ઘરનો કમાનાર ઘણી જ ગયો, દાદી પાસે બેસેલા માસુમને ખબર પણ નથી કે લઠ્ઠાકાંડમાં તેણે પિતા ગુમાવ્યા

Botad Hooch Tragedy : દારૂની બદીએ ત્રણ વર્ષના કેવલના માથા પરથી માતાપિતાનો સાયો છીનવી લીધો, તેની ઉછેરની ચિંતા વૃદ્ધ દાદીને ઘેરી વળી 
 

ઘરનો કમાનાર ઘણી જ ગયો, દાદી પાસે બેસેલા માસુમને ખબર પણ નથી કે લઠ્ઠાકાંડમાં તેણે પિતા ગુમાવ્યા

સપના શર્મા/અમદાવાદ :બોટાદમાં કેમિકલ પીવાથી સર્જાયેલી કરુણાંતિકાથી પરિવારોના પરિવારો ઉજડી ગયા. કોઈએ પિતા ગુમાવ્યા, તો કોઈએ પુત્ર, કોઈએ પતિ. ગઈકાલથી બોટાદના રોજીદ, ચદરવા, અણિયાળી, આકરું, ઉચડી, ભીમનાથ, કુદડા, ખરડ, વહિયા, સુંદરણીયા, પોલારપુર, દેવગણા, વેજલકા અને રાણપરી ગામોમાં આક્રંદ છવાયેલુ છે. એક બાદ એક મોતના સમાચાર આવી રહ્યાં છે. ગામોના અનેક પરિવારમાં રોકકળ છે, તો એક અજીબ દુખભર્યો સન્નાટો છવાયો છે. દારૂના ખપ્પરમાં હજી સુધી 41 હોમાયા, અને બાકીના 89 મરણપથારીએ ઝોલા ખાઈ રહ્યાં છે. બોટાદની કરુણાંતિકામાં અનેક પરિવાર ઉજડી ગયા. બોટાદનો 3 વર્ષીય કેવલ કેમિકલ કાંડના કારણે નિરાધાર બન્યો છે. તેના પિતાના મોતથી તેની જવાબદારી બિચારી દાદી પર આવી પડી. બિલાડી સાથે રમત રમતા કેવલને તો ખબર પણ નથી કે આસપાસ શું થઈ રહ્યુ છે. તે માત્ર રડતી દાદીને જોઈ રહ્યો છે.  

બોટાદના કેમિકલ કાંડથી 3 વર્ષીય કેવલ કેમિકલ કાંડના કારણે નિરાધાર બન્યો છે. માસુમ કેવલની ઉંમર એટલી નાની છે કે તેની સાથે ઘટિત ઘટનાથી તે સાવ અજાણ છે. એની માસુમિયત તેના મોઢા ઉપર નિખાલસતાથી છલકાઈ રહી છે. પણ કદાચ વિધાતાનું હૃદય પણ બાળકની આ સ્થિતિ જોઈ દ્રવી ઉઠ્યું હશે. કેવલના પિતા દીપકભાઈને દારૂના સેવનની કુટેવ હતી. થોડા સયમ અગાઉ જ કેવલની માતા દિપકભાઈની આ કુટેવથી કંટાળી ઘર છોડીને જતી રહી હતી. કેવલ એક વર્ષનો હતો જ્યારે દારૂની બદીને કારણે તેણે માતાનો પ્રેમ ગુમાવ્યો હતો. ત્યારે હવે દારૂના ખપ્પરમાં તેનો પિતા પણ હોમાયા છે. તેના પિતા દિપકભાઈએ કેમિકલ કાંડથી જીવ ગુમાવ્યો અને પિતાનો સાયો પણ તેણે ગુમાવવો પડ્યો. 

આ પણ વાંચો : ઝેરી કેમિકલ 41 લોકોનો જીવ ભરખી ગયો, હજી 89 જીવન-મરણ સામે ઝોલા ખાઈ રહ્યાં છે

કેવલના નસીબમાં માતાપિતા બંનેનો પ્રેમ ન હતો. અગાઉ કેવલની માતા તેને છોડીને જતી રહી. હવે કેમિકલ કાંડને કારણે પિતાનો સાયો પણ તેણે માથા પરથી ગુમાવ્યો છે. ત્યારે કેવલની જવાબદારી તેની દાદી ઉપર આવી પડી છે. ઘરમાં કોઈ કમાનાર ધણી ન હોવાને કારણે કેવલના ભવિષ્ય સામે પ્રશ્નો ઉભો થયો છે. તો આ ઉંમરે દાદી કેવી રીતે કેવલનો ઉછેર કરશે તે ચિંતા તેમને સતાવી રહી છે. 

આ પણ વાંચો : વાદળો વચ્ચે છુપાયેલા સાપુતારાનું અસલી સૌંદર્ય માણવું હોય તો આ ઉત્સવમાં જરૂર પહોંચી જજો

કેવલના દાદીએ Zee 24 કલાક સામે પોતાની વેદના ઠાલવતા જણાવ્યું કે, હવે તેમના કુટુંબનો કોઈ ધણી નથી રહેયો, જે રોટલા રણી તેમનું ગુજરાન ચલાવે. આ માટે તેઓ સરકારની મદદ સામે આશાભરી નજરે અપેક્ષા રાખી રહ્યા છે. કેવલના દાદી વારંવાર દીકરા દીપકને દારૂનું સેવન ન કરવા સમજાવતા હતા, પણ દીપકે માતાનું કહેવુ ન માન્યું અને કેમિકલ કાંડ તેમને ભરખી ગયો. આમ દારૂની બદીમાં એક હસતો રમતો પરિવાર હોમાયો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news