Pension Scheme: સરકાર આપી રહી છે દર મહિને 5 હજાર રૂપિયા સુધીનો ફાયદો, આ સ્કીમથી લોકોને બલ્લે-બલ્લે
Atal Pension Yojana Information: ભારત સરકાર આ યોજનામાં સહ-યોગદાન કરે છે અને આ યોજના જોખમ મુક્ત યોજના છે. અટલ પેંશન યોજના લોકોને પોતની નિવૃતિ માટે બચત કરવા માટે પ્રોત્સાહિત કરે છે. યોજનાનું સમગ્ર સંચાલન PFRDA દ્વારા નિયંત્રિત કરે છે.
Trending Photos
Atal Pension Yojana: સરકાર તરફતેહે દરેક વર્ગના ફાયદા માટે અલગ-અલગ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તેમાં સરકાર તરફથી ઘણી પેન્શન યોજનાઓ પણ ચલાવવામાં આવી રહી છે. અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર વ્યક્તિઓની મદદ કરવાના ઉદ્દેશ્યથી 2015-16 ના બજેટમાં ભારત સરકાર દ્વારા અટલ પેંશન યોજનાની જાહેરાત કરી દીધી છે. અટલ પેંશન યોજના એક પેંશન યોજના છે જે રોજિંદા ગરીબોને નિવૃતિ બાદ સ્થિર આવકમાં મદદ કરવા પર કેંદ્રીત છે. Atal Pension Yojana અંતગર્ત દર મહિને 5,000 રૂપિયા સુધીનું પેંશન ચૂકવવામાં આવે છે. તો બીજી તરફ યોજનામાં ટેક્સ બેનિફિટ્સ પણ આપવામાં આવે છે.
જોખમ મુક્ત યોજના
ભારત સરકાર આ યોજનામાં સહ-યોગદાન કરે છે અને આ યોજના જોખમ મુક્ત યોજના છે. અટલ પેંશન યોજના લોકોને પોતાની નિવૃતિ માટે બચત કરવા માટે પ્રોત્સાહિત કરે છે. યોજનાનું સમગ્ર સંચાલન Pension Fund Regulatory and Development Authority (PFRDA) દ્વારા નિયંત્રિત છે. Atal Pension Yojana નિવૃતિ માટે બચત કરવાની એક સ્વૈચ્છિક સ્કીમ છે.
આ પણ વાંચો: Electricity Bill હજારોમાં આવે છે? બદલી નાખો આ 2 ગેજેટ્સ; અડધાથી ઓછું આવશે બિલ
આ પણ વાંચો: બુધ ગોચરથી આસમાને પહોંચશે સોના-ચાંદી અને શેરના ભાવ, પરંતુ આ લોકો વિચારી રોકે પૈસા
આ પણ વાંચો: જાપાની નુસખા: જાણો જાપાની મહિલાની ગ્લોઈંગ સ્કીન અને યુવાની રહસ્ય
અસંગઠિત ક્ષેત્ર માટે લક્ષિત
અટલ પેંશન યોજનાનો ઉદ્દેશ્ય બિમારી, દુર્ઘટના, બિમારી વગેરેથી નાગરિકોને સુરક્ષા પ્રદાન કરે છે. તો બીજી તરફ યોજના મુખ્યરૂપથી દેશમાં અસંગઠિત ક્ષેત્ર માટે લક્ષિત છે. અટલ પેંશન યોજના હેઠળ લાભ લેવા માટે કેટલીક યોગ્યતા પણ હોવી જોઇએ. તેના માટે પાત્રતા નીચે આપવામાં આવી છે.
અટલ પેન્શન યોજના પાત્રતા
- ભારતીય નાગરિક હોવો જોઈએ.
- ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- સક્રિય મોબાઇલ નંબર હોવો આવશ્યક છે.
- તમારા આધાર નંબર સાથે લિંક કરેલ માન્ય બેંક એકાઉન્ટ નંબર હોવો આવશ્યક છે.
- તમારે તમામ 'Know Your Customer'ડિટેલ જમા કરાવવી પડશે.
- હાલનું APY ખાતું ન હોય.
Atal Pension Yojana Benefits
- ભારત સરકાર નિવૃત્તિ પછી વ્યક્તિને ચૂકવવામાં આવનાર ન્યૂનતમ પેન્શનની ગેરેન્ટી આપે છે.
- કલમ 80CCD હેઠળ, વ્યક્તિ યોજનામાં આપેલા યોગદાન માટે અટલ પેન્શન યોજનાના ટેક્સ બેનિફિટ્સ માટે પાત્ર છે.
- તમામ બેંક ખાતા ધારકો આ યોજનામાં જોડાવા માટે યોગ્ય છે.
- 60 વર્ષની ઉંમરે પહોંચ્યા બાદ વ્યક્તિઓને પેન્શન મળવાનું શરૂ થશે.
- ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ કે જેમને કોઈ પેન્શન લાભો આપવામાં આવ્યા નથી, તેમને પણ અટલ પેન્શન યોજના યોજના માટે અરજી કરવાની મંજૂરી છે.
- તમારી પાસે 60 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી 1000 રૂપિયા, 2000 રૂપિયા, 3000 રૂપિયા, 4000 રૂપિયા અથવા રૂપિયા 5000નું ફિક્સ પેન્શન પ્રાપ્ત કરવાનો વિકલ્પ છે.
- યોજના દરમિયાન તમારા મૃત્યુના કિસ્સામાં, તમારા જીવનસાથી કાં તો યોગદાનનો ક્લેમ કરી શકે છે અથવા યોજનાનો ટેન્યોર પુરો કરી શકે છે.
આ પણ વાંચો: ઘરમાં કચરાં-પોતું કરતાં આ વાતોનું રાખોનું ધ્યાન, નહીંતર મુસિબતમાં મુકાશો!
આ પણ વાંચો: સ્વેટર પહેરીને સૂવાના ગેરફાયદા, સુધારી દેજો ટેવ નહીંતર મુશ્કેલીમાં મુકાશો
આ પણ વાંચો: બેચલર પાર્ટી માટે બેસ્ટ છે આ પ્લેસીસ, લગ્ન પહેલાં મિત્રો સાથે મનભરીને માણો મસ્તી!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે