કેમ છો ગુજરાતીમાં બોલી બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યને લોકોના દિલ જીત્યા, પહેલીવાર કચ્છમાં થયું આ હિન્દી ફિલ્મનું પ્રમોશન

બોલિવુડના અભિનેતા કાર્તિક આર્યન કચ્છના મહેમાન બનતા હકડેઠઠ ભીડ વચ્ચે ફિલ્મનું પ્રમોશન કર્યું હતું. ઉત્તરાયણના દિવસે બોલીવુડના અભિનેતા કાર્તિક આર્યને સફેદ રણની મુલાકાત લીધી હતી. જેના કારણે બપોરે ટેન્ટસિટીના રજવાડી ટેન્ટમાં પત્રકાર પરિષદ યોજી હતી.

કેમ છો ગુજરાતીમાં બોલી બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યને લોકોના દિલ જીત્યા, પહેલીવાર કચ્છમાં થયું આ હિન્દી ફિલ્મનું પ્રમોશન

કચ્છ: બોલીવુડના અભિનેતા કાર્તિક આર્યન ઉત્તરાયણમાં સફેદ રણની મુલાકાત લીધી છે. કચ્છના મહેમાન બનતા બોલિવુડના અભિનેતા કાર્તિક આર્યન સફેદ રણમાં રંગબેરંગી પતંગો વચ્ચે ધૂમ મચાવી હતી. બોલિવૂડનાં જાણીતા અભિનેતા કાર્તિક આર્યન એ મકર સંક્રાંતિ નિમિત્તે ધોરડોના સફેદ રણમાં પતંગ ચગાવી બોલિવુડની અપકમિંગ 'શેહજાદા' ફિલ્મનું પ્રમોશન કર્યું હતું.

બોલિવુડના અભિનેતા કાર્તિક આર્યન કચ્છના મહેમાન બનતા હકડેઠઠ ભીડ વચ્ચે ફિલ્મનું પ્રમોશન કર્યું હતું. ઉત્તરાયણના દિવસે બોલીવુડના અભિનેતા કાર્તિક આર્યને સફેદ રણની મુલાકાત લીધી હતી. જેના કારણે બપોરે ટેન્ટસિટીના રજવાડી ટેન્ટમાં પત્રકાર પરિષદ યોજી હતી. જ્યાં તેમણે આગામી શહેઝાદા ફિલ્મ વિશે વાત કરી હતી અને આ ફિલ્મ નિહાળવા લોકોને અપીલ કરી હતી. 

No description available.

સૌ પ્રથમ તો બોલિવુડના અભિનેતા કાર્તિક આર્યને કેમ છો ગુજરાતીમાં બોલીને લોકોના મન જીતી લીધા હતા. અભિનેતા કાર્તિક આર્યને સફેદ રણના વોચ ટાવર પાસેથી ફિલ્મના પ્રમોશન સમયે જુદા જુદા દેશોના પતંગ બાજો સાથે પતંગ ઉડાડયા હતા. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ફિલ્મનું ટેલર રિલીઝ કરાયું હતું. તેમની આવનારી ફિલ્મ શેહઝાદાનું પ્રમોશન પણ કર્યું હતું. આ વખતે પ્રથમ ઘટના બનશે કે કચ્છના રણમાં કોઈ બોલીવુડ ફિલ્મના પ્રમોશન માટે અભિનેતા આવ્યા હોય. પ્રવાસન થકી એક સમયે નિર્જન પડ્યું રહેતું કચ્છનું સફેદ રણ આજે વિશ્વફલક પર ચમક્યું છે. બીજી બાજુ બોલિવુડના અભિનેતા કાર્તિક આર્યને કચ્છના વખાણ કર્યા હતા. 

No description available.

મહત્વનું છે કે ટી-સિરીઝ દ્વારા નિર્મિત ફિલ્મ શેહઝાદા આગામી 10 ફેબ્રુઆરીના સિનેમાઘરોમાં રિલીઝ થશે. બોલીવુડના જાણીતા દિગ્દર્શક રોહિત ધવન દ્વારા તેનું દિગ્દર્શન કરવામાં આવ્યું છે. મીડિયા સાથે વાત કરતા ભૂલ ભૂલૈયાની જેમ શાહજાદાને પણ સફળ બનાવવા લોકોને અપીલ કરી હતી.

No description available.

દેશ વિદેશથી લોકો સફેદ રણની સુંદરતા માણવા કચ્છ પધારે છે. ત્યારે પ્રવાસીઓના આ ધસારામાં બોલીવુડે પણ ક્ષમતા નિહાળી છે. 14 જાન્યુઆરીના ઉત્તરાયણના દિવસે બોલિવુડ અભિનેતા કાર્તિક આર્યન કચ્છના સફેદ રણની મુલાકાત લીધી અને પોતાની આગામી ફિલ્મ શેહઝાદાનું પ્રમોશન કર્યું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news