Gujarat Election 2022: BJP જીતશે તો ગુજરાતના CM કોણ? અમિત શાહે ઘાટલોડિયામાં કરી જાહેરાત
Gujarat Election 2022: ઘાટલોડિયામાં અમિત શાહ અને ભુપેન્દ્ર પટેલે એક જાહેર સભાને સંબોધી હતી. જ્યાં તેમણે આગામી મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરી હતી.
Trending Photos
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ હાલ ચાલી રહ્યો છે. આજે રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે, તે અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં શક્તિ પ્રદર્શન કર્યું. ઉમેદવારી પત્ર ભરતા અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક ભવ્ય રોડ શો કર્યો. જે જેવીર ડેરી, પ્રભાત ચોક, ચાણક્યપુર બ્રિજ, ડમરૂ સર્કલ, કારગીસ ચાર રસ્તા થઈને મધ્યસ્થ કાર્યાલય પહોંચશે. જે બાદ ગોતા પ્રાંત કચેરી પર અમિત શાહની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભરશે.
ઘાટલોડિયામાં અમિત શાહ અને ભુપેન્દ્ર પટેલે એક જાહેર સભાને સંબોધી હતી. જ્યાં તેમણે આગામી મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ચૂંટણી બાદ પણ ભૂપેન્દ્ર પટેલ જ ગુજરાતના મુખ્યમંત્રી હશે. અમિત શાહે આગળ કહ્યું કે, બધા રેકોર્ડ તોડીને ભાજપ ફરી એક વખત સરકાર બનાવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે હું ઘાટલોડીયામાં આવ્યો છું. સંતોના આશીર્વાદ બાદ ભુપેન્દ્રભાઈ ફોર્મ ભરશે, એમનો વિજય નિશ્ચિત છે. પણ એવો વિજય થાય કે, કોંગ્રેસને અઢી મહિના થાય આવતી વખતે ઉમેદવાર મળતા. તેમણે જનતાને અપીલ કરી હતી કે ભૂપેન્દ્ર ભાઈનું નામ વિચારી કમળ પર બટન દવાઓ, ગુજરાતી હોશિયાર હોય છે, એકવાર મહેનતથી બે કામ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે