ભાજપ પ્રદેશ પ્રમુખ વાઘાણીએ કોંગ્રેસ માટે બોલેલા ‘અપશબ્દો’થી વધી શકે છે મુશ્કેલી

લોકસભા ચૂંટણી 2019: મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે ભાજપ કોંગ્રેસના નેતાઓ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ અને કટાક્ષ કરી રહ્યા છે. સુરતમાં કાર્યાલયના ઉદધાટન દરમિયાન જાહેરસભામા ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણી દ્વારા કોગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. જેમા તેઓએ કોગ્રેસને હરામજાદા કહ્યુ હતુ. આ વાણીવિલાસને લઇને હવે કોગ્રેસના શહેર પ્રમુખ આ અંગે બે દિવસમા અભ્યાસ કરી કોર્ટમા ફરિયાદ કરી શકે છે. 

ભાજપ પ્રદેશ પ્રમુખ વાઘાણીએ કોંગ્રેસ માટે બોલેલા ‘અપશબ્દો’થી વધી શકે છે મુશ્કેલી

ચેતન પટેલ/હિતલ પારેખ/સુરત: ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સામે ચૂંટણી નિર્વાચન અધિકારીએ સુઓ મોટો દાખલ કરીને સુરત કલેકટરને તપાસ સોંપવાના આદેશો કર્યા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી દ્વારા સુરતમાં જાહેર સભામાં કોંગ્રેસને હરામ જાદા હોવાના શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યા હતા. આ શબ્દ પ્રયોગ સુરતના સ્થાનિક અખબારોમાં છપાતા ચૂંટણીપંચના ધ્યાનમાં આવ્યું હતું. તેના આધારે ચૂંટણીપંચ દ્વારા સમગ્ર ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે અને ભાજપના પ્રદેશ અધ્યક્ષના નિવેદન સામે સુઓમોટો દાખલ કરીને ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે. 

આ સમગ્ર ઘટના સત્ય શું છે તે તપાસવા ના આદેશ સુરત કલેકટરને આપવામાં આવ્યા છે. સુરત કલેકટરના રિપોર્ટના આધારે ચૂંટણી પંચ ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણી સામે શું પગલા ભરવા કે નક્કી કરશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ દ્વારા સુરતમાં જ નહીં પણ ત્યારબાદ આજે પણ ફરી પાછું એક વાર કોંગ્રેસને હરણ જાદા શબ્દ પ્રયોગથી સંબોધવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

અમદાવાદ : દેવ ઓરમ બિલ્ડીંગને સીલ મારવાના AMCના કામમાં લોચો, 4 લોકો અંદર જ પૂરાયા

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એકબીજાના પક્ષો પર આક્ષેપો અને કટાક્ષો કરી રહ્યા છે. સુરતમાં કાર્યાલયના ઉદધાટન દરમિયાન જાહેરસભામા ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણી દ્વારા કોગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. જેમા તેઓએ કોગ્રેસને હરામજાદા કહ્યુ હતુ. આ વાણીવિલાસને લઇને હવે કોગ્રેસના શહેર પ્રમુખ આ અંગે બે દિવસમા અભ્યાસ કરી કોર્ટમા ફરિયાદ કરશે.

સુરતમા 7મી એપ્રિલના રોજ અમરોલી ખાતે સુરત લોકસભાના ઉમેદવાર દર્શનાબેન જરદોશના કાર્યાલયનું ઉધ્ધાટન રાખવામા આવ્યુ હતુ. જેમા મુખ્ય મહેમાન તરીકે જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા. ઉધ્ધાટન બાદ જાહેરસભામા જીતુ વાઘાણીએ કોગ્રેસને આડા હાથે લઇ પ્રહાર કર્યા હતા. 

આ દરમિયાન તેઓએ કોગ્રેસને હરામજાદા કહ્યુ હતુ. જે નિવેદનને લઇને કોગ્રેસ અકળાયુ હતુ. કોગ્રેસના શહેર પ્રમુખ બાબુ રાયકા દ્વારા આ અંગે બે દિવસમા અભ્યાસ કરી જીતુ વાઘાણીના આ નિવેદનને લઇ કોર્ટમા ફરિયાદ કરશે તેવુ જણાવ્યુ હતુ. ઉપરાત તેઓએ પોતાના નિવેદનમાં જીતુ વાઘાણીને માનસિક વિકૃત ગણાવ્યા હતા. જો ફરિયાદ કરવામાં આવશે તો આ અંગે જીતુ વાઘાણીની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news