે. બંન્ને પાર્ટીએ ઉમેદવારો જાહેર કર્યા બાદ હવે જનતાને પોતાના પક્ષમાં કરવા ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. પેટાચૂંટણીનું પરિણામ 10 નવેમ્બરે જાહેર થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે