રથયાત્રા અને આ બોડી બિલ્ડર્સનું છે ખાસ કનેક્શન, જાણવા કરો ક્લિક

ભગવાન જગન્નાથજીની રથયાત્રા નજીક આવતા સૌ કૌઈ ભક્તિમાં લીન થઈ ગયા છે

રથયાત્રા અને આ બોડી બિલ્ડર્સનું છે ખાસ કનેક્શન, જાણવા કરો ક્લિક

સંજય ટાંક/અમદાવાદ : કહેવાય છે કે ભગવાન કૃષ્ણ અને ભાઈ બલરામને મલ્લયુદ્ધ પસંદ હતું અને તેથી જ ભગવાન જગન્નાથજીને રિઝવવા પહેલવાનો પણ અંગ કસરત માટે સજ્જ થઈ રહ્યાં છે. રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે રથયાત્રા માટે સજ્જ થઈ રહેલા બોડી બિલ્ડર્સ પોતાના બોડીનું પ્રદર્શન કરવા માટે જિમમાં તૈયારી કરવા લાગી ગયા છે. તેઓ રથયાત્રામાં બાયસેપ્સ અને બોડીસેપ્સ બતાવી લોકોનું ધ્યાન ખેંચે છે.

વર્ષોથી ભાગ લેતા આ ખેલાડીઓ જ્યારે પણ રથયાત્રા નજીક આવતા કસરત શરુ કરી દે છે. હાલમાં પણ જીમમાં ખેલાડીઓએ રથયાત્રાના 2 મહિના પહેલાંથી જ તૈયારી શરુ કરી દીધી છે. મોટા મોટા પહેલવાનો સાથે નાના નાના ભુલકાંઓ પણ અખાડામાં ભાગ લઈ અંગ પ્રદર્શન કરતાં હોય છે. 

ભગવાન જગન્નાથજીની રથયાત્રા નજીક આવતા સૌ કૌઈ ભક્તિમાં લીન થઈ ગયા છે. કોઈ ભજન અને ભક્તિ કરીને તો કોઈ અલગ અલગ કરતબ કરીને ભગવાનની ભક્તિ કરી રહ્યાં છે. આ પહેલવાનો પોતાના અંગને કસીને એટલુ મજબુત બનાવી રહ્યાં છે કે જેથી રથયાત્રામાં તેઓ પણ આકર્ષણનું કેન્દ્ર બની શકે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news