ગુજરાતમાં બિલાવલ ભુટ્ટોની આગ ફેલાઈ, ઠેરઠેર ભુટ્ટોનું પૂતળું બાળ્યું, પાકિસ્તાન હાય હાયના નારા લાગ્યા

Bilawal Bhutto's 'uncivilised' remarks on PM: પ્રધાનમંત્રી મોદી અંગે અણછાજતી ટિપ્પણીથી બિલાવલ ભુટ્ટો સામે ગુજરાત સહિત દેશભરમાં રોષ.... ભાજપના કાર્યકરોએ ઠેરઠેર કર્યું વિરોધ પ્રદર્શન......
 

ગુજરાતમાં બિલાવલ ભુટ્ટોની આગ ફેલાઈ, ઠેરઠેર ભુટ્ટોનું પૂતળું બાળ્યું, પાકિસ્તાન હાય હાયના નારા લાગ્યા

Bilawal Bhutto's 'uncivilised' remarks on PM : સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં ભારતની ફટકારથી ધૂંધવાઈ ઉઠેલા પાકિસ્તાને હવે કોઈ ચારો ન  બચતા પીએમ નરેન્દ્ર મોદી પર આપત્તિજનક ટિપ્પણી કરી છે. યુએનની બેઠકોમાં સામેલ થવા માટે ન્યૂયોર્ક પહોંચેલા બિલાવલ ભુટ્ટોએ પીએમ મોદીને કસાઈ કહ્યા છે. ત્યારે સમગ્ર ભારતમાં બિલાવલ ભુટ્ટોના આ નિવેદન પર રોષ ફાટી નીકળ્યો છે. પ્રધાનમંત્રી મોદી અંગે અણછાજતી ટિપ્પણીથી બિલાવલ ભુટ્ટો સામે ગુજરાત સહિત દેશભરમાં રોષ ફાટી નીકળ્યો છે. ભાજપના કાર્યકરોએ ઠેરઠેર વિરોધ પ્રદર્શન કર્યું છે. અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં બિલાવલ ભુટ્ટોના પૂતળાનું દહન કરવામાં આવ્યું છે. ગુજરાત ભાજપના નેતાઓએ રાજ્યપાલને મળીને આવેદન પત્ર પણ આપ્યું. 

બિલાવલ ભુટ્ટોએ કરેલી ટિપ્પણીને લઈ ભાજપનું આજે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. દરેક પ્રદેશની રાજધાનીમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયા. તો વિવિધ જગ્યાએ બિલાવલ ભૂટ્ટોનાં પૂતળાદહનનાં કાર્યક્રમ આયોજિત કરાયા. પાકિસ્તાનનાં વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો સામે ભાજપના કાર્યકરોમાં આક્રોશ જોવા મળ્યો છે. અમદાવાદમાં કલેક્ટર કચેરી બહાર પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કરી કાર્યકરોએ પૂતળા દહન કર્યુ હતું. તો રાજકોટમાં પણ પાકિસ્તાનનો વિરોધ કરાયો. પાકિસ્તાનનાં વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોનું પૂતળા દહન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ધારાસભ્યો, કાર્યકરોએ ઉપસ્થિત રહી પાકિસ્તાન હાય હાયના નારા લગાવ્યા હતા. તેઓએ બિલાવલ ભુટ્ટોનું નિવેદન પાકિસ્તાનની માનસિકતા દર્શાવતુ હોવાના આક્ષેપ કર્યાં. વડોદરામાં પાકિસ્તાનનાં વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોનું પૂતળાદહન કરાયું. પૂતળાં દહન કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્યો, મેયર, કોર્પોરેટરો સહિતના નેતા હાજર રહ્યા હતા. 

આમ, બિલાવલ ભુટ્ટોના નિવેદનથી ભાજપ સહિત દેશવાસીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રીની PM મોદી પર આપત્તિજનક ટિપ્પણીને પગલે જમ્મુ-કાશ્મીરમાં પણ વિરોધ જોવા મળ્યો. મોટી સંખ્યામાં ભાજપના યુથ કાર્યકર્તાઓએ પાકિસ્તાન વિરુદ્ધ નારેબાજી કરી વિરોધ નોંધાવ્યો. સાથે જ બિલાવલ ભુટ્ટોનું પુતળું સળગાવી રોષ વ્યક્ત કર્યો.

બિલાવલ ભુટ્ટોએ શું કહ્યું... 
નિવેદનમાં ભુટ્ટોએ કહ્યું કે 'હું જણાવવા (ભારતને) માંગુ છું કે ઓસામા બિન લાદેન મરી ચૂક્યો છે પરંતુ કસાઈ જીવતો છે. પીએમ મોદીને અમેરિકાએ વિઝા આપવાની પણ ના પાડી દીધી હતી. જ્યારે તેઓ પીએમ બન્યા ત્યારે તેમને વિઝા મળ્યા. તેઓ આરએસએસના પીએમ છે અને તેના જ વિદેશમંત્રી પણ. આરએસએસ શું છે? તે હિટલરની 'એસએસ'થી પ્રેરણા લે છે.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news