ગાંધીનગરમાં ખિલ્યું કમળ, કોંગ્રેસ-APPનું સુરસુરિયું; જાણો કયા વોર્ડમાં કોણ જીત્યું અને કેટલા મત
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી (Gandhinagar Corporation Election) નું આજે પરિણામ જાહેર થયું છે. સવારે 9 વાગ્યાથી મત ગણતરી (Vote Counting) શરૂ થઈ ગઈ હતી. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થતું ગયું
Trending Photos
ઝી મીડિયા બ્યૂરો: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી (Gandhinagar Corporation Election) નું આજે પરિણામ જાહેર થયું છે. સવારે 9 વાગ્યાથી મત ગણતરી (Vote Counting) શરૂ થઈ ગઈ હતી. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થતું ગયું. ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જો કે, આ ચૂંટણી પ્રચાર દરમિયાન ત્રણેય પાર્ટીઓએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. જો કે, આજે ચૂંટણી પરિણામ જાહેર થયું છે. આ પરિણામ સામે આવતા કહી શકાય કે, ભાજપે ઇતિહાસ રચ્યો છે. છેલ્લા 10 વર્ષમાં પ્રથમ વખત ભાજપે બહુમતી સાથે જીત હાંસલ કરી છે. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સૂપડા સાફ થઈ ગયા છે.
ગાંધીનગર વોર્ડ 2 માં ભાજપના ઉમેદવાર અનિલસિંહ વાઘેલા 7082 મતોથી, દીપ્તિબેન પટેલ 6223 મતોથી અને પારૂલ બેન ઠાકોર 5407 મતોથી વિજય બન્યા છે. જ્યારે વોર્ડ 2 ની એક બેઠક કોંગ્રેસના ફાળે જતા કોંગ્રેસના ઉમેદવાર ગજેન્દ્રભાઈ વાઘેલા 6070 મતોથી વિજય બન્યા છે.
ગાંધીનગર વોર્ડ 3 માં ભાજપના ઉમેદવાર સોનાલીબેન પટેલ 4346 મતોથી, દિપીકાબેન સોલંકી 4231 મતોથી અને ભરતભાઈ ગોલિહ 4087 મતોથી વિજય બન્યા છે. જ્યારે વોર્ડ 3 ની એક બેઠક કોંગ્રેસના ફાળે જતા કોંગ્રેસના ઉમેદવાર અંકિત બારોટ 5598 મતોથી વિજય બન્યા છે.
ગાંધીનગર વોર્ડ 4 માં ભાજપની પેનલનો વિજય થયો છે. ભાજપ ઉમેદવાર દક્ષાબેન મકવાણા 6069 મતોથી, સવિતાબેન ઠાકોર 5700 મતોથી, ભરતભાઈ દિક્ષિત 5701 મતોથી અને જસપાલસિંહ બિહોલા 6566 મતોથી વિજય બન્યા છે.
ગાંધીનગર વોર્ડ 5 માં ભાજપની પેનલનો વિજય થયો છે. ભાજપ ઉમેદવાર કિંજલકુમાર પટેલ 4952 મતોથી, પદમસિંહ ચૌહાણ 4624 મતોથી, કૈલાસબેન સુતરીયા 4544 મતોથી અને હેમાબેન ભટ્ટ 4690 મતોથી વિજય બન્યા છે.
ગાંધીનગર વોર્ડ 6 માં ભાજપના ઉમેદવાર ભાવનાબેન ગોલ 4062 મતોથી, પ્રેમલત્તાબેન મહેરીયા 3825 મતોથી અને ગૌરાંગ વ્યાસ 4492 મતોથી વિજય બન્યા છે. જ્યારે વોર્ડ 3 ની એક બેઠક આમ આદમી પાર્ટીના ફાળે જતા આપના ઉમેદવાર તુષાર પરીખ 3974 મતોથી વિજય બન્યા છે.
ગાંધીનગર વોર્ડ 7 માં ભાજપની પેનલનો વિજય થયો છે. ભાજપ ઉમેદવાર સોનલબેન વાઘેલા 6394 મતોથી, કિંજલબેન ઠાકોર 5746 મતોથી, પ્રેમલસિંહ ગોલ 6581 મતોથી અને શૌલેષભાઈ પટેલ 6314 મતોથી વિજય બન્યા છે.
ગાંધીનગર વોર્ડ 8 માં ભાજપની પેનલનો વિજય થયો છે. ભાજપ ઉમેદવાર ઉષાબેન ઠાકોર 7270 મતોથી, છાયા ત્રિવેદી 7130 મતોથી, હિતેશકુમાર મકવાણા 6282 મતોથી અને રાજેશકુમાર પટેલ 7401 મતોથી વિજય બન્યા છે.
ગાંધીનગર વોર્ડ 9 માં ભાજપની પેનલનો વિજય થયો છે. ભાજપ ઉમેદવાર અલ્પાબેન પટેલ 8293 મતોથી, શૈલાબેન ત્રિવેદી 7063 મતોથી, રાજુભાઈ પટેલ 7646 મતોથી અને સંકેત પંચાસરા 7296 મતોથી વિજય બન્યા છે.
ગાંધીનગર વોર્ડ 10 માં ભાજપની પેનલનો વિજય થયો છે. ભાજપ ઉમેદવાર મીરાબેન પટેલ 8635 મતોથી, તેજલબેન વાળંદ 8464 મતોથી, મહેન્દ્રભાઈ પટેલ 8637 મતોથી અને પોપટસિંહ ગોહિલ 8509 મતોથી વિજય બન્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે