ભાજપના ધારાસભ્ય વીડી ઝાલાવાડિયા બન્યા લેભાગુ ડોક્ટર, વીડિયો વાયરલ

નકલી તબીબ બનીને સારવાર કરતા તબીબો વિશે અવારનવાર સમાચાર આવતા રહે છે. પરંતુ સુરતના એક ધારાસભ્ય જ ઝોલાછાપ ડોક્ટર બનીને બેસ્યા છે. સુરતના કામરેજના ધારાસભ્ય વીડી ઝાલાવાડિયાનો કોવિડ કેર સેન્ટરમાં ઈન્જેકશન આપતો વીડિયો વાયરલ થયો છે. કોવિડ કેર સેન્ટરમાં તબીબી સ્ટાફ હોવા છતાં ધારાસભ્ય
ભાજપના ધારાસભ્ય વીડી ઝાલાવાડિયા બન્યા લેભાગુ ડોક્ટર, વીડિયો વાયરલ

ઝી મીડિયા/બ્યૂરો :નકલી તબીબ બનીને સારવાર કરતા તબીબો વિશે અવારનવાર સમાચાર આવતા રહે છે. પરંતુ સુરતના એક ધારાસભ્ય જ ઝોલાછાપ ડોક્ટર બનીને બેસ્યા છે. સુરતના કામરેજના ધારાસભ્ય વીડી ઝાલાવાડિયાનો કોવિડ કેર સેન્ટરમાં ઈન્જેકશન આપતો વીડિયો વાયરલ થયો છે. કોવિડ કેર સેન્ટરમાં તબીબી સ્ટાફ હોવા છતાં ધારાસભ્ય
પોતે ઈન્જેક્શન આપતા નજરે પડ્યા હતા. જોકે, આ ઘટનાનો વીડિયો વાયરલ થતા ધારાસભ્યએ દર્દીને ઈન્જેકશન ન આપ્યાનો પાંગળો બચાવ કર્યો હતો.

ધારાસભ્ય વીડી ઝાલાવાડીયાનો વિવાદિત વીડિયો વાયરલ થયો છે. આમ, ભાજપના નેતા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. સરથાણા વિસ્તારમાં ભાજપના નેતાઓ દ્વારા આઇસોલેશ સેન્ટર છેલ્લા ચાર-પાંચ દિવસથી શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયા દર્દીને પોતે રેમડેસિવિર ઇન્જેક્શન આપતા વીડિયોમાં દેખાયા હતા. એક ધારાસભ્ય તરીકે જે ગંભીરતા હોવી જોઈએ તે ગંભીરતા તેમનામાં જોવા મળી નથી. તો બીજી તરફ, પોતે મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલા ન હોવા છતાં તેમણે આવું કર્યું જે સારી બાબત નથી. 

— Zee 24 Kalak (@Zee24Kalak) May 23, 2021

આવું ફોટો સેશન યોગ્ય નથી - વિરોધ પક્ષના નેતા 
તો બીજી તરફ, ધારાસભ્યનો ઇન્જેક્શન લગાવવાનો મામલા અંગે મનપા વિરોધ પક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ કહ્યું કે, જેનું જે કામ હોય તેને કરવા દેવું જોઈએ. આ પ્રકારનું ફોટો સેશન જરા પણ યોગ્ય નથી. હું અપેક્ષા કરું છું કે સરકાર આવા કિસ્સામાં કાર્યવાહી કરે. જોકે અગાઉની માફક સરકાર કશું પણ નહીં કરે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news